________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખા ગુજરાતે વાંચ્યા હશે, ત્યાંના ભૂજિયા કાઠા તેમ ખંભાળિયા નાકા વગેરેની મુલાકાત વખતે આપણા રાજ્યના રાજ્યપાલ શ્રી મેહદી નવાઝે પણ પુરાતત્ત્વરક્ષિત આ સ્મારકામાં રસ લીધા હતા. અગાઉની સૌરાષ્ટ્ર સરકારે ૧૯૫૬ના જાન્યુઆરીમાં બહાર પાડેલા જાહેરનામામાં જામનગર જિલ્લામાં પુરાતત્ત્વની દૃષ્ટિએ ૩૫ સ્થાનેને આરક્ષિત જાહેર કરવામાં આવેલાં. સૌરાષ્ટ્રનાં કુલ આવાં ૧૮૬ રક્ષિત સ્મારકા જાહેર કરાયાં છે અને ૨૭–૭–૧૯૭૨ થી મીનળવાવને પણ રાજ્યરક્ષિત સ્મારક તરીકે જાહેર કરાઈ છે. સરકાર કાર્ય શ્રીમંત કુટુ'બની આર્થિક સહાયનાં અને લેાકનગૃતિ તથા શિક્ષિત જુવાના માટે ફાળવાયેલાં નાણા યોગ્ય રીતે વપરાય એ જોવાનો સતર્કતા જ આવાં સ્મારકાને બચાવી શકરશે. જૂનાગઢ ઉપરકોટમાં આવેલી અડીકડીવાવ નેાંધણકૂવા જુમામસ્જિદ બૌદ્ધગુફા જેવાં પ્રાચીન સ્મારકાના જીર્ણોદ્વાર પાછળ સેવાભાવી સંસ્થાએ પ્રશાસન પ્રજાકીય પ્રતિનિધિઓની સયુક્ત સમિતિ દ્વારા ગુજરાત પુરાતત્ત્વ ખાતા અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના સહયોગથી પ્રથમ તબક્કાના છપ હજારના ખ`થી થવાને છે. આ સમાચાર જાણી થોડા આનદ અને માનસિક આશ્વાસન મળે ખરાં. ચોટીલાથી ૧૪ કિ. મી. દૂર આવેલા પુરાણપ્રસિદ્ધ ઝરિયા મહાદેવના મદિરમાં ગુઢ્ઢામાં આવેલ શિવલિંગ અને ઉપરથી થતા પ્રાકૃતિક સતત એવા જલ-અભિષેક પણ આવા સ્તનની રાહ જોતાં સ્મારકાનું દૃષ્ટાંત છે. રક્ષિત સ્મારકોની યાદીમાં સરકારશ્રીએ એને સવેળા સામેલ કરી દેવુ જોઈએ.
મીનળવાવમાં હનુમાનજીની પ્રતિમા : ધ્રાંગધ્રા તાલુકાની સિયાવાવ, જૂનાગઢ તાલુકાની ચોબારીવાવ, અડાલજની વાવ, દાદાહરીરની વાવ, જેઠા મૂળજીની વાવ, માતરભવાનીની વાવ, ઉત્તર ગુજરાતની પાટણની મહારાણી ઉદયમતિની વાવ વગેરેની હરાળમાં જ વીરપુરની આ ૪૨ પગથિયાંવાળા મીનળવાવ સ્થાન પામે એવી છે. ઉદ્દયમતિની વાવમાં જેમ હનુમાનજીની મૂતિ હોવાના વિરલ નમૂનેા છે તેવુ જ મીનળવાવની બાબતમાં પણ છે. ત્યાં પણ વાવમાં પ્રથમ માંડપમાં જ પ્રવેશતાં હનુમાનનુ શિલ્પ દષ્ટિગોચર થાય છે. કદાચ એમ પણ બન્યું' હોય કે રાન્ન ભીમદેવ પહેલાની પટ્ટરાણી ઉદયમતિએ મીનળદેવીના લગ્નમાં ખૂબ જ મેાખરાના ભાગ ભજવીને રાજકુટુંબની સ ંભવિત ઊથલપાથલને નામશેષ બનાવી દીધી હતી, એમના ગુણામાંથી પ્રેરણા લઈને જ ખુદ મીનળદેવીએ પણ સિદ્ધરાજ જયસિંહના શાસનમાં સ્થિરતા સ્થાપી હતી અને એ જ પરિપાટીમાં વીરપાનાથની અપેક્ષા મુજબ બાંધી આપેલી વાવમાં ઉદયમતિવાવની માફક જ હનુમાનની મૂર્તિ પ્રસ્થાપિત કરી હોય. (ચિત્ર ૩)
મીનળવાવમાં ચાર મંડપના ભારાટા પર ઝીણવટભયુ" શિલ્પ ક ંડારાયેલુ છે. વાવની સંસ્કૃતિનો વીટા ન વળી જાય એની ખાસ તકેદારી હાલને તજકે જરૂરી છે. પાણીપુરવઠા ખેડ" વાવ સંભાળી લે તાપણ મહત્ત્વની કામગીરી થઈ ગણાશે. પાણીના સ્રોતનું પણ એક અગત્યનું સાધન આ મીનળવાવ છે. પ્રવેશતાં હનુમાનના ગવાક્ષથી નીચેના ભાગ તરફ જતાં એ ચાલી વટાવ્યા બાદ સિદ્ધ રાજને સ્તનપાન કરાવતી મીનળદેવીના શિલ્પ વિશે કાઈ સ્ત્રી પોતાનાં કમખા-ચોલીથી પગથિયાં વાળી ને એની રજ (ધૂળ) એ ચેલીમાં ભરીને બહાર લાવે તા સ્તનમાંથી ધાવણ ન આવતું હોય તે ધાવણુની ધાર છૂટે છે એવી પ્રચલિત માન્યતાથી પ્રેરાઈને સેંકડો સ્ત્રીએ દર વરસે આવી માનતા કરે છે.
અન્ય મદિર, સમાધિસ્થળે વગેરે : ઉપરાંત પાલીતાણાના યુવરાજ શ્રીમાનસિંહ્રજીએ બધાવેલ ૧૦૧ વરસા જૂતુ' માનશ્વર મહાદેવનુ મંદિર પણ મીનળવાવ પાસે જ આવેલુ છે. (ચિત્ર ૪) માનસિંહજી સુરાજી ઠાકોરના ભાણેજ હતા તેથી વીરપુર રહેતા.
તદુપરાંત ગંગેશ્વર મહાદેવનું મંદિર ગામના ગોંદરે જલારામ બાપાની સમાધિ પાસે આવેલુ છે. જલારામ બાપાનાં પત્ની વીરબાઈમાની સાધુને સોંપણી, ઝાળા–ધેાકાના પરચાની વાત વગેરે જે સ્થળે
૧૪ ]
એપ્રિલ/૧૯૯૩
[ પથિક
For Private and Personal Use Only