________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપાદકીય
આ વિશિષ્ટ અંક વિષે
"સિધુ સંસ્કૃતિ ને આ ખાસ અંક પ્રગટ કરતાં મને આનંદ થાય છે. આનંદ એટલા માટે કે જગતના કોઈપણ પ્રકાશન તરફથી આ વિષયને અને આ પ્રકારને વિશિષ્ટ અંક આજ સુધીમાં પ્રગટ થયેલ હોવાનું જાણવામાં નથી.
જગતની બધી જ પ્રાચીન લિપિઓનો ઉકેલ થઈ ગયું છે. સિધુ લિપિની શોધને ૧૦૫ વર્ષ થયાં, ત્યારથી તેને ઉકેલવાના દેશ-વિદેશના સેંકડે વિદ્વાનોએ પ્રયત્નો કર્યા છે, તેમાં જે વિદ્વાને ખૂબ ઊંડે ઊતર્યા છે અને પિત પિતાની દૃષ્ટિએ ઉકેલ કરી બતાવ્યો છે પણ એ ઉકેલ એક-બીજાને માન્ય નથી થયો. મતલબ કે હજુ સુધી એ એક પણ ઉકેલ નથી થયો જે સર્વમાન્ય બની શકે. ત્યારે પ્રશ્ન એ ઊભા થાય છે કે આમ કેમ બન્યું છે? એમની ઉકેલની પદ્ધતિ શી છે? આ વિશેની સંકલિત માહિતીને જ આ અંક છે. અંકમાં લેખકે એ એમને જ ખાસ અગત્ય આપી છે કે જેમણે ઊંડે ઊતરી ઉકેલ કરી બતાવ્યો છે.
'પથિક'ના પ્રમુખ વિડ્યો -ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ, પુરાતત્વ અને સંશોધન છે. આ શૈલીના ખાસ કર૭ના ૩ અંક, સૌરાષ્ટ્રના ૪ અને તળગુજરાતના ૨ અંક “પથિકે પ્રગટ કર્યો છે. આજ કમમાં, ગુજરાત ઇતિહાસ પરિષદ-અધિવેશનના ખાસ બે અંક અને સ્વ. તુલસીદાસભાઈ મૂલજી શેઠનો સ્મૃતિ અંક પણ “પથિ' તરફથી પ્રસિદ્ધ થયેલ હોવાનું વાચકે જાણે છે.
અને એ હકીકતથી પણ અભ્યાસી–વાચકે પરિચિત છે કે ગુજરાતમાં વિશ્વવિદ્યાલયના સ્તરે કોઈપણ ગુજરાતી સામયિકને પ્રાપ્ત નહિ, એવી પ્રતિષ્ઠા એક માત્ર “પથિકને જ પ્રાપ્ત થઈ છે. ઉપરાંત અભ્યાસીઓને એવો અભિપ્રાય પણ વ્યક્ત થાય છે કે સમગ્ર ભારતમાં, કેઈ સામયિકે જે પ્રકારનું પ્રકાશન નથી કર્યું, તે પ્રકારનું ખાસ પ્રાદેશિક અંકનું પ્રકાશન કરનાર એક માત્ર “પયિા છે. આ સિવુ સંસ્કૃતિ' અંકનું પ્રકાશન પણ એજ શ્રેણીમાં થવા પામે છે, પરંતુ તેનું ફલક કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારત નહિ પણ, ઉપર જણાવ્યા પ્રમાણે જગત બને છે.
આ અંક-રચનાની પૂર્વ ભૂમિકામાં આવે છે. ગુજરાત રાજ્યને પુરાતત્વ ખાતાના નિયામક શ્રી અત્રિ. પુરાતત્વ અંગે કંઈ નવું શોધાયું હોય તે તે જાણવા-વિચારવા અવાર નવાર એમને રૂબરૂ મળવાનું થાય છે. મહિનાઓ પહેલાં એક અમેરિકન અને એક હિન્દી સામયિકમાં સિલ્વલિપિ ઉકેલના સચિત્ર લેખે જોવા મળ્યા. આ લેખો સંબંધમાં એમને મળવાનું થયું. વાતચીત દરમ્યાન ઘણું બધું જાણવા મળ્યું, વિષય એમની રુચિ હોવાથી સ્વાભાવિક રીતે જ, એ વિશેને ખાસ અંક પ્રગટ થાય છે તે અભ્યાસીઓ માટે ખૂબ જ ઉપયોગી બનવાને એમણે વિચાર વ્યક્ત કર્યો. વિચાર “પથિક'ના પ્રમુખ વિષયનો હોવાથી તે મને ગમ્યો. અંકના આકાર સંબંધમાં વધુ વિચારણા કરી અને તેમાં સિધુલિપિ ઉપરાંત બીજા વિષયને સમાવવાનું પણ ઉપયોગી લાગ્યું. અંકનાં બધાં જ લખાણે તૈયાર કરી આપવાની જવાબદારી પણ એમણે ઉઠાવવાનું કબૂલ્યું. આમ આ ખાસ અંક પ્રગટ કરવાનું નક્કી થયું. ખાતાકીય વહીવટી તેમજ અન્ય કામગીરી વચ્ચેથી સમય કાઢી એમણે લેખન કાર્ય ચાલુ કર્યું અને લગભગ ૭-૮ મહિને એ કાર્ય પૂરું થયું, પરિણામે ગયા દિવાળી અંક (સપ્ટે-ઓકટોબર)માં આ વિશિષ્ટ અંકના પ્રકાશનની “પયિકમાં જાહેરાત કરી. સમજી શકાશે કે આ પ્રકાશન માટે શ્રમ, સમય અને શક્તિને કેટલે બધે યય થયો છે.
અંકનો ખાસ વિષય “સિધુલિપિ” છે, પરંતુ તેમાં એક પુરાતત્વીય રૂ૫ અને “સિધુ શતકમને સમાવવાનું પણ ઉપયોગી લાગ્યું છે. જે પ્રથમ વાર જ પ્રગટ થાય છે. ઉપરાંત, ગુજરાત ભરના હમણાં સુધી સિધુ સભ્યતાના જે ટિંબાઓ શોધાયા છે, તેની જિલ્લા વાર યાદી પણ આ અંકમાં પ્રથમ વાર
For Private and Personal Use Only