SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાગળ ઉપર લખાયેલી છે. કેટલીક કાપડ અને તાડપત્ર ઉપર પણ લખાયેલી મળે છે. તાડપત્રીય પ્રતો કન્નડતે મલયાલમ જેવી દક્ષિણ ભારતની લિપિમાં લખાયેલી છે અને ઈ.સ.ની ૧૫ થી ૧૯મી સદી સુધીની છે. આ હસ્તપ્રતો વેદ-વેદાંગ, ઇતિહાસ, પુરાણ, બૌદ્ધસાહિત્ય, જૈનસાહિત્ય, ભક્તિ, તંત્ર, કાવ્ય, વ્યા કોશ, નાટ્ય, શિલ્પ, અલંકાર, કામશાસ્ત્ર, આયુર્વેદ, જયોતિષ જેવા વિવિધ વિષયોને લગતી છે. આ સંગ્રહમાં ૧૮ જેટલી સચિત્ર હસ્તપ્રતો છે, જેમાં દુર્ગાસપ્તશતી, શ્રીમદ્ ભાગવત, કલ્પસૂત્ર, મધુમાલતી. જેવી, સુંદર ચિત્રોવાળી હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. ૧૮મી સદીની ગીત-ગોવિંદની સચિત્ર પ્રતમાં વિષ્ણુના દશાવતારોનાં ચિત્ર અને રાધાકૃષ્ણના મિલ વિરહના પ્રસંગો ભાવપૂર્ણ રીતે આલેખાયેલા છે. ફારસી લિપિમાં લખાયેલી સચિત્ર હસ્તપ્રતો પણ અહીં જળવાયે છે. જ્યોતિષને લગતા સળંગ સચિત્ર ઓળિયા (વીંટા-Scroll અને જૈન સરિઓ અને સાધુઓને તેમજ તેમના સ યાત્રા દરમ્યાન આમંત્રણ આપતું એક સચિત્ર વિજ્ઞપ્તિપત્ર (૧૮મી સદીનું) ઉપલબ્ધ છે. બાબીવિલાસ” જેવી ઐતિહાસિક કૃતિઓ, મેદપાટપુરાણ, કાયસ્થપદ્ધતિ જેવી જ્ઞાતિવિષયક હસ્તપ્રતો તે મંડપદુર્ગ જેવી સ્થાપત્યની હસ્તપ્રતો પણ અહીં છે. આમાંની કેટલીક હસ્તપ્રતો સુંદર વેલબુટ્ટાની આકૃતિઓથી શણગારાયેલી, કોઈક સોનેરી શાહીથી લખેલી લાલ, કાળી શાહીના લખાણવાળી છે. આ મ્યુઝિયમમાં ખેતરો, મકાન કે હાટના ખરીદ-વેચાણ કે ગીરો અંગેના, પલ્લાની ફારગતી અંગેની મિલકતની વહેંચણીને લગતા ૧૫૦ જેટલા ખતપત્રો (દસ્તાવેજો) ઈ.સ.ની ૧૪મી સદીથી ૧૯મી સદી સુધીના છે આ દસ્તાવેજો સાંકડા કાગળ કે કાપડની પટ્ટી પર સળંગ લખેલા છે. લાંબા હોવાથી વીંટો વાળીને સાચવવા પડે છે આવા ખતપત્રોમાંથી તત્કાલીન રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક માહિતી મળે છે. આ ખતો સંસ્કૃત તેમ અરબી-ફારસીમાં લખેલા છે. આ ઉપરાંત આ મ્યુઝિયમમાં રમતનાં ચિત્રિત પાનાં ખાસ નોંધપાત્ર છે. આવાં પાનાંઓની સંખ્યા ૧૫ના છે. ગોળાકાર પાનાંઓ ઉપર પશુંપનીની આકૃતિઓ છે. પાનાંઓ પરની સંખ્યા કલાત્મક રીતે આલેખવામાં આ છે. એકની સંખ્યા દર્શાવવા ઘોડા ઉપર સવાર થયેલી રાજાની આકૃતિ અંકિત કરેલી છે. ઘોડાનું આલેખન જીવ અને ગતિમય લાગે છે. રાજાની વેશભૂષા રાજપૂત છે. એણે ધારણ કરેલ આયુધો અને અલંકારો ચિત્રની સમૃદ્ધિમાં વધારો કરે છે કેટલાંક પાનાના સંખ્યાંક દર્શાવવા છત્રી, લીલાં પાદડાં કે પર્વતનું આલેખન કરેલું છે. કલાત્મકતા લાવવા લીલ પીળાં અને કાળા ટપકાંનો ઉપયોગ કરાયો છે. પશુપક્ષીઓમાં ઘોડો, મયૂર, પોપટ વગેરેનું આલેખન સુંદર, આબેહૂ અને સહજ છે. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર હસ્તપ્રતસંગ્રહ : આ સંસ્થામાં લગભગ પંચાવન હજાર જેટલી હસ્તપ્રતોનો અમૂલ્ય ખજાનો સંગૃહીત છે. મુનિશ્ર પુણ્યવિજયજીનો પોતાનો હસ્તલિખિત ગ્રંથોનો સમગ્ર ખજાનો આ ભંડારને ભેટ મળેલો છે. એ પછી હસ્તલિખિત ગ્રંથોના અનેક નાના મોટા ગ્રંથભંડારો આ જ્ઞાનમંદિરને ભેટ મળતા રહ્યા છે. આ સંસ્થાનો આટલો મોટો સંગ્રહ માટે એક જ વ્યક્તિનો પરિપાક નથી. પરંતુ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી, તેમના ગુરુ ચતુર્વિજયજી તથા પ્રવર્તી કાંતિવિજયજીના પરિશ્રમને આભારી છે. આ હસ્તપ્રતસંગ્રહમાં જૈન અને જૈનતર સાહિત્યના અમૂલ્ય ગ્રંથો છે. જે બધા ગ્રંથો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, રાજસ્થાની વગેરે ભાષાઓમાં લખાયેલા છે. હસ્તપ્રતો ઈ.સ.ની ૧૨મી થી ૧૯મી સદી સુધીની મળે છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૦ ૮૯ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy