________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર રાવ જસ ડુંગરા બ્રદ પિતાં સત્ર હો;
સમરે મરણ સુધારો, ચહું એકાં ચહુઆણુ.” સુરતાસિંહને ઘાયલ સૈનિક ચારણ હેવાની ખાતરી થતાં ત્યાંથી ઉપડાવી, પિતાની સાથે સિરોહી લાવી યોગ્ય સારવાર કરાવતાં ટૂંક સમયમાં એ સાજા થઈ ગયા. પિતાને જીવનદાન આપનારને ત્યાં જ પછીથી કવિ રહ્યા. સુરતાસિંહજીએ એમને જાગીર પણ આપી.
અરવલલીની પહાડીઓમાં બેહોલ બની કુટુંબ સાથે ભટકતા પ્રતાપે અંતે અકબરની સાથે સમાધાન કરી લેવાને કડવો નિર્ણય કર્યાના સમાચાર દુરસાજીને મળતાં એઓ પ્રતાપની પાસે દોડી ગયા ને પ્રતાપની ક્ષણિક નિર્બળતાને પોતાની શૌર્યભરી એવી વાણીથી ખંખેરી નખાવી પુનઃ
જાગ કર્યાનો એક દંતકથા પણ મળે છે, જે સર્વથા અનુચિત છે. હા, તત્કાલીન સમયે હિંદુ રાષ્ટ્રની અવગતિ થતી જોઈ એને કવિજીવ ઊકળી ઊઠતો ને આના સમર્થામાં રાજસ્થાનમાં જનજાગૃતિ લાવવા એમણે પ્રયત્ન શરૂ કરેલ. સંભવ છે કે એમને આ અભિયાન દરમ્યાન કોઈએ. ઉપરને પ્રસંગ ઉપજાવી કાઢયો હોય !
" કવિનું અંગત જીવન જોઇએ તો એમને બે -ત્નીઓ અને ચાર પુત્ર ભારમલ, જગમાલ, સાદૂલ અને કિસન હેગનું મનાય છે. બીજી પત્ની પર તેને વિશેષ પ્રેમ હતો. એમ કહેવાય છે કે સંપત્તિ બાબતે મોટા પુત્ર જગમાલ સાથે વિખવાદ થતાં કવિ બધું છોડી, નાના પુત્ર કિસનની પાસે આવી અંતિમ સમય (અથત મૃત્યુ ઈ.સ. ૧૬૫૫) પર્વત રહેલ. | દાસાનું આયુ જેટલું દીધું હતું તેના પ્રમાણમાં એમનું સર્જન એટલું વિપુલ નથી. એમની જે રચનાઓ હોવાનું નોંધવામાં આવે છે તેમાં ‘વિરુદ છિત્તી' કિરતાર બાવની' અને શ્રી કુમાર અજાજીની ભૂચર મેરીની ગજગત” ઉપરાંત પ્રકીર્ણ રચનાઓ મળે છે. આમાંથી વિ. છિ' સિવાયની બે રચનાઓ સંદેહાત્મક છે, તે ‘વિરુદ છિત્તરી’ પણ કવિની રચના ન હોવાની દલીલે કરાય છે. ટૂંકમાં નધિીએ : ' (૧) આગળ કહ્યું તેમ કવિ જેના આશ્રિત હતા તે અકબરના જાગીરદાર આશ્રિત હતા. હવે જેના આશ્રિત હોય તેના સ્વામી વિશે કોઈ અઘટિત કે અભદ્ર વાણી બોલે એ કેવી રીતે સંભવે ! “વિ.હિ.'માં કવિએ અકબર માટે અધમ “લાલચી' “મચ્છ અમા” “કુટિલ' હિયાટ’ (જુઓ વિરહ છિહારી' ૧-૩-૪-૮-૭૧) ઈત્યાદિ. હા, “વિ. છિ.'ની વાણી શૌર્યરસને ઉત્તેજક શાજી અવશ્ય છે !
(૨) “વિ..િના નીચેના દેહામાં કવિ અકબર–પ્રતાપ વચ્ચે દેબારી દરવાજે યુદ્ધ થયાને ઉલ્લેખ કરે છે:
દેવારી સુરદ્વાર અડિયો અરિ અસુર,
લડિયે ભડ લલકાર, પિલાં ખેલ, પ્રતાપસી.” ' હવે હકીકત એ છે કે અકબર કે એની સેના સાથે પ્રતાપનું બારી દરવાજે કયારેય યુદ્ધ થયું જ નથી. ઉક્ત દોઢામાં “પિલ' શબ્દ ઉદયપુરના દરવાજાઓ દર્શાવે છે, પરંતુ ત્યારે અર્થાત પ્રતાપના સમયે એ દરવાજાઓનું હજુ અસ્તિત્વ જ નહોતું ! કેમકે ઉદયપુરના કોટ ને દરવાજા પ્રતાપના પૌત્ર કર્ણ સિંહ (વિ. સં. ૧૬ ૧૬-૮૬) શરૂ કરાવેલ ને મહારાણા સંગ્રામસિંહ બીજા (સં. ૧૭૬૭૧૮૬) દરમ્યાન પૂર્ણ થયેલ, આથી ડે. મોતીલાલ એનારિયા જેવા વિદ્વાન આ કૃતિને સં. ૧૮૦૮
અનુ. પા. ૧૬ નીચે જન૧૯૯૨
પથિક
For Private and Personal Use Only