________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
ડિસેમ્બર/૮૧ મુદ્રાઓમાંથી કેટલીકના લેખ ઉકેલવાને પ્રથમવાર પ્રયન કરીને ફેરસવિસ કહે છે કે જે મુદ્રાના પાછળના ભાગે કાણાંવાળાં નાકાં છે તેમાં દેરી પરોવીને માણસના દેહ પર પહેરવા માટે તે બનાવવામાં આવી હશે. આ લક્ષણ ઉપરથી તેઓ અનુમાન કરે છે કે અમુક મુદ્રા કે માદળિયું કેણ, કયારે અને ક્યાં લઈ જઈ શકે એ બાબત ચોક્કમ પારંપરિત રિવાજ હોવો જોઈએ.
વળી, અલાઉદીમાંથી મળેલી કેટલીક મુદ્રામાં આકૃતિ અને લિપિની કોતરકામની ધાર પાસેની તાણતા હજુ પણ જળવાઈ રહી છે. એ બતાવે છે કે એવી મુદ્રાને ઉપગ એાછામાં ઓછો થયો છે. એ બતાવે છે કે એને ઉપયોગ કદાચ પદદશક બિલા રૂપે થતો હશે.
મુદ્રાઓ પોતે સમાજ જીવનની અને સમાજ રચનાના પ્રકારની એમ બે બાબતે દર્શાવી શકે.
મેહન–જો–દડોમાંથી મળેલી બે વિખ્યાત મા - ચાર આકૃતિઓની વચ્ચે બેઠેલ એક આકૃતિ અને બે નાગ તથા કેટલાંક જંગલી પ્રાણીઓ વચ્ચે માટીની મુદ્રા- માં અંકિત પશુઓના પ્રકારની ચર્ચા કરીને ફેર સરવિસ પશુઓ અને દેવતા વચ્ચેના દત્તકથાત્મક સંબંધોનું અનુમાન કરે છે. આ અને આવી અન્ય વિચારણા એમને “પશુપતિ ” અને “પાલનપતિ' વચ્ચે ભેદ કરવા તરફ દોરી જાય છે.
કેસરરિસે લખેલા ગ્રન્થમાં અંતે મુદ્રા નિર્માણની પદ્ધતિ પર એક શ્રેષ્ઠ અનુછેદ કાપેલે છે ! વિવેકપૂર્વકનો તુલનાત્મક અભ્યાસ કર્યા પછી તેઓ ૭૮ સંકેત-પ્રતીકેના અર્થ અંગે ધારણા બાંધે છે. આટલા અભ્યાસને અંતે. એમને ખાત્રી થાય છે કે હરપીય મુદ્રાલેખે મહદ છે મૂતિ’વિધાનાત્મક છે.
લગભગ ૪૦ વર્ષ બાદ હવે ફેરસરવિસ હેરસને પગલે ચાલ્યા. હરપ્પા અને મહેન-જો-દડેની ભાષાને સંભવત: આઘ-દ્રાવિડીય માનીને એમણે પણ સિધુમુદ્રાનો અભ્યાસ કર્યો. એમને DEDને લાભ મળે, બીજે લાભ એ મળે છે તામ્રામ કાળનાં અનેક સ્થળોની શેધાએ એમની માન્યતાને ટેકો આપો કે સિંધુ ઘાટીની આઘ-વિડીય સંસ્કૃતિ મધ્ય ભારત અને દખણમાં ક્રમશઃ ગળાઈને દક્ષિણ ભારતમાં, કે જે પાછળથી દ્રવિડ કે મિળ કે તામિલનાડુ તરીકે ઓળખાયો, શિકીભૂત બની.
સિધુલિપિ ઉકેલવાના હેરાસના અને રિસરવિંસના પ્રયાસો પૈકી કેટલાક રસપ્રદ તે એક સરખા છે, બંને વિદ્વાનોએ કેટલીક મુદ્રાઓની વાચના આપી છે. આ બંને વાચનાની આપણે તુલના કરીએ છીએ ત્યારે સમજાય છે કે માલિકી હક બતાવતા કેટલાક સંકેત એક સરખા છે પરંતુ બીજી કેટલાક મહદંશે
પશુઓથી વીંટળાયેલી, ત્રિશળધારી, માથા પર શિંગડાને મુકુટ પહેરેલી આકૃતિ અંકિત મુદ્રાના અર્થધટન અને ઉકેલને સંબંધ છે ત્યાં સુધી આ બંને વિદ્વાનો એ કેન્દ્રસ્થ આકૃતિને દેવ તે માને જ છે (હેરસ એને અન” કહે છે, પરંતુ એ દેવની આસપાસ અંકિત પશુઓને હેરાસ વિવિધ માનવ જાતિઓનાં સૂચક ગણે છે જ્યારે કે ફેરસરવિસ એમને માત્ર પશુઓ જ મને છે. ( કારણ કે તેઓ એ મુદ્રાંક્તિ લેખને “પશુઓના રક્ષ”, વેદના “પશુપતિ 'ને મળ અથ, વાંચે છે). .
. આમ દ્રાવિડ મળલક્ષી બે વિદ્વાની માન્યતાઓ વચ્ચેનો ફરક આપણા મનમાં કુદરતી રીતે કેટલીક શંકાઓ જન્માવે છે. આપણે જાણતા નથી કે કોણ સાચા છે. આપણને એની પણ નવાઈ લાગે છે કે એમની ધારણાનાં મૂળ સાચાં હશે?! તેમ છતાં કેસરવિસે આપેલી લગભગ ૧૭૫ ચિત્ર સંકતોની વાચનાને અભ્યાસ કર્યા બાદ કહેવું જોઈએ કે એમની ધારણું સુગ્રથિત જણાય છે. ફેસરવિ સાચા છે કે નહિ એ કહેવું મારા માટે અટકળબાજી જેવું થશે. પરંતુ ફેરસરવિસે પશ્ચિમ અને મધ્ય ભારતની
For Private and Personal Use Only