________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાપાવાળો પાળિ (એક દટાયેલો પ્રસંગ)
શ્રી વીરભદ્રસિંહ સોલંકી
સં. ૧૭૭૨ (ઈ. સ. ૧૭૧૬)ની આ વાત છે. મેડી કાંટડી(તા. ગોધરા, જિ. પંચમહાલ)ના રાવળજી જેરોજના એકના એક દીકરા ભાઈજીનાં લગ્ન લેવાયાં હતાં. આખું ગામ, પિતાના પનોતા પુત્ર કે જેને હજી મૂછને દોરે હમણાં જ ફૂટ્યો હતો, તેના લગ્નમાં જુવાનેથી માંડીને વૃદ્ધો થનગની રહ્યા હતા, કારણ કે જાન બીજે ક્યાંય નહિ, ડાકોર પાસેના ઉમરેઠ(તા. આણંદ, જિ. ખેડા)ના ગોહીલ ઉમેચ્છના ઘેર જવાની હતી. મેટી કાંટડીથી ઉમેરઠનું અંતર ૩૫ થી ૪૦ કિ. મી. હતું.
કાંટડીના ઉત્સાહી નવલહિયા જુવાનેએ પિતાના બળદોને આખું વર્ષ ઘી પિવડાવી આવા દિવસ માટે અલમસ્ત બનાવી રાખ્યા હતા. અને ગાડાંઓમાં નીકળવાની હતી. દરેકે પિતપોતાનાં ગાડાંની ખામીઓ તપાસી સમરાવી દીધી હતી. ગાડાને શણગારી દીધાં હતાં. રસ્તામાં હેડ બકાવાની હતી, કેણ પહેલું ઉમરેઠ પહોંચે એની.
ત્યારે કેટશાકે પિતાના પાણીદાર ઘોડા તૈયાર કરી દીધા હતા. ઉમેરેઠમાં રાવળજીઓની આબરૂ કોઈ પણ રીતે ન જાય એ જોવા સૌ પોતપોતાની રીતે તૈયાર થતા હતા. જુવાનો અને પ્રૌઢ મૂછ પર હાથ દેતા કહેતા કે અમે તે કેસરિયા રાવળજી છીએ.
(આ કેસરિયા–એટલે એવું કહેવાય છે કે સભામાં રાવળજી(સવંકીએ)ને માથે કેસર ચડાવવામાં આવતું. આ કેસર ખરીદવાનો ખર્ચ અને એ વખત થતા કસુંબાપાણીનો ખર્ચ સસરા તરફથી આપવામાં આવતા. આ માટે રોકડા રૂપિયામાં ચુકવણું સભામાં થતી. કાલક્રમે લગ્ન સમયે જે આ રોકડ રકમ ચૂકવવામાં આવતી તે કેસર'ના નામથી ઓળખાવા લાગી. એવું જાણવા મળે છે કે રાજપૂતમાં ફક્ત રાવળજી સોલંકીમાં જ આ પ્રથાની શરૂઆત થઈ. વર્ષો બાદ બીજા કુળના રાજપૂતામાં “કેસર' એટલે કે લગ્ન સમયે રોકડ રકમ લેવાને રિવાજ દાખલ થયો. દિવસે દિવસે જે વરપક્ષ વધુ રકમ દીકરાના પિતા પાસે વસૂલ કરતો તે સમાજમાં મોટે દેખાવા લાગ્યો. આમ શરૂઆતમાં નજીવી રકમ આપવાની શુભ ઈરાદાવાળી પ્રથા આગળ જતાં દીકરીના પિતા માટે મુશ્કેલીના પહાડરૂપ બની ગઈ.)
આમ ગાડાંઓ અને ઘડાઓ ઉપર જાન મહી નદી ઓળંગી ઉમરેઠ પહોંચી, રસ્તામાં એમના જ ભાઈઓ સેજિત્રા ગાદીના વારસદારો એવા રાવળજીનાં ગામો આવ્યાં ત્યાં ઠેર ઠેર “જય રઘુનાથ” કરી કસુંબા પાણીથી સ્વાગત થયું. ઉમરેઠમાં જાનનું સ્વાગત એક મોટા ઉત્સવની જેમ થયું. જાનેવાઓની સરભરામાં કોઈ ખામી રહી ન જાય એવી વ્યવસ્થા ઉમેદજી ગોહીલ તરફથી થઈ હતી.
ચેડા દિવસ પછી વરરાજા બાજીને પરણાવી, નવવધૂ પ્રતાબખાને લઈ જન કાંટડી પાછી આવી.
સ્ત્રીઓ અને બાળકે “જાન આવી ગઈ', “જાન આવી ગઈ કરી ખુશ થવા લાગ્યાં. બાળકે નવવધૂને જોવા માટે પડાપડી કરવા લાગ્યાં. વગ વરવહુને પખવાની તૈયારીમાં પડયો ત્યારે જાનમાંથી આવેલા પુરુષો થાક ઉતારવા, નાહવા-ધોવા માટે પિતાપિતાના ઘર તરફ વળ્યા. ગામની એ/૧૯૯૩
[પથિક
For Private and Personal Use Only