SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વહેરાઓને ઈતિહાસના એક હસ્તપ્રત] . એમજી. કરેલી શ્રી એ. એ. એ ફેકી જેવા પ્રખર વિદ્વાને મુંબઈની સેન્ટ્રલ લાઈબ્રેરીની અરબી-ફારસી હસ્તપ્રતોનું એક કેટલોગ તૈયાર કર્યું છે તેમાં અરબી હસ્તપ્રતોમાં “રસાલતુદ-જુમgઝ ઝાહિરહ લિ ફિતે બહતિલ બાહિરહમેને ઉલેખ કર્યો છે, અર્થાત “પ્રજવલિત વહે પંથના લેકને ઉજજવળ અહેવાલ.” આ હસ્તપ્રત અરબીમાં છે; વચ્ચે ક્યાંક ક્યાંક એને ફારસી અનુવાદ છે, કવાંક નથી. એના લહિયાનું નામ મુનશી હાજી સલાહુદ્દીન અરાઈ છે. એના કર્તાનું નામ મળતું નથી, પણ હસ્તપ્રતમ એ પિતાને વહેરા કેમના એક સભ્ય તરીકે ઓળખાવે છે. તદુપરાંત કર્તાના પિતાને કાલમાં જે વહેરાઓના બુઝર્ગ ધર્મગુર હતા તેમનું નામ મેલાના ઝનુદ્દીન હતું અને લેખક એમના નામ પછી “ખુદા એમને દીર્ધાયુષ અપે” એમ લખે છે. આ હસ્તપ્રતની રચનાને સમય, જે ક્યાંય ઉલિખિત નથી, તે ઉપર્યુક્ત વિગત ઉપરથી નક્કી થઈ શકે છે. આ હસ્તપ્રત “મિરાતે સિકંદરી” નામની ફારસી હસ્તપ્રત સાથે બંધાયેલ છે. “મિરાતે સિક દરી” અને વહોરાઓના આ ઈતિહાસને લહિયે એક જ છે. લહિયા હાજી સાહદ્દીન અરાઈ લખે છે કે બસ સાહેબના આદેશથી મેં લિ. સ. ૧૨૬૪-ઈ. સ. ૧૮૪૯ માં અમદાવાના કાજી સાહેબ, કાજી હુસેન વદ હાજી મહમદ સાલેહ સાહેબના મકાનમાં બેસીને “મિરાતે સિકંદરી'ની આ હસ્તપ્રતની સંપૂર્ણ નકલ કરી. હિ. સ. ૧૨૪૫, સફર મહિનાની સાતમી તારીખે લહિયાએ આ હસ્તપ્રત પૂરી કરી.” એટલે એક જ વર્ષમાં એણે આ બંને હસ્તપ્રતની નકલ કરી. આ ઉપરથી એમ કહી શકાય કે મજકુર લહિયાએ મજકુર ઈતિહાસની એ જ વર્ષે અમદાવાદમાં જ નકલ કરી દેવી જોઈએઅરબી ઇબારતની નકલ કરવામાં લહિયાએ જોઈએ તેટલી એકસાઈ રાખી નથી. આજે બોડરા”નું બહુવચન “બવાહિર” કરવામાં આવે છે. આ હસ્તપ્રતમાં એનું બહુવન બહરહ કરવામાં આવ્યું છે. અરબી ભાષામાં બહુવચન બંને રીતે શકય છે, પણ હાલ બાહિર” વધારે પ્રચલિત છે. આ હસ્તપ્રતને જરૂરી ફકરાઓનું ગુજરાતી ભાષાંતર નીચે પ્રમાણે છે : સત્યના પંથે ચાલતા, હિંદમાં વસતા વહે નામે ઓળખાતા લેકિને આ અહેવાલ છે, એ લે કે કેવા છે, એમનું મૂળ કર્યા છે અને એમને આ અનુપમ લહાવ-એટલે કે ઈસ્લામ ધર્મ-કરી રીતે મળે એને આમાં ઘોડે અહેવાલ છે. હું પોતે પણ એ પૈકી એક છું. આ પંથના લકે બાઇ અને આંતર દષ્ટિએ સત્યના સીધે પંથે ચાલનારા હોય છે. હંમેશ નમાઝ પઢ છે, રાજા રાખે છે. ઈબાદત કરે છે, (કિતાબ (કુરાન) અને સુન્નત પ્રમાણે વર્તે છે, આ બંનેના નિયમોનું કદી ઉલંધન કરતા નથી અને એને ઈ પણ અંશ જતો કરતા નથી. “એ માં એક “હાદી’ એટલે કે ધર્મગુરુ હોય છે, જે એમને હંમેશ સત્કાર્યો કરવા પ્રેરે છે. અને અસત્ય તથા પાપથી રોકે છે. વહેરાઓ એમના આદેશ અને નિષેધને ચુસ્તપણે વશ થાય છે, કદી એમને અનાદર કરતા નથી, જાણે કે “હાદી' સાહેબનું એમના ઉપર એક પ્રકારનું રાજ્ય ચાલે છે. એમની એક આચાર-સંહિતા છે, એક પરંપરા છે, વહેરાઓ એને અનુસરે છે. "જ્યારે એક હાદીનું અવસાન થાય છે ત્યારે તરત બીજા “હાદી' સાહેબ નિમાય છે. જે સજજતા અને ગ્યતા ધરાવતા હોય તે હદી સ્વર્ગસ્થના સંતાનમાંથી નિમાય છે અને જે એમના જાન્યુઆરી ૧૯૯૧ For Private and Personal Use Only
SR No.535364
Book TitlePathik 1991 Vol 31 Ank 04
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy