SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરપુર એક ભાતીગળ ભોમકા છે. ચંદ્રકાંત એચ. જોશી, “અકિંચન પ્રાસ્તવિક પૃષ્ઠભૂમિ: બામણબોર-પોરબંદર ૮-બ ના રાષ્ટ્રિય ધોરી માર્ગ પર આવેલું વિરપુર ગામ ગંડળની ને ત્યે ૧૬ કિ.મી. અને જેતપુરની ઈશાને ૧૩ કિ. મી. દૂર કુલ ૮૧૯૯-૩૮ એકર જમીનના ક્ષેત્રફળમાં છેલ્લી ગણતરી મુજબ ૮૭૬૭ માણસોની વસ્તીને પિતામાં સંગ્રહીને પથરાયેલું છે. “The Bhadarkantha Directory”ને પ્રથમ ભાગમાં ખાનબહાદુર ફરામરેઝ સારાબાજી માસ્ટરની કેટલીક પ્રકીર્ણ ને તથા “Western India State Agency Civil list 1940" તેમજ “History of Kathiawar” અને “Gazetteer Bombay Presidency, Vol. V” વગેરેમાંથી મળતી વેરવિખેર માહિતી મુજબ વીરપુર રાજાશાહીમાં ચેથા વર્ગનું, પરંતુ અતિ નામના મેળવેલું રાજય અને ખરેડીની ઠકરાતનું મુખ્ય ગામ હતું, એ જામનગરનું ભાયાતી રાજ્ય હતું. વીરપુરમાં કુળના સ્થાપક તરીકે જામ વિભાજીના કુંવર જામ સતાજીના ભાઈ ભાણજી હતા એમ માનવાને પ્રસ્તુત ને પ્રેરે છે, કારણ કે વીરપુરનું રાજવીકુળ નવાનગરના કુળની શાખા છે. મુસલ માન થાણદારોના વર્ચસને તેડીને જ વીરપુરને રાજય અને રાજધાની (૧૨ ગામોની) બનાવવામાં આવ્યું હતું. કાલગણનાની દષ્ટિએ સં. ૧૮૪૧ ના આળાગાળાને સમય બતાવી શકાય. જામનગર ગંડળ જેવાં બે સમર્થ રાજ્યની સરહદી તકરારોના અવારનવારના પુનરાવર્તનને લીધે આમ કરવાની જરૂરિયાત ઊભી થઈ હોવાનું જણાય છે. પછીથી ત્રીજા વર્ગને દરજજો પ્રાપ્ત થયેલો. પરંતુ આ રાજકીય પરંપરામાંથી કઈ મહત્ત્વની ફલશ્રુતિ સાંપડી દેય તે એ આર્યસમાજી વિચારધારાની હતી, જેના પરિપાકરૂપે નિર્માયેલું મંદિર' આજે પણ વીરપુરમાં એની સાક્ષી પૂરી પાડે છે. જામ રાવળના અનુવંશજ મકાજી ત્રીજાએ વીરપુર જીતીને રાજધાની બનાવ્યા પછીની પાંચમી પેઢીએ આવેલા સુરાજી ઠાકોરે મૂર્તિપૂજાનો ત્યાગ કરીને સ્વામી દયાનંદ સરસ્વતીને આયે. સમાજને અપનાવ્યું. વેદવિદ્યાના અઠંગ અભ્યાસી ઝંડુ ભટ્ટજી સૂરાજી ઠાકોરની દવા કરવા માટે વીરપુર આવેલા એમને વ્યાપક પ્રભાવ પથરાયેલ રહે. પિતાનાં જીવનસંસ્મરણોની જીવનપંથ'ના નામે આપકથા લખનાર વિખ્યાત સાહિત્યકાર ધૂમકેતુએ (પા. ૨૭-૨૮ પર) જણાવ્યું છે કે “એક વખત લાલા લજપતરાય અને તિલક મહારાજના જમાનામાં કહેવાય છે કે અંગ્રેજ સરકારની કાળી કે વાદળી જે કાંઈ પડી એના રાજકીય ખાતામાં રખાતી હોય તેમાં નામે ચડવાનું માન આ ભાગ્યેજ ૧૮૦૦-૧૯૦૦ની વસ્તીવાળા વીરપુરને મળ્યું હતું.” આવા વીરપુરને જલારામજીનું કહીએ, ધૂમકેતુનું કહીએ કે પછી પ્રસિદ્ધ એતિહાસિક મીનળવાવવાળું ગામ કહીએ. આ સૂરાજી ઠાકોર બીજા(ભાણજી ઠાકરથી બારમી પેઢી)એ ફિલિસ નામનાં પોલિટિકલ એજન્ટની શાન ઠેકાણે લાવવા એ એજન્ટના જ બંગલામાં તલવાર ખેંચેલી અને એજન્ટ ટુ ધી ગવર્નર-જનરલે સમય પારખીને પિતાને બંગલે પાર્ટીનું આયોજન કરીને, સૂરાઇને ખાસ નિમંત્રણ આપીને ફિલિપ્સ પાસે “હવેથી કાથિઓવારના કેઈ રાજવીનું અપમાન નહિ કરુંની બાંહેધરી અપાવેલી. આજના નેતાઓની ડીનર-ડિપ્લોમસીનાં મૂળ ત્યાં સુધી જવા માગતા હશે? પથિક] એપ્રિલ ૧૯૯૩ For Private and Personal Use Only
SR No.535379
Book TitlePathik 1992 Vol 32 Ank 07
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1992
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy