SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપક ડિસેમ્બર ૧ (૧૯) સિલિપિની એક સંજ્ઞા -- આવી મસ્યાકાર છે. વિડીય અને આઘદ્રાવિડીય ભાષાઓમાં “ ભસ્ય “ કે “તારા ”ના અર્થમાં “મીન ' ધાતુ ઉપરથી બનેલા અનેક શબ્દો મળે છે. સિધુલિપિમાં જ્યાં જ્યાં મય-સંજ્ઞા સાથે જુદા-જુદા વનિ સંકેતો વપરાયા છે ત્યાં ત્યાં જુદા જુદા અર્થ નીકળે છે. વનિ-સંકેત વિનાની મસ્યસંજ્ઞા પાસે પાસે બે વાર આવે ત્યારે ત્યારે તુલુ ભાષાના ‘મિણિ મિણિ' (ચળકતું) અને તેલુગુભાષાના “ મિન-મિન” (ચળકતું) પદને મળતો અર્થ થાય છે; (૨૦) મત્સ્યસત્તા સાથે આવતા ધ્વનિસંકેતને કારણે એના ઉચ્ચાર અને તેથી અર્થમાં ફરક પડે છે. આવા અર્થ આજથી ૨૦૦૦ વર્ષ પહેલાંની તામિલ ભાષામાં પ્રહ માટે વપરાતા રંગ સાથે મેળ ખાય છે. જેમકે સિંધુમાં અમુક સ્વનિસંકેતયુક્ત મસ્યસંજ્ઞાનો ઉચ્ચાર “મેર્યું” થાય. તામિલમાં શનિના ગ્રહના કાળા રંગના અર્થમાં “મૈ-મ-મીન ” સત્તા છે. (૨૧) વેદમાં પંચાગને ઉલેખ નામમાત્રને આવે છે. અથવવેદમાં તમામ ગ્રહોની અને ચન્દ્રના તમામ ઘરની માહિતી આપી છે. આ બતાવે છે કે વૈદિક આર્યોએ ભારતના પિતાની પહેલાંના વસાહતીઓ પાસેથી, ઈ.સ.પૂર્વે ૨૪ મી સદીમાં, પંચાગવિદ્યા મેળવી હશે. આપનારા હશે સિબ્ધ સભ્યતાના ધારકો. કારણ કે એ ધારકો નક્ષત્રવિદ્યાના આધારે જ નગર આયોજન કરતા હતા. આનો એક વધુ સૂયક પુરાવો આ મુજબ છે : હરપ્પીય સિધુલિપિમાં મરયસંજ્ઞા ની પાસે કરચલાનું ચિત્ર પણું આવે છે ક્યારેક પગ સહિત પણ મહદશે નહોરવાળું. અર્થ થાય “ પકડવું.' સૂચિતાર્થ થાય “ગ્રહ છે. દ્રાવિડીય શબ્દ “કોળ' પણ આ બંને અર્થનો વાચક છે. સંસ્કૃત ધાતુ “પ્રત્રને પણ આ જ અર્થ થાય છે; (૨૨) મોહન-જો-દડેમાંથી મળેલી ૨૦૦ જેટલી તામ્રપટ્ટીઓની એક બાજુ લખાણ છે, બીજી બાજુ એને આનુષંગિક, મૂર્તિ પ્રકારનાં, વળાં (અંગ્રેજી MOTTF) છે. આ વળાં કેટલીક પટ્ટીઓમાં ચિત્રલિપિનું રૂપ ધારણ કરે છે. આમ હરપીય લેખો દ્વિભાષી હોવાનું સિદ્ધ થાય છે. (જુઓ ઉપર આંક-૨). (૨૩) હરપામાંથી મળેલી એક મુદ્રામાં છે આવી સંસાની વચ્ચે કરચલાની આકૃતિ અને બહાર બંને બાજુ પીપળાનાં એકેક પાનની આકૃતિ બનાવી છે. તે કેટલી મુદ્રામાં પીપળાના પાનને બદલે અન્ય ચિત્રાકૃતિ હોય છે), આ થયો સંયુક્તાક્ષર, કાવિડીય ભાષાઓમાં “કોળી 'ના અંજીર, વડ, વૃક્ષ, મારવું, ઘા કરે, મારી નાખવું, બાણથી મારવું (તેલુગમાં) વિલાપને કારણે મોટેથી રડવું વગેરે અર્થે ” થાય છે. ઉક્ત જોડાક્ષર “પકડનાર'ના અર્થને ઘોતક છે. સંસ્કૃતમાં “હર ” અને “રૂદ્ર 'નો પણ એ જ અર્થ થાય છે. અગ્નિને પણ રૂદ્ર કહે છે. એનું રૂપ બકરા જેવું છે. મોહન-જો-દડો માંથી મળેલ તામ્રપટ્ટીમાં શિકારી દેવની લાંબી આંખે, દાઢી અને શિંગડાં વગેરે બકરા જેવાં છે. તેથી એ ચિત્ર શિકારી કે રૂદ્રનું હોવાની શકયતા છે; (૨૪) દ્રાવિડીય ભાષાઓના “કોળી” શબ્દનો અર્થ “વ” પણ થાય છે. સંસ્કૃતને “વટ ” શબ્દ મૂળમાં દ્રાવિડીય હેવો જોઈએ. પુરાણોમાં વટ-વડ ને ઉત્તર તરફનું વૃક્ષ માનેલ છે. સિધુ અભિલેખમાં વટ અ મત્સ્યની આકૃતિને મળતાં ચિત્રોને “વટ-મીણ' (ઉત્તર તરફનો તારે) વાંચી શકાય. અર્થ છે : લગ્નવિધિ વખતે કન્યાને બતાવવામાં આવતે દક્ષિણ ભારતમાં અરુંધતિને તારે અને વૈદિક વિવાહ પદ્ધતિમાં યુવાને તેરે. For Private and Personal Use Only
SR No.535243
Book TitlePathik 1981 Vol 21 Ank 03
Original Sutra AuthorN/A
AuthorMansingji B Barad
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1981
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy