________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
છૂ
જાઢ 1 1
* જૈન ધર્મ પ્રકાશ
પુસ્તક ૬૮ મું.
અંક ૯ મો.
: અશાડ :
વીર સં ૨૪૭૮ વિ. સં. ૨૦૦૮
શ્રી ઋષભદેવ સ્તવન*
(પ્રભાત રાગ-દેશી કડખાની. ) અષભ જિનરાજ તું માત મુજ હેતની, બાલ હું ચ૨ણુમાં નમન અ[; .
દુઃખ મુજ મુખથકી પણ કહી નહી શકું, ભૂખ શાની મને તે ન પરખૂ. આંકણી. (I) મૂક હું સ્પષ્ટ નહીં શબ્દ ઉચ્ચરી શકું, મારા શબ્દ નહીં અથS વહેતા;
માત તું પૂર્ણ જાણે મને ઓળખે, બાલનું દુઃખ મનમાંહી રહેતા. ૧ ન બાલ ચરણે કદી તીણું કટક ભરે, માતના નયનમાં નીર આવે; છે તેમ આક્રંદ મુજ દીર્ધ સુણતા થકા, માત કરુણા હજુ કેમ નાવે ? ૨
બેલતા ચાલતા સ્પષ્ટ ના મને, માત વિણ કેણુ મુજને રમાડે ? *IIજનની વિણ કે વત્સલ કહો અધિક છે ? બાલના દુ:ખને જે નસાડે. ૩ ID મેં કરી વિવિધ ને દીર્ઘ આશાતના, બાલ જાણી લક્ષમાં કીમ ન કરતા ?
બાલ થાવે કદી કુમતિ પણ માત તે છે દયાનિધિ જગે પ્રગટ વાર્તા. ૪ ક્ષણતણે પણ હવે અવધિ નહીં અંબ! મુજ, હાથ ઝાલી મને તાર માતા ! વિનતિ બાલેન્જની સાંભળી જનનિ તું, હાથ લંબાવ મુજ ગીત ગાતા. ૫
* શ્રી બાલચંદ હીરાચંદ “ સાહિત્યચંદ્ર * આ સ્તવનમાં ભક્ત-કવિ પ્રભુને માતાનું બિરુદ આપી, સ્તવના કરી, મુક્તિ માગે છે.
@@@@@@@@@@@
For Private And Personal Use Only