SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પારડી તાલુકાના આદિવાસીઓનાં દેવ-દેવીએ ૨. ડુમલાવ ૩. ભાલદા ૪. રૅહિણા પ. પરિયા Acharya Shri Kailassagarsuri Gyanmandir ડા. જી.જે. દેસાઈ અને પ્રેા ખી. એન, દેશી [આ અભ્યાસમાં પારડી તાલુકામાં વસતા આદિવાસીઓનાં દેવ-દેવીએ વિશે જ માહિતી એકત્ર કરવામાં આવી છે, તેયા એ સમાજની ઉત્પત્તિ, એમના પૂર્વજોના ઈતિહાસ, આર્થિક સામાજિક અને રાજકીય બાબતો વિશે ખાસ માહિતી આપવામાં આવી નથી. આદિવાસીઓ પૈકી જેએ દોડિયા જાતિના છે તેનાં ૧૪૪ કુળ માનવામાં આવે છે.. આ લેખની સામગ્રી માટે આદિવાસી વસ્તીવાળાં નાનાં મેટાં ૧૬ ગામોની મુલાકાત લેવામાં માવી હતી તેમજ એ સમાજનાં આગેવાન સ્ત્રી--પુરુષો પાસેથી એમાં દેવ-દેવીઓ વિશે માહિતી મેળવવામાં આવી હતી. પારડી તાલુકાનાં ૮૧ ગામો પૈકી જે ગામાની મુલાકાત લેવામાં આવી તેઓનાં નામ નીચે પ્રમાણે છે : ૧. પરમાસા ૬. તરમાલિયા ૭. મળી ૮, ખેરલાવ ૯. શબડી: ૧૦. વાઘછીપા ૧૧. પારડી ૧૨. નાની તબાડી ૧૩. ક્રિકરલા ૧૪. શીય ૧૫. ગવાય ૧૬. સુખેશ ધોડિયા જાતિ : આ આદિવાસી પાતાની ઉત્પત્તિ વિશે કેટલીક પ્રચલિત લોકથા વ વે છે તે મુજબ પોતાની જાતિને એ ૧૫૦૦ થી ૨૦૦૦ વર્ષ પ્રાચીન માને છે અને રાજપૂત ગરાસિયા વ`શાંથી એમના પૂર્વજો ઊતરી આવ્યા હતા એવી માન્યતા ધરાવે છે, મહારાષ્ટ્રના ધૂળિયા જિલાના જંગલ—વિસ્તારમાં પોતાના પૂર્વજોએ સૌ-પ્રથમ વસાહત સ્થાપી હાવાથી એ ાંડયા' કે ધાડિયા’ કહેવાયા એવા મત પણ પ્રચલિત છે.૭ ધાડિયા સમાજમાં રૂાઇ પેટા જાતિ નથી, પરંતુ જીવં જુદાં કુળા છે. એક જ કુળમાં લગ્ન કરવાનો નિષેધ માનવામાં આવે છે. આ કુળાનાં નામે પથી જાણવા મળે છે કે આ લાકા પોતાની જાતિમાં પણ ઉચ્ચ-નીચ એવા વ`ભેદ પાડે છે. સ્થળતપાસ દરમ્યાન જણાયુ` છે કે આ સમાજમાં જે દેવ-દેવીઓની. પૂજા થાય છે તે બધાં દેવ-દેવીઓનાં સ્થાનો કાઈ. મદિરમાં જ હોય એવુ` નથી, સામાન્ય રીતે ગામના પાદરે લીમડા પીપળા વા મહુડો આમલી સીસમ ૩ સાભળાના વૃક્ષ નીચે સ્થાનક હેાય છે. આ દેવ-દેવીઓની મૂત" કે આકાર પણ સ્થાનિક રહેનારા કુંભાર કે સુથારે માટી કે લાકડામાંથી બનાવેલ મનુષ્યના જેવી મુખાકૃતિ હોય છે અથવા માટીના ઘડા પર નાના નાના ગંગળીથી ખાડા પાડેલા હોય કે લાળમાં આંખના આાર પાડેલા હોય છે. ધણી જગ્યાએ માત્ર કુરતી અણુવડ પથ્થર કે લાકડાના ટુકડા પર સીંદૂર લગાડી પૂજા માટે મૂર્તિ ઊભી કરી દેવામાં આવે છે. દીવા પૂજાનુ મુખ્ય સાધન છે. નૈવેદ્ય કે ભાગમાં પાડી બકરાં યા ભરધાનું માસ અને દારૂ દ્વાય છે. આ પ્રજા માટે ભાગે દરેક દેવ-દેશીને અષશ્રહાથી જ માનતી હાય છે. દરેક દેવ-દેવીમાં અગમ્ય શક્તિ છે : એનામાં ભરખી જવાની, કદરૂપા કરી દેવાની, . ખીમાર પાડી દેવાની, ધારેલલ કાર્યમાં બાધારૂપ બનવાની, બાળકો ન થવા દેવાની, ખળીમા ભેગું કરેલું અનાજ લઈ જવાની અને ખેતીમાં પાક નાશ કરવાતી વગેરે શક્તિ રહેલી હોવાનું મનાય છે, તેથી એવાં દેવ-દેવીઓની ખીક આદિવાસીએમાં ઘર કરી ગયેલી હોય છે. મા પ્રકારનાં ડર અને શિક જાન્યુઆરી ૧૯૯૧ ' For Private and Personal Use Only
SR No.535364
Book TitlePathik 1991 Vol 31 Ank 04
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy