________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪ શ્રી જૈન ધર્મ પ્રકાશ
[ આષાઢ . હાવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે. પણ અનાદિ એક ઈશ્વર માનવાવાળી-નાનાઅનેક આત્મા માનતા નથી પણ અનાદિ શુદ્ધ નિરાકાર એક ઈશ્વર જ અનેક રૂપે સંસારની વિચિત્રતાનું કારણ માને છે. અનાદિકાળથી અનેક આત્માઓ છે પણ તેમાં એક આત્મા નિરાકાર અને સર્વશક્તિમાન છે અને બાકીના બધાય સાકાર છે. જે એમ માનીએ તો અનાદિથી જે સ્વરૂપે નિરાકાર છે તે નિરાકાર જ રહેવાનો અને જે સ્વરૂપે સાકાર છે તે સાકાર રહેવાના. સાકાર નિરાકાર નહિં થાય અને નિરાકાર સાકાર નહિં થાય, કારણ કે અનાદિથી જે વસ્તુ જે સ્વરૂપવાળી ડાય છે તે જ સ્વરૂપે રહે છે. ગમે તેવા સંગમાં પણ વસ્તુ પોતાના અનાદિ સ્વરૂપને છોડતી નથી અને જો વસ્તુ પિતાના સ્વરૂપને છોડી દે તો પછી જ ચેતન થાય અને ચેતન જડ થઈ જાય. કરી, સાકર અને સાકર કરી અતું થાય આવી રીતે જગતમાં વસ્તુસ્વરૂપની અવ્યવસ્થા થવાથી વરતુમાત્રનો અભાવ થઈ જાય છે. જ્યારે સાકાર આત્મા નિરાકાર બની શકે નહિં તે પછી નિરાકાર ઈશ્વરની ઉપાસના કરવી વ્યર્થ છે. આ બધા કારણે તપાસતાં આત્મા અનાદિથી જ સ્વરૂપે તો નિરાકાર છે પણ પર રૂપે-અનાદિ કર્મસાગરૂપે સાકાર છે, તે જ્યારે કમથી મુકાય છે ત્યારે પિતાનું સ્વરૂપે પ્રગટ થવાથી નિરાકાર કહેવાય છે. એટલે કે જે અનાદિ કાળથી પર રૂપે સાકાર • હતો તે જ સ્વરૂપે નિરાકાર થયો. આ ઉપરથી એમ પણ સિદ્ધ થાય છે કે-કેઈ પણું મા અનાદિથી નિરાકાર નથી પણ જેટલા નિરાકાર આત્મા છે તે બધાય સાકારમાંથી નિરાકાર બન્યા છે. પુદગલ દ્રવ્ય તે સ્વરૂપથી રૂપી હોવાથી સ્વરૂપથી જ સાકાર છે એટલે તે રાકિય હોવા છતાં પણ નિરાકાર બelી શકે જ નહિ. તે સિવાયના ધમસ્તિકાયાદિ ચાર દ્રવ્યોમાંથી આત્મદ્રવ્યમાં જ નિરાકારતા ઘટી શકે છે; કારણ કે તે કર્મના સંસર્ગથી રૂપી-સક્રિય તથા સાકાર છે અને બાકીના ત્રણ દ્રવ્ય અનાદિથી જ શુદ્ધ હોવાથી અરૂપી-એક-સર્વ વ્યાપી તથા અક્રિય હોવાથી તેમાં સાકારતા તથા નિરાકારતા જેવું કશું ય હેતું નથી. જે દ્રવ્ય સ્વરૂપથી જ સર્વવ્યાપી હાઈને એક હોય છે તે અરૂપી તથા અક્રિય હોય છે અને જે દિવ્ય સ્વરૂપથી દેશવ્યાપી હોઈને અનેક હોય છે તે રૂપી તથા સક્રિય પણ હોય છે, માટે જીવ દ્રવ્ય તથા પુદગલ દ્રવ્ય આ બંને દ્રવ્યમાંથી પુદગલ દ્રવ્ય સ્વરૂપથી જ રૂપી તથા સક્રિય છે. અને જીવ દ્રવ્ય સ્વરૂપથી તો અરૂપી તથા અક્રિય છે પણ પુગલ દ્રવ્યના સગથી તો રૂપી અને સક્રિય છે માટે તે સાકારે પણ કહેવાય છે તેથી નિરાકારતા મેળવ્યા પછી તેની ક્રિયા વિરામ પામી જાય છે.
જેમ આત્મા કર્મસંયોગથી સાકાર કહેવાય છે તેમ ધર્માસ્તિકાયાદિ અનેક રૂપી પુદ્ગલો તથા સ્કંધોને સયોગ હોવા છતાં પણ સાકાર કહેવાતા નથી, કારણ કે તે સર્વવ્યાપી હોવાથી અક્રિય છે. (જે વસ્તુ સર્વવ્યાપી હોય છે તેને હલન-ચલન માટે સ્થાન ન હોવાથી અક્રિય જ હોય છે.) અને એટલા
For Private And Personal Use Only