SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છનું પત્રકારત્વ* શ્રી. સંજય પી. ઠાકર કચછના તેજસ્વી અને ગૌરવપૂર્ણ પત્રકારત્વની ગઈકાલ અને આજની રસપ્રદઅભ્યાસ પૂર્ણ માહિતી આજની સત્તાઓ પૈકી અખબારી આલમને, પત્રકારત્વ-ક્ષેત્રને ચોથી જાગીર (ફર્થ એસ્ટેટ) તરીકે ઓળખવામાં આવે છે. આ પરથી જ કહી શકીએ કે વર્તમાનપત્રના વિશ્વના સ્વતંત્રતા શક્તિ સેવા અને સમર્થતાનાં મૂળ કેટલાં ઊંડાં અને મહત્વનાં છે ! પરંતુ એય એટલું જ સાચું છે કે આજના ઝડપી અને આધુનિક યુગમાં અને એમાંયે ગળાકાપ સ્પર્ધા વચ્ચે સફળતાપૂર્વક અખબાર ચલાવવું સહેલું નથી. મેંઘી છપાઈ અને ન્યૂઝ પ્રિન્ટની ઊંચી કિંમત નાના અખબારનું તે ગળું જ ઘૂંટી દેવા પૂરતાં છે. વર્તમાન કેપ્યુટર-યુગમાં એક પછી એક નવા અને વિસ્મયકારક પરિમાણો એવાં તે ઘૂસતાં આવે છે કે ક્યારેક એમ થાય કે અખબારનું ગળું ઢંપાઈ જશે. દુનિયામાં ઈલેકરોનિક અખબારને પગપેસારો થાય છે. વીડિયે મેગેઝિન [‘લહેરે યાદ છે ને?) આપણા ઘરમાં પ્રવેશી ચુક્યા છે. ટેલિવિઝને છાપાંઓને વાસી બનાવ્યાં છે, અંધજન માટે બોલતાં છાપાં ઉપરાંત તાજેતરમાં એ વાંચી શકે તેવી ટેલિટેક્સ રીના રૉયલ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ બ્લાઈન્ડ્રુઝે વિકસાવી છે. અદ્યતન યંત્રસામગ્રી પર અને આકર્ષક કાગળ પર અનેકરંગી છપાઈ થાય છે, સંદેશાવ્યવહારનાં સાધને અડધું કામ બેઠે બેઠે કરી આપે છે ત્યારે..ત્યારે અખબારી આલમ અને એમાંયે ખાસ કરીને કચ્છની અખબારી આલમ જરીપુરાણી-આઉટ ઓફ ડેઈટ-જરૂર લાગે, પણ એના ભૂતકાળ અને વર્તમાનકાળ ઉજજવળ અને ગૌરવપ્રદ છે. કચ્છમાં અત્યારે જે અખબારો પ્રગટ થાય છે તે કચ્છના પછાત વિસ્તાર અને ઓછી વસ્તી(૧૦.૫૦ લાખ)ને જોતાં બરાબર છે એમ લાગ્યા વિના ન રહે. ફલશ્કેપ પાના જેટલા કદનાં “ફરફરિયા' કહેવાતાં કચ્છના લધુ અખબારોને રોમાંચક અને તેજસ્વી ઈતિહાસ સૌને આનંદિત કરી મૂકે છે. કચ્છના પત્રકારત્વની તવારીખ સુદીર્ઘ વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ છે, જે ઇતિહાસનાં પૃષ્ઠ પર સુવર્ણાક્ષરે કંડારાયેલ છે ! કચ્છી પત્રકારત્વની ખામી-ક્ષતિઓ અવશ્ય છે જ, પરંતુ એની ખૂબીઓ અને એને પ્રગતિક વિશેષ મહત્ત્વનાં છે. કચ્છમાંથી અને કરછ બહારથી કચ્છ માટે પ્રગટ થતાં અખબારો-સામયિકોએ સારું એવું ગજું કાઢયુ છે અને ભવિષ્યમાં પણ સફળ યશસ્વી અખબારી કેડી કંડારશે એવી શ્રદ્ધા છે. સૂરતના કવિ નર્મદને “ડિયો, કવિ દલપતરામ ડાહ્યાબાઈનું બુદ્ધિપ્રકાશ' માસિક, ઈચ્છારામ સૂર્યરામ દેસાઈનું ગુજરાતી (સાપ્તાહિક) (શરૂઆત તા. ૬ જૂન, ૧૮૮૦), મુંબઈ સમાચાર' દૈનિક (શરૂઆત તા. ૧ જુલાઈ, ૧૮૨૨) એઓને ગુજરાતી પત્રકારત્વનો શુભારંભ કરનાર અખબારોસામયિકે ગણાવી શકાય તેમ કચ્છના પત્રકારત્વનો શુભારંભ “કુછ દરબારી જાહેર ખબરથી ભાષા સુદ ૩ શુક્રવાર, સં. ૧૯૩૦, તા. ૨૬ મી જૂન, ૧૮૭૩ થી થયો એમ કહી શકાય ! ગુજરાતી પત્રકારત્વના : પિતામહ તરીકે શ્રી મેબેદ ફરદૂનજી મર્ઝબાન ઓળખાય છે, તે દરઆરી પત્રિકા (કચ્છ)ના પ્રથમ ગુજરાત ઈતિહાસ પરિષદ દ્વારા ૧૯૮૮ માં યોજાયેલ કચ્છનું પત્રકારત્વ' વિષયની નિબંધ સ્પર્ધામાં શ્રી કસ્તૂરબા જીવણલાલ થાનકી પારિતોષિકને પાત્ર ઠરેલ થી, સંજય પી. ઠાકરના નિબંધને તાજા ઉમેરા સાથે] એક ભાગ. For Private and Personal Use Only
SR No.535345
Book TitlePathik 1989 Vol 29 Ank 10
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy