SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છ૪] પથિક [ સંધ્યાના રંગ હાકેમ સાથે કેટલાક નવા પ્રશ્નોને ઉકેલ લાવવો પડશે. ઈબ્રાહીમભાઈએ પણ હર | અમ્માની સેવા માટે અહીં રહેવું પડશે. આપણે હાલ થડા વખત માટે અહીંથી લક્ષમીદાસ કામદારને અંજાર મેકલીએ તે શું છેટું છે ? ત્યાંથી કપની સરકારના અમલદાર તથા તેને ગરાસદારની કાર્યવાહી પર દેખરેખ રાખી શકાશે.” મહેતાએ કહ્યું. એમ થાય તે કંઈ ખોટું નથી. હુસેનનિય તેમજ ઇબ હમ બંને જણે પિતપતાને સ્વાર્થ સધાય એ હેતુથી સંમતિ વ્યક્ત કરી. બંને ભાઈ સત્તા ભી બન્યા હતા અને બની શકે તે એકબીજાને દૂર કરવા ઈચ્છતા હતા. તો પછી લક્ષમીદાસને બેલાવીને એને અંજર જવાને હુકમ કરું છું. ભલે એ થોડા દિવસ ત્યાં જઈ આવે અને બની શકે તે રાજ્યની વસૂલાતની ઊપજ વધે તેવાં પગલાં પણ ભરે. વળી વાગડને શિરમાણ લુટારે ઉપદ્રવ મચાવી રહ્યો છે તો એને પણ વશ કરવાની જરૂર પડશે અને એ માટે લક્ષ્મીદાસ એગ્ય થશે.” “હમણાં એ ભલે અંજારમાં રહીને વ્યવસ્થા જાળવે, એકદમ વાગડ તરફ જવાની જરૂર નથી, કેમકે અંજારને સાચવવાનું કામ અઘરું છે. ત્યાં પરદેશી જાસૂસની પણ સંભાળ રાખવાની છે, કેમકે એઓ ત્યાં બેડા વખતથી પગપેસારો કરી રહ્યા હેય એવી અફવા છે.” હુસેનમિયાંએ શિરમાણનું નામ સાંભળીને બેચેની અનુભવતાં સાવચેતી બતાવી. “ઠીક છે, એ તે અંજાર ગયા પછી લક્ષ્મીદાસને આપણાં તરફથી સૂચનાઓ મળતી જશે તે પ્રમાણે અમલ થતા રહેશે, હમણાં આગળ વધવાની કંઈ જરૂર રહેશે નહિ.” મહેતાએ જણાવ્યું. જમાદારને ઘેરથી મહેતા પિતાને ઘેર આવ્યા. ફતેહમહમદ જેવા વિશ્વાસ રાખનાર મિત્ર અને માર્ગદર્શકની ખેટ મહેતાને હવે જણાવા લાગી. જમાદારના પુત્ર વચ્ચે સત્તા મેળવવા માટેની ખેંચતાણ તથા એકબીજાને ભૂજથી દૂર રાખવાની વૃત્તિ જોઈ મહેતાને આશ્ચર્ય થયું, એટલું જ નહિ પણ એમને વિચાર કરતા કરી મૂક્યા. - ઈબ્રાહીમ તેજસ્વી હતા, એની માતાને તેમજ પિતાને લાડકે હતા અને એની અત્યારનો મહવાકાંક્ષા પાછળ મુદ્રાવાળા મહમદમિયાંને હાથ હતો. એ મહમદમિયાં ભુજમાં તાપર આવવા પેરવી કરી રહ્યો હતો એવી મહેતાને કંઈક ગંધ બેત્રણ દિવસ થયાં આવ્યા કરતી હતી. હુસેનામયાં સ્વાથ હતા, પણ એનામાં બહુ દૈવત નહોતું અને હંમેશાં નમતે છાબડે બેસી જાય એ એને સ્વભાવ હતા એમ સૌ જાણતાં. એના પર બહુ વિશ્વાસ મૂકી શકાય એમ નહતું. જમી પરવારીને મહેતા જરા આરામ કરવા માટે પિતાના શયનખંડમાં ગયા. એમનાં પુત્રી સરસ્વતીને સાસરે વિદાય કરવાનાં હતાં તેથી પુત્રી તથા એમની માતા બંને જણ ત્યાં આવ્યાં અને ડી વાર સુધી વાતચીત થયા બાદ એને બહાર આવ્યાં, બપોર નમ્યા બાદ મહેતા પિતાના બેઠક–ખંડમાં આવ્યા અને લક્ષમીદાસને બોલાવવાનો વિચાર કરતા હતા એટલામાં રાજમહેલ પરથી ખબર આવ્યા કે બંદીવાન મહારાવ રાયધણજીની તબિયત કંઈક વધુ નરમ થઈ ગઈ છે. સંધ્યા થાય એ પહેલાં મહેતા મહારાવશ્રીની તબિયતને ખબર પૂછવા એમની પાસે જવા માટે રાજમહેલ તરફ ઉપડ્યા. થોડી વારે એઓ મહારાવના બંદીખાનાવાળા ખંડમાં આવ્યા. આવે, મહેતા! જમાદાર ફતેહમહમદ તે ગુજરી ગયા એવા ખબર મળ્યા. બહુ છેટું થયું ?” મહારાવે કહ્યું. For Private and Personal Use Only
SR No.535290
Book TitlePathik 1985 Vol 25 Ank 03
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1985
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy