SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાપુરુષોના ચિત્ર તરીકે પણ તેનું વિશિષ્ટ મૂલ્ય છે. આ ઉપરાંત સં૧૧૮૪ (ઈ.સ. ૧૧૨૭-૨૮)માં લખાયેલી “જ્ઞાતાધર્મકથા સુત્રવૃત્તિની પ્રતમાં, ૧૩મા સૈકામાં લખાયેલ “ઉત્તરાધ્યયન સુત્ર'ની પ્રતમાં સં. ૧૩૦૮ (ઈ.સ. ૧૨૫૧-૫૨)અને સં. ૧૩૫૨ (ઈ.સ. ૧૨૯૫-૯૬)માં લખાયેલી “ઉત્તરાધ્યયનસૂત્ર”ની વૃત્તિની બે પ્રતોમાં ચૌદમા સૈકામાં લખાયેલી ‘યોગપ્રકાશ’ અને ‘શતપદીવૃત્તિ'ની પ્રતમાં તથા સં. ૧૩૦૮માં લખાયેલ પાર્શ્વનાથસ્તોત્રની તાડપત્રીય હસ્તપ્રતોમાં સુંદર ચિત્રો જોવા મળે છે. • આ ભંડારનું એક અમૂલ્ય રત્ન તે “ધર્માભ્યદાયકાથની ૧૩મી સદીમાં લખાયેલી તાડપત્રીય મત છે. મંત્રી વસ્તુપાલે પોતાના ગુરુ વિજયસેનસૂરિના ઉપદેશથી શત્રુંજયનો સંઘ કાર્યો હતો, એનો ઐતિહાસિક વૃત્તાંત આપવા સાથે કેટલીક ધર્મકથાઓ વર્ણવતું એ સંસ્કૃત કાવ્ય છે. એ કાવ્ય વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિએ રચેલું છે. આખાયે કાવ્યની વસ્તુપાલના સ્વહસ્તાક્ષરે ખંભાતમાં જ થયેલી નકલ ત્યાં સચવાયેલી છે. તપાગચ્છ ભંડારમાં શ્રીચરિકત જીવકલ્પર્ણિ” વ્યાખ્યાની સં. ૧૨૮૪(ઈ.સ. ૧૦૨૭-૨૮)માં લખાયેલ એક તાડપત્રીય પ્રત છે તે વસ્તુપાલ સ્થાપલા ગ્રંથભંડારની જણાય છે. આ ઉપરાંત બૌદ્ધ વિદ્વાન ધર્મોત્તરની “ન્યાયબિંદુ ટીકા” શૈવ વિદ્વાન મૂર્તિદેવકૃત “સુભાષિતરત્નકોશ"અને લક્ષ્મણકૃત “સૂતાવલિ”, કૃષ્ણદાસકૃત “પારસીપ્રકાશ', જયમંગલાચાર્યની “કવિશિક્ષા મેઘાલ્યુદય કાવ્ય'', દેવભદ્રસૂરિકૃત “કથરત્નકોશ” જેવા ગ્રંથોની અનેક હસ્તપ્રતો આ ભંડારમાં સચવાયેલી છે. બૌદ્ધ વિદ્વાનોના ગ્રંથો, સુભાષિતસંગ્રહો, ફારસી શબ્દોનો સંસ્કૃતમાં અર્થ આપતો શબ્દકોશ જેવા સંસ્કૃત-પ્રાકૃત અને ઇતર સાહિત્યની વિવિધ શાખાઓના કેટલાયે ગ્રંથોની પ્રાર્થોન પ્રતો ઉપલબ્ધ છે. એમાંની કેટલીય હસ્તપ્રતો ગુજરાતના ચૌલુકય અને વાઘેલા રાજાઓના સમયમાં લખાયેલી છે. આ ગ્રંથોમાંથી ગુજરાતના સામાજિક અને ધાર્મિક ઇતિહાસ, પ્રાચીન ગામોના સ્થાનિક ઇતિહાસ તેમજ પ્રાચીન મધ્યકાલીન ગુજરાતની સંસ્કાર અને સાહિત્યપ્રવૃત્તિઓ વિશે ઉપયોગી માહિતી મળે છે. ખંભાતના આ પ્રાચીન ગ્રંથભંડારો માત્ર ગુજરાતની