SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક ડિસેમ્બર ૮૫ ગુર્જર-પ્રતિહારો ચાહમાન પરમાર ચાલુકય સાથે ઉચ્ચ સ્થાને હતા. ઈ. સ. ૭૫૦ના અરસામાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર જીજ્યાં ને કને જ પર અધિકાર જમાવે, દક્ષિણની રાષ્ટ્રકુટ ને પૂર્વના પાલ રાજાઓ સાથે હરીફાઈ કરી આગળ વધ્યા. ઇ. સ. ૮૦૦ થી ઈ. સ. ૯૧૫ સુધી સામ્રાજય–સત્તા ભેગવી. પ્રતિહાર રાજાના રાજકવિ રાજશેખરના કથન મુજબ કને જ ભારતવર્ષની રાજધાની બન્યું. પંજાબથી મહારાષ્ટ્રને બિહારથી સૌરાષ્ટ્ર સુધીના પ્રદેશો પર મંદિરનાં શિલ્પ-સ્થાપત્ય પર પ્રતિહાર-પ્રભાવ છે. લાટ ઉપર વાકાટ ઈસ. પ૨૦ સુધી, પછી ત્રિકૂટના ખડિયા કટરી હતા, પછી ચાલુકય મંગળરાજ અને ગુજર દ૬ વગેરે નામે આવે છે, જે ગુર્જર–પ્રતિહાર નીચે હતા. પશ્ચિમની શિલ્પકલા સેમિનાથનાં એક પછી એક પાંચ મંદિરોમાં દેખાય છે. પહેલું ઈસુની પહેલી સદીમાં કાછનું મંદિર હતું. બીજુ પાંચમી-છઠ્ઠી સદીમાં ગુપ્તશૈલીનું હતું, જે અબેએ તેવું; ત્રીજું આઠમી સદીની શરૂઆતનું મૈત્રક-પ્રતિહારશૈલીનું લાલ પથ્થરનું હતું, ચોથું વિશાળ પથ્થરોથી લંબચોરસ ઘાટનું એશિયાની અસરવાળી સોલંકીૌલીનું ભીમદેવે બંધાવ્યું, જે મહમુદ ગઝનવીએ ઈ. સ. ૧૦૨૬ માં તેડયું છતાં ચાલુ રહ્યું. એ જીર્ણ થતાં કુમારપાલના સમયમાં ભાવબહસ્પતિ પાશુપતાચાર્યે એને વિરતૃત મહાપ્રાસાદરૂપ આપ્યું. આને કુતબુદ્દીન અલાઉદ્દીન અને મડેમૂદ બેગડાએ તેથે રાખ્યું અને ફરી પૂજતું થયું. ઔરંગઝેબના સમયમાં તેડીકેડી મસ્જિદના રૂપમાં થોડો સમય મૂકયું હતું, જેનાં ખંડેર હમણાં સુધી ઊભાં હતાં. આ મંદિરોના અવશેષ પ્રભાસ-મ્યુઝિયમમાં છે, ભારતવર્ષના ભાગલા થયે ભારત સ્વતંત્ર થતાં કુમારપાલના સોલંકી જીનું મંદિરને સ્થાને પાંચ આજે ઊભું છે તે મંદિર રાજપ્રમુખ જામસાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્રી કનૈયાલાલ મુનશીના ઉત્સાહથી સ્થપતિ પ્રભાશંકર સોમપુરાએ બાંધ્યું કે ભારતના પહેલા રાષ્ટ્રપતિ બાબુ રાજે. પ્રસાદને હાથે ઈ.સ. ૧૯૫૦માં ખુલ્લું મુકાયું. સોમનાથને આ કૈલાસમેરુપ્રાસાદ આપણા શિલ્પ સ્થાપત્યને એક શ્રેષ્ઠ નમન થયું છે. સૌરાષ્ટ્રના સમુદ્રકિનારે સોમનાથ ને દ્વારકેશના મહામંદિર મંદિર-સ્થાપત્યના યાત્રીને જોવાલાયક છે. પ્રતિહાર મિહિરભજ તે આદિવરાહ કહેવાત. પ્રતિહારશૈલીનાં શિલ્પમાં વિધરૂપવિણ લક્ષ્મી સરસ્વતી આદિવરાહ અને નૃત્ય કરતા ગણેશ અતિસુંદર છે. શિવ-પાર્વતીની મૂર્તિઓના ભાવ અદ્દભૂત છે. આ યુગના કલાકાર માનવને નહિ; દેવને કંડારતા હતા. જાગ્રત શિપીની કૃતિ અનન્ય બની જતી, સારનાથની તારામાં પાલશૈલીને પ્રાદેશિક ભાવ છે. સુલતાનપુરના વિષ્ણુ, ગોરખપુરને સૂર્ય, કનાજની ફિમિણી વગેરેને પ્રતિહારશૈલીના ઉત્તમ નમૂના કહી શકાય. કલિંગ દેશના ગંગાવંશના અનંતવર્માએ બારમી સદીમાં પુરીમાં જગન્નાથ મંદિર શરૂ કર્યું. જે એના વંશજે પૂરું કર્યું. કોણાર્કનું સૂર્યમંદિર ગંગાવંશના નરસિંહદેવે તેરમી સદીમાં બંધાવ્યું. હજારો કારીગરો-મજૂરોએ વર્ષો સુધી કામ કરી પૂરું કર્યું. ર૨૦' ઊંચું આ મહામંદિર ભારતવર્ષનું સ્થાપત્ય ધન બન્યું. આ દેવમંદિર કુદરતી દુર્ધટનાને કારણે પડી ગયું, આજે મંદિરને મહાન ગૂઢમંડપ ઊભો છે, જે ૧૨૮’ ઊગે છે. ૧૮૩૭ માં જેમ્સ ફર્ગ્યુસને પડેલા શિખરને ઘેડે ભાગ ઊભેલો જોયો હતો. જે પણ એ પછીના થોડા સમયમાં ઝંઝાવાતમાં પડી ગયે. શિખરનું વિશાળ આમલક તૂટેલ પડયું છે. આકાશમાંથી ઊતરી સૂર્યદેવને મહાન રથ પૃથિી ઉપર ઊભા હોય એવું આ વિશાળ મંદિર હશે. ભારે અલંકારોથી શોભતા સાત દેવી અશ્વોથી ખેંચાતે, બાર વિશાળ શિપલિંકૃત પૈડાંવાળા આ મહામંદિર–રથ છે. આખા મંદિર પર યથાસ્થાને યથોચિત શિ૯૫સમૃદ્ધિ છે. વિશાળ જોરદાર આકતિએનાં અહીં દર્શન થાય છે. મદિરડાર પર નવગ્ર-પદ્ ભગ્ન પડેલ છે. મંદિર પરની અંતિએ For Private and Personal Use Only
SR No.535290
Book TitlePathik 1985 Vol 25 Ank 03
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1985
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy