________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાભાર રવીકાર
૧, ચાલો હસીએ : લેખક શ્રી. નટવરલાલ શંકરલાલ જોશી, ૧૬, અંબિકાકુંજ સોસાયટી, મણિનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૮; ક્રાઉન ૧૬ પછ પૃ. ૮ + ૧૫ર; ૧૯૯૧; કિ. રૂ. ૩૫–
શિક્ષકના વ્યવસાયમાં ગળાડૂબ રહેલા શ્રી. નટવરલાલ જોશીની કાવ્યક્ષેત્રે અને હાસ્ય કટાક્ષ ક્ષેત્ર પ્રસિદ્ધ થયેલી ૧૧ જેટલી સંગ્રહ-રચનાઓમાં આ ૧૦મી રચના છે. આ પછી ૧૧મી ‘રમૂજી વ્યક્તિએ એ શીર્ષકની રમઝ-ભરેલી રચના આ વર્ષમાં પ્રસિદ્ધ થઈ છે. પથિકના દીપોત્સવામાં એમની પુસ્તક તેમજ ખંડકાવ્યો (નાનાં નાનાં છવાયા કરે છે. રમૂજી પુસ્તક પણ છપાયાં છે. શ્રી. જોશી હાસ્યરસના પણ એક અરછા ભૂગર્ભીય લેખક છે, એ એમની હાસ્યક્ટાક્ષ ભરેલા છએક જેટલા સંગ્રહગ્રંથોથી અનુભવાય છે. “ચાલે હસીએ” આ સંગ્રહમાં ૨૫ જેટલી રચનાઓ સંગૃહીત થયેલી છે. એકેએક રચનામાં એમની રમૂજી લાક્ષણિકતા તરી આવે છે. “ઓછું જમાડવાની કળા’ શેઠ ફરવા ગયા” “અજ્ઞાત ભાષાભિમાની' હિંદુઓની વિશિષ્ટતા’ ‘મિયાંનો રમૂજી સ્વભાવ” બે પત્નીને લાભ' પીએચ.ડી.ના વિષ” “દંપતી પાસે કરાવેલી સામાસામી શિક્ષા કૌભાંડયુગ આવા આવા વિષ લઈને એમણે મર્મ હાસ્યથી લને અટ્ટહાસ્ય સુધી વાચકોને લઇ જવામાં સફળતા મેળવી છે. આ સંગ્રહને પ્રકાશન માટે ધન્યવાદ.
૨, અંતરની વાત : લે. શ્રી વિઠ્ઠલભાઈ પુ. પટેલ, પ્ર. શ્રી નટુભાઇ ઠકકર ફાઉન્ડેશન, શ્રદ્ધા, કલ્યાણબાગ, કાંકરિયા, અમદાવાદ-૩૮૦૦૨૮; ક્રાઉન ૧૬ પછ પૃ. ૮ + ૧૩૬; ૧૯૯૨;
“સંસ્કાર પરિવાર’-વડોદરાના નિયામક, અનેક સારપ્રવૃત્તિઓના આયોજક, ચિંતનશીલ વિચારક શ્રી વિઠ્ઠલભાઇ પટેલના અનેક ગંભીર વિવાથી ભરેલા ૨૮ લેખોને પાંચ પરિશિષ્ટ સાથે આ સંગ્રહગ્રંથ છે. લેખક જણાવે છે તે પ્રમાણે “સંસ્કાર” પરિવાર-પ્રવૃત્તિ પત્રિકામાં પ્રથમ શરૂઆતમાં “હદયમાં મંથન પામતા વિચારો' સહજભાવે લખવાને વેગ ઊભા થતાં પાસુન' માસિકમાં એક એક લખવામાં આવશે તેવા લેખેને આ સંગ્રહ છે. અહીં કુરબાની સેવા” “અઝાદી : આર્થિક સ્વતંત્રતા' “માનવ : સમજ ઉન્નતિ” “શુભ કાર્યોની કદર' 'દાનના પ્રકાર” “સંસ્કાર માસિકસંસ્કાર પરિવાર” “પ્રવૃત્તિમય નિવૃત્તિ” “જીવન પ્રત્યે સમાદર” “સંસ્કારની દશાબ્દી” બારમે વર્ષે અમાદર : યુવાન-વૃદ્ધો’ ‘પદરમાં વર્ષમાં પ્રવેશ' “પંદરમાં વર્ષા’ ‘સવાચન-પુસ્તકપ્રેમ’ ‘એક અને ખી પળ “તેજભર્યા વિચારોનું અનુશીલન' “મહેક' “ક્ષતિવાળ શિક્ષણ” “પુસ્તકાલયની અગત્ય આપણી અને બીજાની દૃષ્ટિ’ ‘સમર્પિત માનવીઓ” “
કય–નિષ્ઠાને મધુર આનંદ' ‘સૌજન્ય સંસ્કારની વાન આગવી' ‘ઘૂંટાયેલા વિચાર” “માનવી વિષે માનવીની વાત” “સાચા સુખની વાત” અને “જીવન બેન્ક એકાઉ-ટ’ એ લેખ સંગ્રહાયા છે. આ લેખમાં એક અનુભવી સમાજસેવકનાં લોકસંપર્કમાંથી તારવેલાં નારણ જોવા મળે છે. નિખાલસ હદયના એક નટસ્થ દર્શકને આ વિચાર હોઈ સમાજને ઉપયોગી બને તેવા છે. પાંચ પરિશિષ્ટોમાં અંતરને અજવાળે' વનમાં (એકાવનમાં વર્ષમાં) પ્રવેશતાં” “મનસુખ સ્વામી મે લીધેલી શ્રી વિઠ્ઠલભાઈની મુલાકાતને અહેવાલ “શ્રી વિઠ્ઠલભાઈન જીવનના મહત્વના પ્રસંગોને ખ્યાલ (પ્રશ્નોત્તરીના રૂપમાં અને શ્રી હરભાઈ ત્રિવેદીના અવસાને શ્રી. વિઠ્ઠલભાઈએ આપેલી “અંજલિ” આ પાંચ લેખ છે. પુસ્તકના છેલા ૪ થા મુખપૃષ્ઠ ઉ૫રની એમની “અંતિમ ઈચ્છા’ પણ બાનમાં લેવા જેવી છે, “ચક્ષુદાનને સંક૯૫” અને અવસાન પછી કોઇ પણ માન-પાન-ગુણગાન વગેરે ન થાય એવી ભાવના. ધન્યવાદ.
પૂડી ? ઉપર ચાલુ)
For Private and Personal Use Only