જ નહિ, પરંતુ સમસ્ત ભારતની મોંઘી વિદ્યાસંપત્તિ છે. | આ મંડારમાં સંગહીન “નેમિનાથરચિત”ની ૧૩મી સદીની પ્રતમાં જૈન તીર્થંકર નેમિનાથ, અંબિકાદેવી અને અંજલિમુદ્રામાં શ્રાવક-શ્રાવિકાનાં ચિત્રો આલેખેલાં છે. બીજી એક ૧રમી સદીની સચિત્ર પ્રતમાં બે ચિત્રો દોરેલાં છે, જેમાંના એકમાં પદ્માસન પર બેઠેલા મહાવીર સ્વામીનું અને બીજા ચિત્રમાં ત્રિભંગ અવસ્થામાં ઊભેલાં ચતુર્ભુજ સરસ્વતીનું સુંદર આલેખન છે. ખંભાતના પાયચંદ ગચ્છના ભંડારમાં ૧૫૦ જેટલી હસ્તપ્રતો જળવાયેલી છે, જેમાંની કેટલીક તાડપત્ર ઉપર લખાયેલી છે. જ્ઞાનવિમલસૂરિના ભંડારમાં આ જ સુરિની લખેલી સંસ્કૃત અને ગુજરાતી ભાષાની કેટલીક રચનાઓ પણ જોવા મળે છે. આચાર્ય નેમિસૂરિજીનો ગ્રંથભંડારમાં આશરે વીસ હજાર જેટલી પ્રાચીન પ્રતો છે. નેમિસૂરિજીએ જૈનદષ્ટિએ વિશ્વવિદ્યા((Cosmology)નું નિરૂપણ કરતો ‘લોકપ્રકાશ' નામનો ગ્રંથ જૂનાગઢમાં રચેલો. એમના પોતાના હરતાક્ષરોવાળી પ્રત અહીં સચવાયેલી છે ? અમદાવાદના હસ્તપ્રતસંગ્રહો : ભો.જે.અધ્યયન સંશોધન વિદ્યાભવન હસ્તપ્રતસંગ્રહ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના નામે ઓળખાતી ગુજરાત વિદ્યાસભાએ એના મૂળ સ્થાપક એલેકઝાંડર ફોર્બ્સના સમયથી હતપ્રતોનો સંગ્રહ કરવાનું કાર્ય શરૂ કરેલું. સંસ્થાના ઉત્તરોત્તર વિકાસના પરિણામે ભેટરૂપે પ્રાપ્ત થયેલી અથવા ખરીદેલી હસ્તપ્રતોની સંખ્યા લગભગ ૨000 જેટલી થયેલી છે. ૧૯૪૬માં ગુજરાત વિદ્યાસભાનો ઉચ્ચ અભ્યાસ અને સંશોધનનો વિભાગ ભો.જે.વિદ્યાભવનના નામે વિકસ્યો. ત્યારથી આ સંસ્થાના મ્યુઝિયમમાં આ હસ્તલિખિત સંગ્રહ સુરક્ષિત છે. હાલ આ મ્યુઝિયમમાં સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી, હિંદી, વ્રજ, મરાઠી, બંગાળી, અરબી-ફારસી જેવી ભાષાઓમાં લખાયેલી લગભગ ૧૦,000 જેટલી હસ્તપ્રતો સંગૃહીત છે. મોટા ભાગની હસ્તપ્રતો પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૮૮ For Private and Personal Use Only
SR No.535493
Book TitlePathik 2002 Vol 42 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2002
Total Pages202
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy