SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ડિસેમ્બર ૮૧ પથિક અને પ્રાદેશિક રાજધાનીઓમાંથી થતું હશે. નગર-આયોજનનું તે તેમની પાસે નિશ્ચિત કર્યું હતું. દા. ત. પાકિસ્તાનમાં સિલ્વને કાંઠે આવેલ મેહેન-જો-દડે, સિન્ધની પિષક રાવી નદીને કાંઠે આવેલ હરપ્પા અને ભારતમાં (હવે સુકાઈ ગયેલી) ઘગ્ગર નદીને કાંઠે, રાજસ્થાનમાં આવેલ કાલીબંગાની વસાહત બે ૨૫ષ્ટ ભાગોમાં વસેલી હતીઃ પશ્ચિમે કિલે અને પૂર્વમાં હેઠાણ ગામ. કિલ્લાની અંદર (ઓછામાં ઓછું મેહન-જો-દડેમાં, જ્યાં વિશાળ પાયા ઉપર ઉખનન થયેલાં છે. કેન્ડાગાર, સભાખંડ, વિદ્યાલય, સ્નાનાગાર અને (સંભવત:) પૂજા સ્થાન. હેઠાણ ગામના રસ્તાઓ પૂર્વ–પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ જતા, વપરાયેલાં ગંદાં પાણીનો નિકાલ કરવા માટે ભય-ભીતર મેરીઓ, વજનિયાં અને માપિયાં, મુદ્રાઓ અને મુદ્રાંકનો સુજિત વ્યાપાર તરફ આંગળી ચીંધે છે. ગુજરાતમાં ખંભાતના અખાતની નજીક, ભેગાવો નદીને કાંઠે આવેલ લેથલમાંથી ફુરજા ઉપરાંત એક એવી મુદ્રા પણ મળી છે જે ઈરાનના અખાતમાં આવેલી તત્કાલીન વસાહતોની મુદ્રાને મળતી આવે છે. સામે પક્ષે સિધુ સભ્યતા પ્રકારની મુદ્રાઓ મેસેપિટામિયાના વિવિધ સ્થળોએથી મળી આવી છે. આ પુરાવશેષો એ બાબત અકાટય પુરાવો પૂરો પાડે છે કે એમની જરૂરિયાત વિદેશ–વ્યાપાર માટે હોય તો હરપીય લોકો વિદેશ–વ્યાપાર કરતા હતા. લલિતકળામાં પણ હરપ્પી મેખરે હતા. સેલખડીમાંથી બનાવેલી ઉપર્યુક્ત મુદ્રાઓ બારીક કોતરણીને એ ઉમદા દાખેલે પૂરો પાડે છે જે વિવે અન્યત્ર ભાગ્યે જ જોયા હશે, સિધુની પાષાણ પ્રતિમાઓ, બે હજાર વર્ષ પછી થયેલા ગ્રીકોની પણ ઈર્ષા પાત્ર બનવાની ક્ષમતા ધરાવે છે. તકનિક દષ્ટિએ, ધાતુ-પ્રતિમા બનાવવાની પદ્ધતિ પણ ઠીક ઠીક વિકસી હતી. આ પુસ્તિકામાં, આ સભ્યતાનાં કેટલાંક દશ્ય, અંગ્રેજી પદ્યમાં, વાર્તાની ઢબે આપવામાં આવ્યાં છે, પદા-કંડિકાની પશ્ચાદભૂ તરીકે સમ્બન્ધિત દષ્ટાંતનાં ચિત્રો પણ આપ્યાં છે. કથા-પ્રસંગમાં આવતી સખી અન્ય કોઈ નહિ પણ, જ્યાં સ્થા-દો ભજવાય છે એ મોહન-જો-દડોમાંથી પ્રાપ્ત થયેલી નારીની ધાતુપ્રતિમા છે. પાદ નેંધઃ ૧. શ્રી લાલ સાહેબની મૂળ અંગ્રેજી પદ્ય-રચનાની આ પ્રસ્તાવના છે. ૨. અંતિમ ૧૭ વર્ષ દરમિયાન થયેલાં સંશોધનને પરિણામે સિધુ સભ્યતાનું ક્ષેત્ર, મેહન-જો-દડેના સંદર્ભમાં, નીચે મુજબ છે : ઉત્તરે અફઘાનિસ્તાનથી દક્ષિણે મહારાષ્ટ્ર સુધી અને પૂર્વે મકરાણથી પશ્ચિમે દિલ્હી સુધી. ૩: કાલીબંગાની હરપ્પીય વસાહતમાં હેઠાણગામ પણ કિલ્લેબંધ હોવાનું પાછળથી થયેલાં ઉખનનેના પરિણામે જાણવા મળેલ. કચ્છના ખડીર વિસ્તારમાં આવેલ છેળાવીરા ગામની પાસે આવેલ “કેટડા” નામની હરપ્પીય વસાહતનું હેઠાણનામ પણ હિલેબંધ હેવાની શક્યતા છે. –રશિયાના બે માંધાતા, બગેનીન અને પૃચ્ચે ભારતમાં આવેલા ત્યારે હરપ્પીય વસાહતમાં માત્ર રાજ્યકર્તાઓને લગતા વિસ્તાર કિલ્લેબંધ હોવાની વાત ઉપર કટાક્ષ કરલે કે હરપ્પીય રાજકર્તાઓ આમજનતાને ઈશ્વરને ભરોસે મૂકી દેતા હતા ! એને જવાબ કાલીબંગાં અને જોળાવીરા આપી દે છે ! For Private and Personal Use Only
SR No.535243
Book TitlePathik 1981 Vol 21 Ank 03
Original Sutra AuthorN/A
AuthorMansingji B Barad
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1981
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy