________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાષ્ટ્રને સ્વાતંત્ર્યસંગ્રામ અને મહેસાણા જિલ્લા ઊંઝા કાવતરા-કેસના સંદર્ભમાં એક વિશેષ અભ્યાસ
શ્રો. દાઉસિંહ શિવસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતમાં અવેલે મહેસાણા જિલે એ પ્રથમ વડોદરા રાજને એક ભાગ હતા. એ વખતે એ મહેસાણા પ્રાંત' તરીકે ઓળખાતું હતું. ગાયકવાડી રાજ્યમાં શાંતિ હતી, પરંતુ પાસે જ આવેલા બ્રિટિશ પ્રદેશમાં જયાં જયાં સત્યાગ્રહ થતા ત્યાં ત્યાં મહેસાણા જિલ્લાને સ્વાતંત્ર્ય-સૈનિકે પહોંચી જતા અને ત્યાં સત્યાગ્રહી બની લડતમાં ટેકો આપતા
મહેસાણા જિલ્લાની પ્રજાએ ફક્ત ૧૯૪૨ ની લડતમાં જ ભાગ લીધો ન હતો, જા જિલ્લાની પ્રજાએ ૧૮૫૭ અને ૧૯૩૦ની ચળવળમાં પણ ભાગ લીધો હતો. ૧૮૫૮ થી જ આ જિલ્લાના ખેરાળુ વડનગર અને વિજાપુર લડતનાં કેન્દ્ર બન્યાં હતાં અને જિલ્લાના પ્રથમ શહીદે પણ એ વખતે થયા હતા. ૧૯૩૦ ની લતમાં પણ આ જિલ્લાના જુવાને એ ભાગ લીધે હતે. આ જિલ્લાના એ વીરમગામમીઠાના કાયદાના ભંગના કાર્યક્રમમાં ભાગ લીધે હતો. ખાસ કરીને કડીના માણસે એમાં હતા. ૧૯૪ર ને 'હિંદ છોડો' લડતમાં પણ જિલ્લાના જુવાનોએ ભાગ લીધો હતો. ૧૯૪૨ માં, ખાસ કરીને, મહેસાણા જિલ્લાના કલ કડી ખેરાળુ ચાણસ્મા પાટણ મહેસાણા વિસનગર વિનપુર સિદ્ધપુર વગેરે તાલુકાઓને મહત્તવને ફાળે હતે.
મહેસાણા જિલ્લે ગાયકવાડી રાજ્યને ભાગ લેવાથી અંગ્રેજો સામે સીધી લડતનું કોઈ કારણ ન હતું, છતાં ગુજરાત અને ભારતવર્ષના બીજા ભાગમાં જયારે આઝાદીની લડતે જોર પકડયું
ત્યારે સહજ રીતે જ એના પડઘા ગાયકવાડી પ્રજમાં પડયા. પડેશી પ્રજાનાં વિચાર અને આંદોલન | મહેસાણા જિલ્લામાં પહેલાં અને પડોશી પ્રજાને સાથ આપવા અહીં પણ અંગ્રેજો સામે લડત શરૂ થઈ.
૧૯૪ર ની લડતે દેશના બધા વિસ્તારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એમાં મહેસાણા જિલ્લાનું પ્રદાન ઓછું નથી. મહેસાણા જિલ્લાના યુવક્રિએ આ લડતનું સંચાલન વડેદરો શહેરમાં મહેસાણા જિલા મિત્રમંડળ” દ્વારા કર્યું હતું. આ મંડળ પાછળથી “આર્ય સંગઠન પ્રગતિ મંડળ'ના નામે એળખાયું. આ મંડળના સભ્યો કર્મયોગના પ્રચારના બહાને રાષ્ટ્રિય પ્રવૃત્તિઓ કરતા હતા. આ મંડળના સભ્યોમાંથી કેટલાકે ભાંગડિયા પ્રવૃત્તિને પણ આશરો લીધે હ. - મહેસાણા જિલ્લાના કેટલાક જવાને વડોદરામાં સરકારી નોકરી કરતા હતા તેઓએ વિચાર્યું કે આ લડત માટે ખડતલ જુવાને તૈયાર કરવા કાઈ યોજના બનાવવી જોઈએ. એમણે આ પ્રવૃત્તિ માટે એક મંડળ રચવાને નિર્ણય કર્યો અને “મહેસાણા જિલ્લા મિત્રમંડળની સ્થાપના કરી.
મહેસાણા જિલ્લા મિત્રમંડળ’ ખમીરવંતા જુવાને તૈયાર કરવા વડોદરાના નાગરવાડા માં આદર્શ છાત્રાલય શરૂ કર્યું હતું. છાત્રાલયમાં રહેનાર દરેક યુકે સ્વાશ્રયી જીવન જીવવાનું હતું. જાતે રાંધવું, અનાજ સાફ કરવું, વાસણ સાફ કરવાં, વગેરે પ્રવૃત્ત જતિ કરવાની રહેતી. ખોરાકમાં દાળ ખીચડી અને બાજરીના રોટલા તેમજ ઘીના બદલે તલ ખાવાનું રહેતું. આ જવાને કમાટીબાગમાં દરરોજ કસરતની તેમ લાઠી વગેરેની તાલીમ આપવાની છાત્રાલય તરફથી વ્યવસ્થા કરવામાં આવતી હતી. વક્તૃત્વસ્પર્ધાઓનું આયોજન કરીને એમને ભાષણ કરવાની તાલીમ પણ અપાતી હતી. આવી આકરી જીવન*ગુજરાત ઇતિસાસ-પરિઝાના કલકત્તા-અધિવેશનમાં વંચાયેલે નિબ૬ તા. ૨૬-૧૧-૮૮ પશ્ચિા
જુલાઈ/૧૯૯૦
For Private and Personal Use Only