SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હસ્તપ્રતોનાં સૂચિપત્રો પણ પ્રકાશિત થયાં છે. લા.દ. વિદ્યામંદિરના સંગ્રહમાં ૫૫૩ જેટલી સચિત્ર હસ્તપ્રતો છે, જેમાં તાડપત્રની અને કાગળની હસ્તપ્રત ઉપરાંત ગુટકા અને છૂટા પટ્ટ રૂપે પણ મળે છે. અહીંની ૧૮મી સદીની ક્પસૂત્રની એક હસ્તપ્રતમાં રાજસવારીનાં દૃશ્યો જોવા મળે છે. કેટલીક કાગળની હસ્તપ્રતોમાં ભગવાન તીર્થંકરના જીવનપ્રસંગો આલેખાયેલા છે. ઈ.સ.ની ૧૮મી સદીની કલ્પસૂત્રની કાગળ પરની સચિત્ર હસ્તપ્રતો ગુજરાત-સૌરાષ્ટ્રના જૈનભંડારોમાં સૂચવાયેલી છે. આ હસ્તપ્રતોમાં તીર્થંકર ભગવાનના જીવનપ્રસંગો, ખાસ કરીને જન્મ, વિવાહ, કેશલોચ, દીક્ષા, ધર્મોપદેશના પ્રસંગો આલેખાયેલા હોય છે. લા.દ. વિદ્યામંદિરમાં સંગૃહીત ૧૮મી સદીની કલ્પસૂત્રની એક પ્રતમાં રાજસવારીનાં દશ્યોમાં પુરુષ અને સ્ત્રીપાત્રોની વેશભૂષા મરાઠી જોવા મળે છે. અહીં “સંગ્રહણીસૂત્ર”ની બાર સચિત્ર વ્રતો મળે છે. સંગ્રહણીસૂત્ર એ જૈનપરંપરા પ્રમાણે બ્રહ્માંડની ઉત્પત્તિને લગતો ગ્રંથ છે. એમાં તીર્થંકરો, દેવ-દેવીઓ, સંધર્વો, યક્ષ-યક્ષીઓ, સૂર્ય, પર્વતો, નદીઓ અને વૃક્ષોનું આલેખન કરવામાં આવ્યું છે. “અઢાર શીલાંગ રથ'ની ૧૮મી સદીની અઢાર ચિત્રોવાળી પ્રત છે. લાકડાના લાંબા રથમાં સાધુએ પાળવાના આચારનાં નામોવાળાં પાનાં પાડેલાં છે. રથની ઉપર મધ્યમાં જે તે તીર્થંકર ભગવાનનું ચિત્ર છે. રથને હાંકનાર સારથીએ ઘોડાની લગામ પોતાના ભણા હાથમાં પકડી છે. આખું ચિત્ર જાણે ગતિમાં હોય તેમ લાગે છે. મારા ગામો માં જ વાસીઓ ૧૭મી-૧૮મી સદીની કાગળ પરની “ધન્ના શાલિભદ્ર રાસ'ની પ્રતોમાં ચિત્રાલેખન જોવા મળે છે. એમાં રાલેખાયેલાં ચિત્રોમાં શાલિભદ્રની માતા ધન્ના, શાલિભદ્રના જીવન-પ્રસંગો, શાલિભદ્ર અને મગધરાજ શ્રેણિકની લાકાતનો પ્રસંગ ઇત્યાદિ નોંધપાત્ર છે. “લોકપ્રકાશ' નામની એક પ્રતમાંના એક ચિત્રમાં ચક્રવર્તી રાજાના જ્યાભિષેકનું ચિત્ર છે. રાજ્યાભિષેક વખતે રાજાનો પૃથ્વીનાં જુદાં જુદાં પવિત્ર જળથી કેવી રીતે અભિષેક થતો તેનું આલેખન છે. ‘‘શ્રીપાલરાસ”ની એક ૧૯મી સદીની હસ્તપ્રતમાં રાસના કથાપ્રસંગ આલેખતાં સુંદર ચિત્રો છે, માંનું એક ચિત્ર ધવલ શેઠની કથાને લગતું છે. વહાણનાં ચિત્રોમાં બ્રિટિશરોનો યુનિયન જેક ધ્વજ સ્પષ્ટ દેખાય છે. વિ.સં. ૧૮૮૫ (ઈ.સ. ૧૮૨૮-૨૯)માં સૌરાષ્ટ્રના પડધરી ગામે ચિત્રિત કરવામાં આવેલી ‘શ્રીપાલ પ્રેસ”ની એક હસ્તપ્રત અહીં સંગૃહીત છે, જેના પ્રથમ પૃષ્ઠ પર ચિત્રો છે. આ ઉપરાંત સારાભાઈ નવાબના અંગત ગૃહમાં વિ.સં. ૧૮૯૫(ઈ.સ. ૧૮૩૮-૩૯)માં ચિત્રિત એક હસ્તપ્રત છે. એમાં વહાણનાં સુંદર આલેખનો મળે " સંસ્કૃત સાહિત્યના મહાન કવિ કાલિદાસની બે કૃતિઓ મેઘદૂત અને કુમારસંભવની કાગળ પર લખાયેલી ચિત્ર પ્રતો અહીં સચવાયેલી છે. ઈ.સ. ની ૧૭મી સદીમાં ખરતરગચ્છના સાધુ ઉદયહર્ષે લખેલી મેઘદૂતની પ્રતમાં “ પાંચ ચિત્રો છે. એમાં સરસ્વતીનું ચિત્ર, રામગિરિ આશ્રમ પર વિરહી યક્ષનું ચિત્ર, અલકાપુરી નગરીનું ચિત્ર, રહિણી યક્ષિણીનું ચિત્ર અને પ્રેમીઓના મિલનનું દશ્ય રેખાંકિત કરાયું છે. કુમારસંભવની ૧૭મી સદીના પૂર્વાર્ધની પ્રતમાં પશ્ચિમ ભારતીય ચિત્ર-શૈલીમાં સરસ્વતી અને અર્ધનારીશ્વર, ર્વતી-પરમેશ્વરનાં મનોરમ આલેખનો મળે છે. જૈનપરંપરા અનુસાર જૈન આચાર્યો અને મુનિઓને જુદાં જુદાં શહેરો કે નગરોના જૈનસંઘ પોતાને ત્યાં ષણ કરવા અને ચાતુર્માસ ગાળવા નિમંત્રણ આપતા. આ નિમંત્રણપત્રો વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવતા ને એમાં ચિત્રોનું આલેખન કરવામાં આવતું. ચિત્રોમાં ધાર્મિક અને નગરનો મહિમા બતાવતાં ચિત્રો આલેખાતાં. ગરજનો જૈન સાધુઓનાં દર્શન કરવા અને એમનાં વ્યાખ્યાનો સાંભળવા કેટલા ઉત્સુક છે એનું વર્ણન કરવામાં વતું. નગરની ભૌતિક અને કુદરતી સમૃદ્ધિનું સચિત્ર વર્ણન કરાતું.' આ પ્રકારના નિયંત્રણને જૈન પરિભાષામાં બેશષિપત્ર' કહે છે. એમાં સાલ અને તિથિ આપેલી હોવાથી ઐતિહાસિક દૃષ્ટિએ એનું મહત્ત્વ ઘણું છે. અમદાવાદમાં દેવશાના પાડાના ભંડારમાં ‘શ્રીપાલરાસ'ની સુરતમાં વિ.સં. ૧૮૮૬ (ઈ.સ. ૧૮૨૯)માં પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૯૦ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy