SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર/૮૧ પ્રગટ થાય છે. સિધુલિપિ પર અભિપ્રાય વ્યક્ત કરનાર ફાધર હેરાસ છે, જેઓ છે. સાંકળિયાના ગુરુ થાય છે. આ ફાધર હેરાસની જન્મ શતાબ્દી પ્રસંગે ભારતીય ટપાલ ખાતાની મુંબઈ કચેરીએ ખાસ ટિકિટની રચના કરી અને તે છે. સાંકળિયાના હાથે મુંબઈમાં પ્રગટ થઈ. આ પ્રસંગે એક અત્યાધુનિક લેખ છે સાંકળિયાએ તૈયાર કર્યો, જેને વિષય પણ સિધુલિપિ છે, તે લેખ સાથે ડે. સાંકળિયા પણ આ અંકમાં સંલગ્ન બન્યા છે. ઠે. સાંકળિયા શ્રી અત્રિના ગુરુ થાય છે. આમ અંકના આલેખનમાં ગુરુશિષ્યની પરંપરાને સુંદર સંચાર થયો છે. વિષયના પ્રથમ ક્રમમાં આવે છે, “તિધુલિપિ', જે અંકને ખાસ વિષય છે. આ લિપિનો ઉકેલ બતાવનારા, દેશ વિદેશના જે સાત વિદ્વાનોને લેખકે એ વિચારણામાં લીધા છે તે આ છે : ૧. બંગાળના શ્રી સુધાંશુકુમાર રાય, નવી દિલ્હી મુકામે ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફટ બેડ સંચાલિત કાફટ-મ્યુઝિયમમાં જુનિયર ફીડ ઓફિસર તરીકે ફરજ બજાવતાં બજાવતાં સિલિપિની લગનમાં મસ્ત બનેલા વિદ્વાન, ૨. રાજસ્થાનના શ્રી ફતેહસિંહ, “રાળ રથાન પ્રાપ્ય વિદ્યા શતિષ્ઠાન, જોધપુર’ સાથે સંલગ્ન રહેલા વિદ્વાન, ૩. ફિનલેન્ડના વિદ્વાન શ્રી પરેપિલા, ૪. દક્ષિણ ભારતના વિદ્વાન શ્રી ઇરાવન મહાદેવન નેહરુ સ્કોલરશીપ મેળવીને એમણે સિધુ લિપિનાં સંશોધનનું કાર્ય હાથ ધરેલું. ૫. રશિયન વિદ્વાન હૈ. યુરી કરવા ૬. દક્ષિણ ભારતના શ્રી એસ. આર રાવ, લોથલના ઉખનક અને ભારત સરકારના પુરાતત્ત્વ ખાતામાં અધીક્ષક પુરાતત્વવિદ તરીકે સુદીર્ધ સેવા બજાવી નિવૃત્ત થયેલા. ૭. અમેરિકાના વિદ્વાન છે. વેટર ફેરસરવિ (જુનિયર ). - દેશના ચાર અને વિદેશના ત્રણ આ વિડાનેએ લિપિ—ઉકેલ માટે જે પદ્ધતિ અપનાવી છે તેને સાર લેખકેએ આપી અને પિતાને મત પણ વ્યક્ત કર્યો છે. આ સાત વિકાને. ઉપરાંત આઠમા વિદ્વાનને પણ વિચારણમાં લીધેલ છે. તે છે : ડે. એમ. એન. ગુપ્તા, હિન્દીભાષી પરંતુ અમદાવાદ (ગુજરાત)માં લાંબા સમયથી વસવાટ કરી રહેલા એ પથીના નિષ્ણાત પણ સિધુલિપિનું બંધારણ વિજ્ઞાનિક રીતે સમજવા માટે નિવૃત્તિના સમયનો સદુપયોગ કરી રહ્યા છે. આ વિદ્વાને સિધુલિપિ ઉકેલવાને દાવો નથી પણ તેના બંધારણ ને સમજી રહ્યા છે અને તેમાં પોતે સફળ થશે એવો આત્મવિશ્વાસ થરાવતા બન્યા છે. વિષયના બીજા ક્રમમાં આવે છે: “હિરણને કાંઠે” પુરાતત્ત્વ રૂ૫ ભારતના પ્રાચીન અને પ્રખ્યાત તીર્થક્ષેત્ર સોમનાથ પાસે હિરણ નામક નદી આવેલી છે, જેના કાંઠે નગરા નામનો સિધુ સભ્યતાનો ટિએ છે. આ ટિંબાનું ખોદકામ થયું છે એ ખેદકામમાંથી જેટલી સંસ્કૃતિ મળી છે, તેનાં પાત્રોને જીવંત કરી બોલાવવામાં આવ્યા છે અને તે સાથે ખેદકામની પદ્ધતિ પણ આ રૂપમાં સમજાવવામાં આવી છે. તે વિષયના ત્રીજા કમમાં આવે છે: સિબ્ધ શતકમ' પુરાતત્ત્વ-દીપઘ. સંસ્કૃતિના ઇતિહાસ ઉપર નિબંધ જ લખાયા છે પણ પદ્ય રચના થયેલ હોવાનું જાણવામાં નથી. પદ્ય પણ ઇતિહાસને સંપૂર્ણ વફાદાર. આ પઘકાર સામાન્ય માણસ નથી પણ ભારત સરકારના પુરાતત્વ ખાતાને એક વખતના મહાનિયામક છે. અને પદ્યના અનુવાદક છેઃ ગુજરાત રાજ્ય પુરાતત્વ ખાતાના હાલના નિયામક. મોહનજે-દોના સંદર્ભમાં, આ પદ્યમાં સિધુ સભ્યતાના નાટયાત્મક ચિતાર આપવામાં આવ્યા છે. વિષયને ચોથા ક્રમમાં આવે છે: “ ગુજરાતમાં સિધુ સભ્યતાના ટિંબા’ જિલ્લાવાર આ યાદી ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાના સૌજન્યથી આપી છે, એટલા માટે કે ગુજરાતની પુરાતત્વીય સમૃદ્ધિને For Private and Personal Use Only
SR No.535243
Book TitlePathik 1981 Vol 21 Ank 03
Original Sutra AuthorN/A
AuthorMansingji B Barad
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1981
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy