SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રમુખશ્રીના વક્તવ્યમાંથી છે. પ્રફુલ્લ ઝાલા ઈતિહાસમાં રસ ધરાવનાર અનેક વ્યક્તિઓ આજે અહીં પધારેલ છે, છતાંય અમારા માટે ચિંતાને એક વિધ્ય છે કે દિવસે દિવસે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ-કોલેજો અને માધ્યમિક શાળાઓમાંથી ઇતિહાસ કે અભ્યાસ ઓછો થતો જાય છે અને ઇતિહાસના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે. શિક્ષિત વ્યક્તિઓમાં પણ ઇતિહાસના વિષય તરફ એક પ્રકારની ઉદાસીનતા જોવા મળે છે. આ વર્ગના લોકોને એમ લાગે છે કે “ઇતિહાસને અભ્યાસ કરીને શું કરવું, જિવાઈ ગયેલા જીવન અને વિતી ગયેલી વાતોને આજે ફરી શા માટે વાગોળવી, ભગવાન બુદ્ધ અને મહાવીર, અશોક કે અકબરને આજે યાદ કરવાનું શું મહત્તવ ? અમરજી દીવાન કે ગગા ઓઝા, સૌરાષ્ટ્રના જાડેજાઓને કે ગેહેલ કુળના ક્ષત્રિયને ઈતિહાસ જાણીને શું કામ છે ! આ વિષયને અભ્યાસની સમાજે સંગતિ કેટલી ?' આ પ્રકારના પ્રશ્ન ઉત્પન્ન કરીને બે ત્રણ મુદ્દાઓની ટૂંકમાં ચર્ચા કરું છું. એક દલીલ એવી કરવામાં આવે છે કે આજનો યુગ વિજ્ઞાન અને વૈજ્ઞાનિકની પ્રગતિનો છે. આપણી દષ્ટિ ભવિષ્યની દિશા તરફ હેવી જોઈએ. આપણે આવતી કાલે ર૧ મી સદીના કોમ્યુટર-યુગમાં પ્રવેશ કરવાની તૈયારી કરીએ છીએ ત્યારે ગઈ કાલે બનેલા બનાવની વાત કરવાને અર્થ શો ? આ વાત સાચી છે. આજની ભૌતિક સિદ્ધિઓ અને સમૃદ્ધિ વિજ્ઞાનની પ્રગતિને જ આભારી છે. જીવનનાં અનેક ક્ષેત્રોમાં–જીવવિજ્ઞાનથી ખેતીવાડી સુધીનાં ક્ષેત્રોમાં–આ વિજ્ઞાનની સહાય વિના આપણી સંસ્કૃતિ જે કક્ષાએ પહેચી છે ત્યાં પહોંચી શક્યા ન હતા એમાં બે મત નથી. પરંતુ આ વિજ્ઞાનની પ્રગતિ સાથે આ જ વિજ્ઞાને એક વિરાટ શક્તિ પણ ઉત્પન્ન કરી છે તે શક્તિની જાણકારી, નિયંત્રણ-સંચાલનમાં ઊંડી સમજ અને વિશાળ ડહાપણની જરૂર છે. દિશા અને યેય વિનાની આ વિજ્ઞાનની શક્તિ માનવજાત માટે ક્યારે વિનાશ લાવશે એ કહી શકાય નહિ. આ સમજ અને ડહાપણના પાઠ આ પશુને ઇતિહાસના અભ્યાસમાંથી જ મળી શકે. આપણે જરા ઇતિહાસ તરફ નજર નાખીએ. ઈ.સ. ૧૯૧૮ માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા પછી પેરિસમાં યુરોપનાં વિજેતા રાષ્ટ્રો-ઇંગ્લેન્ડ ફાન્સ ઈટાલી તેમજ અમેરિકાના વડા ભેગા થયા. વિશ્વમાં શાંતિની સ્થાપના કરવા માટે અને ભવિષ્યમાં આવું ભયંકર યુદ્ધ ફરી વાર ન થાય એની ચર્ચા કરી આ ચર્ચાને અંતે જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ઠરાવવામાં આવ્યું અને એના પર શિક્ષારૂપે-યુદ્ધના વળતર-રૂપે ૮૦૦ કરોડ પાનનો યુદ્ધદંડ લાદવાનું નક્કી કરવામાં આવ્યું. જર્મન પ્રજા આટલે બે જે ઉપાડી શકશે કે નહિ એ તે વિચાર કર્યો નહિ, એ વાતને મહત્વ આપ્યું નહિ. આ ચર્ચામાં ઈંગ્લેન્ડના મહાન અર્થશાસ્ત્રી જે. એમ. કેઈન્સ પણ ઇંગ્લેન્ડ વતી ભાગ લઈ રહ્યા હતા. એમને આ વાત ગળે ઊતરી નહિ, એમણે કહ્યું કે આ શિક્ષા આપણે આજના અને પછીના જર્મનીનાં નિર્દોષ બાળકે સ્ત્રીઓ અને વૃદ્ધ પુરુષને કરીએ છીએ એ માનવતાની દષ્ટિએ વાજબી નથી, પરંતુ ફાન્સના પ્રમુખ કલેમેન્સિયો તે જર્મનીના કદર વિરોધી હતા એટલે આવી કોઈ વાત સ્વીકારવા તૈયાર જ નહતા. આ મુદ્દા પર અર્થશાસ્ત્રી કેઈન્સ રાજીનામું આપ્યું. પરિણામ ? આ શાંતિના કરારે ઉપરની સહી કર્યા બાદ ભારે દડના દબાણ અને ત્રાસમાંથી આ જર્મન પ્રજાએ હિટલર અને એની સાથે ૧૯૩૯ ના બીજા વિશ્વયુદ્ધને જન્મ આપ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન વિજ્ઞાન વધારે વિનાશક બન્યું. જાપાનનાં શહેરો હિરોશીમા • સૌરાષ્ટ્ર-કચ્છ ઈતિહાસ પરિષદ : ૬ ઠ્ઠા અધિવેશન, તા. ૩૧-૧૦ ૮૫ અને ૧-૧૧-૮૫ ઃ જામનગર For Private and Personal Use Only
SR No.535290
Book TitlePathik 1985 Vol 25 Ank 03
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1985
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy