________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
ડિસેમ્બર- અને નાગાસાકી પર ફેંકાયેલા ઍટમ-બથી પ્રથમ કયારેય નહિ જોયેલે તે વિનાશ માનવજાતે જે. પહેલી જર્મનીની, તે પછી બીજી જાપાનની પ્રજા વિજ્ઞાનની આ ભયાનકતાનો સંહાર બની.
આજનું વિજ્ઞાન તે વળી એનાથી પણ આગળ વધ્યું છે. એક તારણ પ્રમાણે આજે મુખ્યત્વે અમેરિકા રશિયા અને યુરોપની ધરતી પર આવાં પ૦,૦૦૦ (પચાસ હજાર) અણુશસ્ત્ર છે અને દરેક શસ્ત્ર જાપાન પર ફેંકાયેલા અણુમ કરતાં એક હજારગણું શક્તિશાળી છે. જો ત્રીજુ વિશ્વયુદ્ધ અટકાવવું હોય અને માનવસંસ્કૃતિને બચાવવી હોય તે ઇતિહાસમાંથી સમજણ અને ડહાપણના પાઠ ભણવા પડશે અને એ સોક્રેટિસનું ડહાપણ, બુદ્ધની કરુણા, મહાવીરની અહિંસા, ઈશુની સેવા, શંકરાચાર્યની અદ્વૈતભાવના, જે. કિનમતિનાં પ્રેમતત્વ અને માનવતાપ્રેમ, સ્વાઈઝર કે બટ્રાન્ડ રસેલના વિચારોને સ્વીકારીને વિજ્ઞાન પર અંકુશ મૂકવાથી જ આપણી સભ્યતા અને સંસ્કૃતિને વિનાશ અટકાવી શકીશું, કદાચ અટકાવી શકીશું.
બીજી દલીલ એવી કરવામાં આવે છે કે જે દેશની વસ્તી ૫૦ ટકા જેટલો ભાગ ગરીબીની રેખા નીચે જીવતા હેય (આ આંકડો ચર્ચાસ્પદ હોઈ શકે), જેને બે ટંક પણ પુરતું ભોજન મળતું નથી ત્યાં ઇતિહાસની વાત કરવાથી શું વળવાનું છે?
આ વાત પણ એટલી જ સાચી છે. ભારતના આર્થિક વિકાસની સમસ્યા સૌથી વિકટ છે અને તેથી આણી બધી જ શક્તિ અને બુદ્ધિને ઉપગ આ ગરીબી દૂર કરવા માટે કરે જઈએ. આ બેયને લક્ષમાં રાખીને આપણે પંચવર્ષીય યોજનાઓ કરી અને આજે જ્યારે સાતમી પેજના પર આવ્યાં છીએ ત્યારે જરા વિચાર કરવા ઊભા રહીએ.
આર્થિક વિકાસને કોઈ મર્યાદા ખરી ? આપણે મૂડીરોકાણુ-બચત-ઉત્પાદનની પરિભાષામાં વાત કર્યા કરીએ છીએ. ઉપાદન વધારવા માટે આપણે વિવિધ પ્રકારને નમૂનાના ઘડતરને વિચાર કરીએ છીએ, પશુ જેને માટે આ ઉ, પાદન કરીએ છીએ તે માનવીના સદાચાર-ઘડતરને વિચાર હવે કયારે કરે છે? આપણે માણસને સંસ્કારી બનાવવા માટે આર્થિક વિકાસની કઈ મર્યાદા નક્કી કરવી
અને વળી બીજું વિકાસ કેના માટે ? આ રાતદિવસ આર્થિક વિકાસ કરીને આગળ વધીએ છીએ, પણ આ વિકાસ કેના માટે ? અઢારમી સદીના અર્થશાસ્ત્રીએ કહેતા હતા તે પ્રમાણે વેગના અસ્તિત્વ માટે કે ગાંધીજીએ રસ્કિનના વિચારને પડો પડયો તે છેલી પળ સુધી માટે ? આ વિકાસની પ્રક્રિયાથી આપણી સંસ્કૃતિ પંચતારક સંસ્કૃતિ તરફ જતી હોય એમ લાગે છે. આ દેશના લાખે અને કરોડ હરિજને ગિરિજને આદિવાસીઓ અને ઝુપડપટ્ટીમાં રહેનારાં શહેરી ગરીબના ઝડપી વિકાસ માટે આ વિકાસ ખરી કે નહિ ? - આ પ્રશ્નોના જવાબ સામ્યવાદી વિચારક તરીકે નહિ, પણ એક ઇતિહાસકાર તરીકે કાર્લ માફીસે આ છે. એણે જગતના ઈતિહાસના અભ્યાસમાંથી જે તારણે કાઢયાં છે તેની માત્ર યાદ આપું છું. દુનિયાના દેશોમાં જ્યારે જ્યારે માનવ-સર્જિત અસમાનતાને કારણે દુઃખ અને ગરીબી વધ્યાં છે ત્યારે ત્યારે ક્રાંતિ સર્જાઈ છે. લે કે એ માર્ગે ન જાય એ માટે આર્થિક વિકાસની વાત કરતી વખતે સમાજના કેટલામાં છેલા માસના કલ્યાણ માટેની ઝડપ અગ્રતા અને નજર ચૂકી જવાશે તે એનાં પરિણામ માટે આજે નહિ તે આવતી કાલે ઈતિહાસ આપણને માફ કરશે નહિ.
[ ક્રમશ:
For Private and Personal Use Only