SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક ડિસેમ્બર૮૧ છે. હરપ્પા-વાસીઓએ સ્વયં સંપૂર્ણ લિપિ મેહન-જો-દડે પાસેથી લઈ લીધી એથી હરખાના અભિલેખમાં એ વિકાસક્રમ જોવા નથી મળતું. મેહન-જો-દડવાળા લિપિ પાછળ અને હરપા વાળા ભાષા પાછળ પડયા હોય એમ જણાય છે, (૧૨) મોહેન જો-દડમાં પ્રાકૃતિક જમીન સુધી ખેદકામ નથી થયું, પરિણામે સિધુ લિપિનું આદિ પૂર્વજ સ્વરૂપ ઉપલબ્ધ નથી થયું. તેમ છતાં, ઉપલબ્ધ નમૂના ઉપરથી નક્કી થાય છે કે ચિત્ર સં નાઓમાંથી પ્રમશ: મૂળાક્ષરી સંજ્ઞાઓ અને પછી સંયુક્તાક્ષરી સંજ્ઞાઓ બની છે. (૧૩) ચિત્ર સંજ્ઞાઓ શરૂઆતમાં પ્રાચીન ઈજિપ્તની “ચિત્ર લિપિ 'વાળી સંજ્ઞાઓ લખવાના લણને મળતી આવતી હતી. આ સામે કૃતક છે એમ નહિ સમજી શકવાયા ઈજિપ્ત વિદ્યાવિશારદે સિધુલિપિ ઉકેલી ન શકથા; (૧૪) તમામ પ્રકારની પ્રાચીન લિપિઓની પૂર્વજ કોઈ એક ભારતીય લિપિ હશે : સિન્ધના અનાર્થ (?) વસાહતીઓ પાસે ઘણા જૂના સમયમાં લખવાની કોઈ પદ્ધતિ હતી જેમાંથી ઇજિપ્ત અને ભારત (સિધુ?)ની બે સ્વતંત્ર લિપિ શાખા વિકસી શે; • (૧૫) સિધુની ચિત્રલિપિ ઈજિપ્ત કે આફ્રિકાની કોઈ જાતિમાં થઈ ગયેલી હેમ (Ham)ના વંશજોની “ હેમેટિક” લિપિ હતી. ઉત્તરમાંથી આવેલી, આર્યભાષા બોલતી ટોળીના અનુગામીઓએ જીતાયેલા હેમવંશીઓની લિપિનો ઉપયોગ પિતાની ભાષાને અક્ષરદેહ આપવાવાં કર્યો ! સિધુલિપિની હરપીય લઢણ કહે છે કે ઉત્તર દિશામાંથી આવેલાઓને પિતાની લિપિ નહતી, એમણે મોહન-જો-દડો નહિ તે દક્ષિણ પાસેથી લિપિ ઉધાર લીધી હતી; (૧૬) સિધુ ઘાટીમાંથી ઉખનિત અભિલેખીય સામગ્રી આર્યોની આદિમ બોલી તરફ આંગળી ચીંધવાની સાથેસાથ દક્ષિણની દબાઈ ગયેલી ભાષા ઉપર પણ પ્રકાશ ફેંકે છે. (૧૭) સિધુ સભ્યતાના અભિલેખામાં વપરાયેલ લિપિ અને ભાષા “લિયન્તર અને પ્રતિલિપિકરણ” સમયનાં છે. સંયુક્ત સરકારની સત્તા હેઠળ આર્ય પદાધિકારીઓમાં વહીવટદ્વારા ભાષા અને લિપિની અદલા-બદલી ચાલતી હતી. ૫. શ્રી સુધાંશુકુમાર રાયની ઉપર્યુક્ત માન્યતાઓ અંગે અહીં એટલું જ કહેવું બસ થશે કે કે શ્રી રામે પિતાનું નામ સિધુલિપિમાં ડાબીથી જમણું બાજ લખ્યું છે પરંતુ વિવિધ અભિલેખમાં વિવિધ સંજ્ઞા–સંકેતેની ઉઠેલ પદ્ધતિની તેમની ચાવીઓ પણ વિવિધ છે અને પરિણામે એ ચાવીઓ મુજબ અન્ય વિદ્વાન અન્ય કોઈ અભિલેખ ઉકેલી શકે કે કેમ એ એક પ્રશ્ન છે. સિધુ લિપિનાં બીબાંની મુશ્કેલીઓને કારણે ઉદાહરણ ટાંકી શકાય એમ નથી, એ બદલ લેખ દિલગીર છે. ૬. . ફતેહસિંહના બે લેખ, રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન જોધપુરના, હવે બંધ પડેલાં માસિક સ્વાહા”માં પ્રસિદ્ધ થયા છે. એમના અભિમતનાં મહત્વનાં તારણે નીચે મુજબ છે : (૧) માલ, મેકે, વત્સ અને હન્ટર જેવા વિદ્વાનોએ સિધુલિપિને જમણાથી ડાબી બાજુએ, અભારતીય શૈલીમાં લખાતી માનીને એનો સંબંધ પણ અભારતીય લિપિઓ સાથે જોડો છે; (૨) સિધુ સભ્યતાના અભિલેખે એક જ નહિ, ચાર લિપિમાં લખાયેલા છે. એમાંથી ત્રણ નિસંદેહ ડાબી બાજુ લખાતી હતી; For Private and Personal Use Only
SR No.535243
Book TitlePathik 1981 Vol 21 Ank 03
Original Sutra AuthorN/A
AuthorMansingji B Barad
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1981
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy