________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિથિક
ડિસેમ્બર ૮૫ રૂદ્રમાળને પતિ ગંગાધર હતો અને એને પૂરે કરનાર ગંગાધરને પુત્ર પ્રાણધર સિદ્ધરાજના સમયમાં હતું. ડભોઈને કિલે હીરાધરે સં. ૧૨૧૦ માં કર્યો. વિમલશાહ પાસે ગણધર હતે સં, ૧૦૮૮ માં. વસ્તુપાલ-તેજપાલનાં દહેરાં સં. ૧૨૮૫ માં શનિદેવે કર્યા, ખાલી પરગણામાં રાણકપુરને જૈન ચતુર્મુ ખ દેવપ્રાસાદ પછીના સૈકામાં સ્થપતિ દેવાકિને હાથે થશે. પાટણને શિલ્પી મંડન કુંભા રાણાના તેડાવ્યાથી ચિત્તોડ ગયો. ૧૫ મી સદીમાં એણે “રાજવલભ' ગ્રંથ લખે.
માનવ–સભ્યતાનાં મૂળભૂત મૂલ્યોની સર્જનાત્મક રજુઆત કલા દ્વારા સુંદર તેમજ સચેત રીતે થાય છે. કાલગંગાના પ્રવાહમાં કઈ પણ કલા પિતાના વિશિષ્ટ રંગને વહેતે રાખી શકે છે. માનવની પ્રગતિ, સુંદર પ્રત્યેની ભાવના, પૂલ સાથે સુકમ પ્રતિ સંવેદના માનવની લલિતકલામાં દેખાઈ આવે છે. અનંતકાલ તરફ દૃષ્ટિ રાખતું આપણું શિ૯૫ સનાતન ગાથા ગાય છે. પ્રાગૈતિહાસિક કાલમાં માતૃક ને લિંગ, પછીના કાનમાં પશુપતિદેવને જગત જનેતા દેવી, એ પછીના યુગમાં અધિદેવનાં અનેક રૂપ માતૃશક્તિનાં અનેક દેવી સ્વરૂપ દર્શન દે છે. પુરુષ અને પ્રકૃતિની લીલાનાં દર્શન થાય છે. આપણું શિ૯૫માં અનેક રૂપે અનેક રીતે એક જ સનાતન ભાવ વિલસે છે–સત્યમ્ શિવમ્ સુંદરમ્ ને પામવાને ધલવલાટ ! ભારતવર્ષમાં ભૂતકાળમાં જેમ નાદબ્રહ્મ થકી સંગીત ઉદ્દભવ્યું તેમ વાસ્તુબ્રહ્મનાદથી શિલ્પકલા અલૌકિક પદ પામી.
દેવમંદિરના શિ૯પીઓ સાધક હતા. હાથ દૂબ ને હૈયું સમર્પિત કરી હડી ચલાવતે માણસ પિતાના કસબને પ્રભુપ્રસાદી માની પિતાની કૃતિને જનતા દ્વારા જનાર્દનને જ અર્પણ કરે છે. એવા ભાવપ્રેમભક્તિપૂર્વક શ્રમ કરે ત્યારે એને શ્રમ એક પ્રકારને યજ્ઞ બને છે અને ભક્તકસબીની કલા જગતમાં આશીર્વાદરૂપ બને છે, અમર બને છે. પેટ ખાતર જ કરેલું કામ પટ જેટલું જ વામણું ને અલ્પજીવી હેય છે.
પ્રાચીન દેવસ્થાનના શિલ્પી-સ્થપતિઓ કર્મીગી ભકત હતા એ એમનાં સર્જને ઉપરથી કહી શકાય છે. ગાંધીજીનું કતલ સુતર કે કબીરજીનું વણેલ કપડું એ ભેદી કસબના અવશેષરૂપે વિશ્વના સંગ્રહસ્થાનમાં સ્થાન પામી શકે. વ્યાસ વાલમીકિનાં જીવન વન, દેવદાસીનું નૃત્ય, સાંચી-અમરાવતીઅજિંઠા-ઈલેરાનાં સ્થાપત્ય-શિ૯૫ અને ચિત્રવીથિ એ સર્વ પરમ તત્વ તરફ વહેતે આકાશગંગાને પ્રવાહ છે. પુરુષ સુકત ને કાદંબરી, શિવ-પાર્વતીને નટરાજમૂર્તિ, તુલસી-મીરાંનાં ગીત, દેલવાડા-ત્રયાળ બાગની નકશી એ પ્રભુનાં કામ પ્રભુએ કર્યા છે. શ્રદ્ધા-પ્રેમથી ઉદ્દભવેલ કલાર તે વિવિધ રૂપ-નાદે રજૂ થતાં ભકતશિ૯પીએનાં ભાવભજન છે, અલખના આરાધ છે ! સંદર્ભોંધ : બસ, એ. એલ. બાશામ, એમ. એ. ઢાંકી, કનૈયાલાલ મુનશી, પ્રભાશંકર સોમપુરા,
મોરિઝી ટી, પુરાતત્વ સંશોધન મંડળ-પોરબંદરનું મારી આ કથા ઉપર ઋણ છે. ડે. કડિયા પ્લેટ, ફાટક સામે, પિર પંદર-૩૬૦ ૫૭૫ : તા. ૧૮-૭-'૮૫
Telephones
office : 369124 Factary : 372254
રમેશકુમાર શામજીભાઈ
પાવરલૂમ કાપડના વેપારી પાંચકૂવા, માધવબાગ સામે, મૂળચંદ આશારામ બિડિંગ, અમદાવાદ-૩૮૦ ૦૦૨
For Private and Personal Use Only