________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ લે ].
માનવ પરમ મિત્ર “ વિનય”
જાય છે ! માટે જ વિનયગુરુની મહત્તા સમજવી જોઈએ. વિનયથી જ કપ્રિયતાને સદગુણ પદા થાય છે. વિનયશીલ મનુષ્યને બધા ચાહે છે અને આત્મકલ્યાણુના ધર્મમાગને અધિકાર પણ એ જ મેળવી શકે છે. પિતાના જ્ઞાનને, પોતાની આવડતને, પિતાના ધનને, માનને કે બળનો ગર્વ થ એ અજીર્ણ છે. અજીર્ણ થતાં વધુ સમજવાની શક્તિ નષ્ટ થઈ જાય છે. ઉલટાની વધારાનું કાઢી નાખવા માટે રેચકનો ઉપયોગ કરે પડે છે. પોતાની શક્તિ પચાવવા માટે વિનય ગુણની અત્યંત જરૂર છે.
જ્ઞાન મેળવવા માટે ગુરુની આવશ્યકતા હોય છે. અને ગુરુ પ્રત્યે શિષ્ય નમ્રભાવે વિનયપૂર્વક પ્રશ્ન કરે છે ત્યારે જ ગુરુ પ્રસન્નતાપૂર્વક શિષ્યને જ્ઞાન આપે છે. પૂર્વકાળમાં ગુરુની અખંડ રીતે વિનયભાવે જે શિષ્ય સેવા કરે તે જ જ્ઞાનને અધિકારી બનતે. શિષ્ય ભલે રાજપુત્ર હોય કે ક્ષત્રિય પુત્ર હય, વણિકપુત્ર હોય કે અન્ય કોઈ હેય એ ગુરુસેવા ભક્તિપૂર્વક કરે તે જ તેને જ્ઞાન મળે અને પિતાના ક્ષેત્રમાં તે અધિકારી બને, તેથી વિપરીત રીતે ચાલનારા જ્ઞાનના અધિકારી થતા જ નહીં. શિષ્ય જ્યારે ઉદ્ધતાઈ દાખવે કે જ્ઞાનનું અજી દાખવે ત્યારે તેનું આગળનું જ્ઞાન બંધ જ થઈ જતું હતું. ગુરુ શિષ્યમાં પિતાપુત્ર કે દેવભક્તને સંબંધ રહેતો. ગુરુ પ્રત્યે જરા પણ અવિનય બતાવવાને પ્રસંગે ઉપસ્થિત ન થાય તેની શિષ્ય અત્યંત કાળજી રાખો. ગુરુની આજ્ઞા એ સાક્ષાત પરમેશ્વરની જ આજ્ઞા મનાતી. એવા વિનયભાવનું ફળ સાચા જ્ઞાનમાં જ પરિણમતું.
હાલમાં સરકાર નિયંત્રિત શિક્ષક્ષેત્રમાં પહેલાનો સંબંધ ફરી ગએલે જણાય છે. પ્રોફેસરે કે શિક્ષકેને દરજજો ઘણો ઉતરતે ચાલ્યો હોય એમ જણાય છે. અનેક ખાતાઓમાં વગવશીલે કે લાંચરસ્વત પેસી ગએલી જણાય છે. તેમ શિક્ષણ ખાતામાં પણ એવા અત્યંત ધૃણિત અને લેકનિદાને પાત્ર એવા દુર્ગણે પેસી ગયેલા જોવામાં આવે છે, એ અત્યંત કમનસીબી છે. ગુરુ એ આપણો નકર છે એવું શિષ્યને લાગે છે. અને ગુરુનું અપમાન કરવું એ કઈ દે હેય એમ એમને લાગતું જ નથી. માર્કો વધુ મેળવવા માટે આડા માર્ગોને ઉપયોગ કરે એમાં ગુરુ અને શિષ્યોને કાંઈ ખોટું કરીએ છીએ એમ લાગતું નથી. જ્ઞાન મેળવવું અને આપવું એ એક જાતનો વેપાર ગણાઈ ગયો છે.
અધ્યયન અને અધ્યાપનમાં વિનય અને વિવેકનું તેમજ નિલેશતાના ધાર્મિક ગુરાનું જે સ્થાન હતું તે લુપ્ત થઈ ગયું છે. કૃતજ્ઞતા બુદ્ધિ તે જરાએ જણાતી નથી. અર્થાત વિનયગુરુથી પરસ્પરમાં જે નિધતા હતી તેને લઈને વિદ્યા પરિણમતી અને છેવટે તે એડિક તેમજ પારલૌકિક કલ્યાણમાં પરિણમતી. હાલમાં તેને અંશ પણ જણાવો મુશ્કેલ થઈ પડે છે. શિક્ષણમાંથી વિનયને અભાવ થતાની સાથે જ તેમાં બજારની ઈતર વસ્તુઓની પેઠે કિંમત અંકાઈ ગઈ છે. કમાણીનું એ એક સાધન માનવામાં આવ્યું છે. શિક્ષા કેળવણી સુલભ થાય છે, એવા ભ્રમમાં નાખીને ઢગલાબંધ બુક છાપી લેકે પાસેથી લૂંટ ચલાવી રહેલા છે. વગર મહેનતે પાસ થવાની લાલય જેમ જેમ વધે છે તેમ તેમ તેને લાભ લેનારાઓ વધી રહેલા છે, એ ખરેખર કમનસીબી છે. આ બધી આપત્તિ એનું મૂળ જોવામાં આવે તે તે વિનય જેવા ધાર્મિક ગુણને અભાવ જ જણાય છે.
વિનયશીલ મનુષ્ય જગતમાં પ્રસિદ્ધિ મેળવે છે, ગુસ્ની કૃપાને પાત્ર બને છે અને પરિણામે જ્ઞાની થાય છે. દરેક ક્રિયામાં તેને રૂચિ અને આદર પ્રાપ્ત થાય છે. તે બધામાં સદ્દગુણો જુવે છે અને તેનામાં બધાએને સારા જ ગુણો જણાય છે. વિનયવાન માણસ ક્રોધ જેવા પ્રખર દેવથી દૂર થઈ શકે છે અને અનેક આપત્તિઓથી બચી શકે છે. સદ્દગુણોની ચાવીરૂપ જ વિનયગુરુ ગણી શકાય, માટે ઉદ્ધત પણ છેડી વિનયગુરુને આદર કરી પોતાના કલ્યાણને માર્ગ ખુલે કરી લેવો એ દરેક મનુષ્યની ફરજ છે. એટલા માટે જ વિનયને આત્માને પરમ મિત્ર ગણવામાં આવે છે. સાચા મિત્રની ગરજ એ સારે છે. આપણે બધા જ બધું ભગિનીઓમાં વિનયગુરુનો સદ્ભાવ થાઓ એમ ઇચ્છી વિરમીએ છીએ.
For Private And Personal Use Only