SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પશ્વિક ડિસેમ્બર/૮૧ પુરાવિદ : (સ્વપ્નમાં બેલતા હોય એમ ): આ થરની પણ ખરી ! તમે બેલે તો : સ્ત્રી : હા, તે અમે માંસભક્ષી જ છીએ ! માટીના વિવિધ વાસણમાં માંસ ખાઈએ છીએ. અમે ખાધેલાં માંસની કરચ સેટેલાં અને વાસ, ઠીકરાં અહીં પડયા જ છે ને ? તમને મળતાં પણ હશે. તમને ચિત્રોને શેખ છે ? અમારાં વાસણ ઉપર લાલ અને કિરમજી રંગની રેખાઓ દોરીને અમે વિવિધ ભાત પાડીએ છીએ. મને કાળે અને લાલ રંગ ખૂબ જ ગમે છે ! પુરાવિદ : ખરું પણ માનવ, પશુ કે વનસ્પતિનાં ચિત્ર દોરતાં તમને નથી આવડતું ! સૂત્રધાર : કયાંથી આવડે ? જ ઓને તેમનાં વસ્ત્ર નીચે કાળું અને ઉપર લાલ ! (સ્ત્રી પગ પછાડીને ચાલી જાય છે) કેમ... કેમ ? રીસાઈને ચાલ્યાં કે શું ?...ગયાં એ તે ! પ...ણ...પણ હાથમાં માટીનું ચમકદાર લાલ રંગનું વાસણ લઈને આ બીજી સ્ત્રી કોણ આવે છે ? ચમકદાર લાલ રંગના વાસણની સંસ્કૃતિની સ્ત્રી : ન ઓળનું આ વાસણને ? તમે કદી રંગપુર ગયા છે ? ત્યાંના લોકે પણ આવાં જ વાસણો વાપરે છે. અમે આમાં ફળ રાખીએ છીએ. સૂત્રધાર : પણ આ થાળી જેવા આકારની નીચેનો ભાગ વળી શું છે ? સ્ત્રી : એ થાળીનું ટેકણ છે, અને એની નીચે એની બેસણી છે. સૂત્રધાર : પણ એનું કાંઈ નામ પાડશે કે નહિ? પુરાવિદ (વચ્ચેથી) : Dish-on-stand. સ્ત્રી : શું કહ્યું? સુત્રધાર દાંડા ઉપર રાખેલી, એની સાથે ચોંટેલી થાળી .. પણ આવા વાસણ બધે જોવા નથી મળતાં. તમારી પાસે... સ્ત્રી : અમારા પૂર્વ વિદેશ ગયેલા .. સૂત્રધાર : કયો દેશ ? પુરાવિદ : ઈરાન ! સ્ત્રી : એ જે હોય તે.... ત્યાંના લોકો આવા વાસણ વાપરતા, ત્યાંથી નમૂનાના બે-ત્રણ લાવેલા. હવે તે અહીંના કુંભાર પણ સરસ રીતે આ બનાવી જાણે છે. અમારા એક પડોશી આ ફૂલ- પાત્રમાં પૂજા વખતે પુષ્પ પણ રાખે છે ! સૂત્રધાર: મને તમારું ઘર જેવું ગમશે. બતાવશે? સ્ત્રી : ચાલેને. (ત્રણે ચાલે છે). સુત્રધારઃ (ચાલતાં-ચાલતાં) તમારા ગળામાં આ માદળિયું શેનું છે? એ પણ ઈરાનનું તો નથી ને ? સ્ત્રી : એમ છે ત્યારે ! આવું માદળિયું આ ગામમાં કોઈ પાસે નથી. મારા ભાઈ આ પણ વિદેશથી.... ક્યાંથી... ઈરાનથી લાવે. સૂત્રધાર: આમાં આ શેનાં મેં કતરેલાં છે? કુતર અને હરણ જણાય છે. તમારી વાત ખરી લાગે છે. પૂરા ભારતમાં આવું માદળિયું મેં જોયું નથી. એ. કેમ અટક્યાં ? શ્રી : આ મારું ઘર. સત્રધાર: વાહ કેવું સરસ દેખાય છે? પથ્થરની ભીંત, ઉપર માટીને ગારે છાંદેલ અને છાજે તે વળી ઘાસ-પાનનું. અંદર આવું ? સ્ત્રી : આવ ને ! સૂત્રધાર ઃ આટલે નાને ઓરડે! અને આવડી મોટી કોઠી છે ! For Private and Personal Use Only
SR No.535243
Book TitlePathik 1981 Vol 21 Ank 03
Original Sutra AuthorN/A
AuthorMansingji B Barad
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1981
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy