SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સિન્ધુ શતકમ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂળ અંગ્રેજી પદ્મ : શ્રી બી. બી. લાય ગુજરાતી પદ્યાનુવાદ : શ્રી . મ, ત્રિ j&> પ્રવેશક ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ તરફથી નવી દિલ્હી મુકામે ચાલતાં ‘પુરાતત્ત્વવિદ્યાલય'માં ઈ. સ. ૧૯૬૩થી૬૫ દરમિયાન પુરાતત્ત્વની ૨૦ માસની સૈદ્ધાન્તિક અને ક્ષેત્રીય તાલીમ લેવા માટે સરકારશ્રીએ મને પ્રતિનિયુક્ત કરેલ. વિદ્યાલયના નિયામક હતા શ્રી બી. બી. લાલ. રાજરથાનના શ્રી ગગાનગર જિલ્લાના કાલીબ’ગાં ( આ નામની અગ્રેજી જોડણીને કારણે ઘણાં એના ઉચ્ચાર · કાલીન ગન' (ર) ગામ પાસે આવેલા હરપ્પીય ટિખાના ઉત્ખનન વખતે તેઓશ્રીના નિકટ પરિચયમાં હુ` આવેલ. સરકારી સેવામાં દાખલ થયા પહેલાંના મારા ઊંચું-ઊંચુ થતા કવિજીવ રાજસ્થાનના રણમાં હરપ્પીય હિઁખાતે જોઈને પાંગરી ઊઠેલા. જોડકા બનાવવા લાગ્યા. શ્રી લાલ સાહેબના ધ્યાનમાં આવ્યું. મને પોતાના તજીમાં મેલાવવાને બદલે જાતે જ મારા તખ઼ુમાં આવીને, પોતે ઉપયુક્ત સમૃત મથાળા હેઠળ અ ંગ્રેજી પદ્યમાં લખેલી કૃતિની ટાઈપ કરેલી નકલ મારા હાથમાં મૂકીને એને ગુજરાતીમાં પદ્યાનુવાદ કરવા કહ્યું. તા. ૩-૮-૬૪ સુધીમાં મેં એ કાર્ય પુરૂ કરેલ. મારી ફાઈલમાં એની હસ્તપ્રત પડી હતી, શ્રી લાલસાહેબનું અંગ્રેજી પદ્ય છપાઈને પ્રસિદ્ધ થયું છે કે કેમ એની મને જાણ નથી. મારા પદ્યાનુવાદને ૧૭ વર્ષ પછી ‘પથિક્ર'ના ખાસ અંકમાં સ્થાન મળે છે એતા મને આનદ છે. શીકમાં ‘શતકમ્' શબ્દ હોવા છતાં મૂળમાં ૧૪૮ શ્લાક હતા. શ્રી લાલસાહેબે પાછળથી કાપીને ૧૦૦ કરી નાખેલા પરંતુ એ અંગેની અતિમ માહિતી મારી પાસે નથી. હું કવિ નથી. પિંગળ ભણવાને કારણે કવિતા નહિ પણ છંદોબદ્ધ પદ્યરચના કરવા મથામણ કરતા. આ રચના પણ ભાષાનુસારી વિવિધ છંદમાં પદ્ય બહુ જ છે. –ચામાં કયારેક લઘુ-ગુરુની છૂટ લીધી છે : હવની જગ્યાએ દી કે દીધની જગ્યાએ હ્રસ્વ વર્ષોં આવે છે, જો એ જોડણીની જ ભૂલ ન હોય તે! મૂળ રચનામાં મહત્ત્વની વાત એ છે કે મોહેન-જો-દડા, હરપ્પા, કાલીબંગાં અને લાચલના ઉત્ખનના આધારે જ એ લખાઈ છે. નાટયાત્મતા અને પદ્યરચના શ્રી લાલસાહેબને આભારી છે. મૂળઅ ંગ્રેજી રચના પ્રસિદ્ધ થઈ હશે તે નાટચાત્મકતા કે કાલ્પનિક આલેખ સિવાયની દરેક શ્લાક પાસે એને સંબંધિત પુરાતત્ત્વીય સામગ્રીનું ચિત્ર છાપેલુ હશે. હું એમ કરી શકયા નથી એ અદલ દિલગીર છું. આ ખામીના બદલે મે કાઈ-ડાઈ જગ્યાએ પાટીપમાં વાળવાનો પ્રયત્ન કરે છે. શ્રી લાલસાહેખે મને આ અનુવાદ ગમે ત્યાં છપાવવાની મૌખિક છૂટ આપી હતી. —અનુવાદક 114 પ્રાથન ચારે હજાર વર્ષોથીયે વધુ પહેલાં, ભારત-પાક ઉપખડાના પશ્ચિમોત્તર ભાગમાં મહાન સભ્યતા વિકસી હતી. એ પ્રદેશની મુખ્ય નદીના નામ ઉપરથી એનું નામ પડયુ. સિન્ધુઘાટીની સભ્યતા, જોકે સિન્ધુધાટીના પ્રદેશથી ધણું દૂર સુધી એવું ક્ષેત્ર ફેલાયેલુ હતુ : પશ્ચિમે બલુચિસ્તાનમાં સુત્કાજેન્ડારથી પૂર્વે ઉત્તર પ્રદેશમાં આલમગીરપુર સુધી અને ઉત્તરે પંજાબમાં રુપાથી દક્ષિણે ગુજરાતમાં ભગતરાવ સુધી,૨ ઇજિપ્ત, મેસેાપાટામિયા કે ચીનની કાઈ સમકાલીન સભ્યતા ખાટલા વિશાળ ક્ષેત્રમાં પથરાયેલી નહાતી, પુરાતત્ત્વવિદેશના ત્રિકમ પાવડાથી પ્રકાશમાં આવેલાં પુરાવશેષો એ બાબતની સાક્ષી પૂરે છે કે હરપ્પીય લોકો સ ંસ્કૃતિ અને તર્કનિકી ક્ષેત્રે સિદ્ધિના ઉચ્ચતમ શિખરે પહેાંચેલા હતા, 'સિન્ધુ સામ્રાજ્યના વહીષ્ટ For Private and Personal Use Only
SR No.535243
Book TitlePathik 1981 Vol 21 Ank 03
Original Sutra AuthorN/A
AuthorMansingji B Barad
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1981
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy