SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વઢવાણુ પ્રજા પરિષદની લડત છે. મહેબૂબ દેસાઈ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌરાષ્ટ્રના વઢવાણ રાજયને ફાળે નોંધપાત્ર હતો. વઢવાણે સૌરાષ્ટ્રને અને એખરાના વાત -સૈનિકે આપ્યા હતા. વઢવાણના સ્વાતંત્રય-નિક શ્રી. કુલચંદભાઈ કરતૂરચંદ શાહ (૧૮૯૫ થી ૧૯૪૧) અને વામી શિવાનંદજી(૧૮૯ થી ૧૯૫૧)એ સૌરાષ્ટ્રની અનેક પ્રજાકીય લડતમાં સક્રિય ભાગ લેવા ઉપરાંત સૌરાષ્ટ્રના જુવાનને સત્યાગ્રહમાં ભાગ લેવા પ્રેરણા પણ પૂરી પાડી હતી. વઢવાણુને શ્રી. ચિમનભાઈ ઉષ્ણત (૧૮૯૭ થી ૧૯૪૦) પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના સત્યાગ્રહમાં સક્રિય રહ્યા હતા. વહાણુના રાષ્ટ્રપ્રેમી શ્રી. મેતીભાઈ દરજીને તે ગાંધીજીએ પિતાની જામકથામાં બિરદાવ્યા છે.' - રાષ્ટ્રને આવા સંનિષ્ઠ રોનિકે આપનાર વઢવાણ રાજ્યના શાસકે સૌરાષ્ટ્રના મોટા ભાગના દેશી રાજાએ જેવા જ અપ્રજાકીય પુરવાર થયા હતા. વઢવાણુના ઠાકોર જશવંતસિંહજી છ વર્ષ શાસન ક ૨૨-૨-૧૯૧૮ ના રોજ અવસાન પામ્યા. એમના પુત્ર ઠાકોર જોરાવરસિંહજી સગીર હતા. એ પુખ્ત થતાં ૧૬-૨-૧૯૨૦ ને રાજ એમણે રાજ્યકારભાર સંભાળ્યું. “કાઠિયાવાડ રાજકીય પરિષદનું બીજ' અધિવેશન વઢવાણ ઝંખમ એમના શાસનકાલ દરમ્યાન જ થયું હતું. ૧૯૨૨ ના નવેમ્બરની ૧, ૧૨ અને ૧૩ તારીખે થયેલ આ અધિવેશનના પ્રમુખ ગાંધીજીના સાથી અને ગુજરાતના બુઝર્ગ દેવાભા અબાસ તૈયબજી હતા.૪ જોરાવરસિંહજીએ ૧૯૨ ૦ થી ૧૯૩૪ સુધી શાસન કર્યું”.૫ એમના વારસદાર સુરેદ્રસિંહજી ૧૯૩૪ થી ૧૯૪ ૨ સુધી સગીર હતા, આથી એમની સગીર અવસ્થા દરમ્યાન ત્રણ સભ્યોની બનેલી રિજન્સી કાઉન્સિલે રાજયને વહીવટ સંભાળ્યું હતું. એમના સમયમાં “વઢવાણ કેમનું નામ બદલી સુરેદ્રનગર' રાખવામાં આવ્યું હતું. સુર સંહજી પુખ્ત થતાં તા ૮-૧-૧૯૪૨ ના રોજ એમણે રાજય-કારભાર સંભાળ્યું.' આમ સૌરાષ્ટ્રના અન્ય શારાં જેવું જ અપ્રજાકીય માનસ ધરાવતા વઢવાણના શાસો સામે વઢવાણના સૈનિકોએ વિવિધ પ્રજાકીય પ્રવૃત્તિઓ દ્વારા વહાણને ધમધમતું રાખ્યું હતું. એ સમયે સૌરાષ્ટ્રમાં પ્રજાઘડતરમાં કિંમતી ફાળો આપનારી ત્રણ રાષ્ટ્રીય શાળાઓ અસ્તિત્વમાં હતી, જેમાં વઢવાણ રાષ્ટ્રિય શાળા, ભાવનગર દક્ષિણામૂર્તિ ભવન અને રાજકોટ રાષ્ટ્રિય શાળાનો સમાવેશ થતો હતે. વઢવાણમાં રાષ્ટ્રિય શાળા ઉપરાંત રવજયે-આશ્રમની સ્થાપના પણ બી. ફૂલચ દભાઈ શાહના પ્રયાસોથી થઈ હતી. વઢવાણના શાસક શ્રી. રાવરસિંહજની શાસનતંત્ર પ્રત્યેની સંપૂર્ણ નિક્રિયતાને કારણે રાજ્યતંત્રની સંપૂર્ણ લગામ દીવાન શ્રી. ભીમજીભાઈ હાથમાં હતી, આથી વઢવાણમાં ચાલતી વિવિધ રાષ્ટ્રિય પ્રવૃત્તિઓ માં એક યા બીજા સ્વરૂપે અડચણ ઊભી કરવામાં એમને ફાળો વિશેષ હતે. પ્રજા રાજ્યના દીવાન શ્રી. ભીમાભાઈ તંત્રથી “સાહિ મામ્' પોકારી ગઈ હતી. અંતે પ્રજાસેવકોએ વઢવાણના નીંભર વહીવટીત ને જગાડવા સૌરાષ્ટ્રનાં અખબારોમાં લેખ લખવા માંડયા. રાણપરથી પ્રસિદ્ધ થતા, શ્રી. અમૃતલાલ શેઠના, સૌરાષ્ટ્ર'-સાદિકમાં વઢવાણ રાજ્યની જુમશાહીને વ્યક્ત કરતા જલદ લખાણ પ્રસિદ્ધ થવા લાગ્યાં. એક અન્ય અખબાર “સૌરાષ્ટ્ર મિત્રે પણ વિશ્વાણ રાજ્યના તત્રની જૂન/૧૯૯૨ For Private and Personal Use Only
SR No.535369
Book TitlePathik 1991 Vol 31 Ank 09
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy