________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બ૮૧ પ્ર”, “મહા ” આદિ નામની પછી આવે છે. પણ આ ક્રમ માટે અકાટવ નિયમ નથી. પ-૫ ની જેમ કેટલીક ગુણવાચક સંજ્ઞા બેવડાય છે ત્યારે સંસ્કૃતના “રાજરાજ ની જેમ રાજાઓને રાજા' જેવો અર્થ બતાવે છે. હિટ્ટાઈટમાં પણ “લુગલ-લુગલ દિક્તિ આ
અર્થની જ ઘાતક છે. ઝ. પૂર્વ હરપ્પીય વન્યાક્ષરી-યુક્ત મૂળાક્ષરી લિપિ ઈ.સ. પૂર્વે ૧૫૦૦ આસપાસ મૂળાક્ષરી બની
ગઈ હતી. ૮. હરપ્પીય લોકો ભારેપીય ભાષા બોલતા હતા જેને શબ્દ ભડળ, અર્થ અને ધ્વનિતંત્રની
દષ્ટિએ, ભારતીય આર્યોની ભાષાને બહુ મળતો આવે છે. સિધુભાષામાં મળતાં (૧) બક, તારક, અષ્ટક, પંચક, લબ, ગર, અપ, ત્રિક. અપ્ત, મન અને દસ જેવાં રાજાઓ અને ખંડિયાઓનાં ૨૬ જેટલાં નામ; (૨) મલહ (મેલુહૂ હા), સપ્ત-આપ (સપ્તસિંધુ) આદિ પ્રદેશનાં નામ: (૩) એકાહ, પંચાહ, સપ્તાહ વગેરે યોનાં નામ અને (૪) ક, લ, ત, હ વગેરે દિવ્ય તનાં નામ બતાવે છે કે હરપ્પીય વૈદિક
આર્યોના પૂર્વજ હતા. (૨૩), (ઉપર્યુક્ત માન્યતાઓ પ્રકાશિત થયા બાદ આઠ વર્ષ પછી શ્રી રાવે જણાવ્યું કે, કુલ ૩૧૨૬
મુદ્રાભિલેખમાંથી ૨૪૦૦ ગણનામાં લીધા છે અને એમાંથી ૧૮૦૦ ની વાચના એમણે પોતે જ કરી છે, જેના પરિણામે જણાયું છે કે સિધુલિપિનાં મૂળ ઈ.સ. પૂર્વે ૩૦૦૦ જેટલાં પ્રાચીન છે, ઈ.સ. પૂર્વે ૨૫૦૦ થી ઈ.સ. પૂર્વે ૧૯૦૦ દરમિયાન ફર સંજ્ઞા અને ઈ.સ. પૂર્વે ૧૯૦૦ થી ઈ. સ. પૂર્વે
૧૩૦૦ દરમિયાન ૨૨ અક્ષરની વર્ણમાલા હતી; (૨૪) સિધુલિપિમાં લખાયેલા મુદ્રાભિલેખેમાંથી ૨૫૦ શબ્દ અને ૮૨ ધાતુ આદિક સંસ્કૃતમાં પણ છે અને (૨૫) સિધુલિપિ એ સંસારની સર્વ પ્રથમ વર્ણમાલા છે, બાકીની એની દેવાદાર બનીને ફાલી હતી.
૧૫. શ્રી રાવે મૂળાક્ષરોની સંખ્યા ઘટાડીને એક સ્તુત્ય કાર્ય કર્યું છે. સિધુલિપિને ભારતીય, એના વાપરનારાને વૈદિક આર્યોના પૂર્વ અને એની ભાષાને ભારપીય કુળની બતાવીને જાણે કે સાચી દિશામાં આગળ વધી રહ્યા હોય એવી છાપ એમણે ઊભી કરી છે. પરંતુ લખાણની પદ્ધતિ એમની દષ્ટિએ જમણાથી ડાબી બાજુ જતી અભારતીય હતી, એ ઝટ સ્વીકારી શકાય એમ નથી. અને જે ન રવીકારીએ તો એમની ૧૮૦૦ વાચન ખોટી પડે ! પ્રશ્ન આપણું સ્વીકાર-અસ્વીકાર નથી પરંતુ જે સિધુલિપિ ડાબીથી જમણી બાજુ લખાતી હોવાનું ભવિષ્યમાં સિદ્ધ થશે તે અભારતીય શૈલીના પુરસ્કૃત દેશી-વિદેશી તમામ વિધાન ખોટા પડશે. બાકી શ્રી રાવની અત્યાર સુધીની બાકીની માન્યતાઓ બદલ વિશ્વભરમાં જ્યાં જ્યાં એઓ ગયા છે ત્યાં-ત્યાં એમને જે અને જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એનો ઉલ્લેખ કરતાં તા. ૧૧-૩-૮૦ના રોજ મને કહેલ કે ભારતમાં આર્યો અને કાવિંડોને ઝઘડે ચાલુ રહે એવા એક માત્ર મલિન હેતુથી જ વિદેશીઓ સિબ્યુલિપિને દ્રાવિડીયવંશની લિપિઓ સાથે જોડે છે !
૧૬. છે. એમ. એમ. ગુપતા એલોપેથીના નિષ્ણાત છે. સરકારી સેવામાંથી નિવૃત્તિ મેળવ્યા પછી હાલ અમદાવાદ મુકામે રહી પારિવારિક ફરજો અને પ્રાકૃતિક આવશ્યકતાઓને કારણે આપવા પડતા સમય સિવાયતે તમામ સમય, મને લાગે છે કે સિધુલિપિને સમજવા પાછળ ગાળે છે. એમનો દષ્ટિકોણ વિજ્ઞાન છે. એમના જીવન ઉપર સ્વામી દયાનંદજીની છાપ હેવાની મને છાપ પડી છે. મહાભારત અંગેના
ઈ પ્રશ્ન ચર્ચાપત્ર લખવા માટે અને કાં તે મહાભારત અંગે કોઈ પુસ્તક લખવા માટે આપણું પ્રાચીન
For Private and Personal Use Only