SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandiri પણ સુધારાની ખાસ સંભાળ રાખવાની છે. બીજા યંત્રમાં છૂટા ભાગે મૂકી શકાય છે. શરીર યંત્રમાં છટા ભાગે ગોઠવી શકાતા નથી, માટે જે શરીરની ભાગ નબળા હોય તેની તપાસ રાખવી જોઈએ અને પુરતી સારવાર કરવી જોઈએ. સારા અનુવાવી દાકતરને શરીર બતાવી, નબળા અવયવો કયા છે તે જાણી લેવું. મૃત્યુ સામેના યુદ્ધમાં હવે સત્તર વર્ષનો માણસ આગલી હરેલ-- (front-line )માં આવે છે, એટલે તે જરા પણ ગફલતમાં રહી શકે નહિ. જે સંભાળ રાખે તે વધારે દશ વર્ષની જિંદગી તે મેળવી શકશે. બનનાં સુધી વૃદ્ધ અનુભવી દાતુરની સારવારમાં રહેવું, કારણ જરૂર વિના દવાઓ ન લેવી અને કુદરતના નિયમ પ્રમાણે કેમ રહેવું તે અનુભવી દાકાર જાગે છે અને તે પ્રમાણે દકને સલાહ આપે છે. દવાના બાટલાઓ ખાલી કરવાથી તંદુની આવી પણુ આરામ અને સમજપૂર્વક રહેવાથી શરીર સચવાય છે તે વૃદ્ધ દાક્તર જાણે છે. નિશાળમાં બધા નિષોનું જ્ઞાન અપાય છે, પણ વૈદકીય શાળા સિવાય કોઈ બીજી શાળામાં શરીરના વિષયનું જ્ઞાન આપવામાં આવતું નથી, તે એક જાતની કમનસીબી છે. પૂરાણુ વિષયનું જ્ઞાન આપવામાં આવે, અને ઘણા જ દરેક ઉપયોગી શરીરના વિષયનું સામાન્ય જ્ઞાન પણ ન અપાય તે બરાબર નથી. વૃદ્ધ માણસોએ ખાટલામાં પડ્યા રહેવાની કે આરામ ખુરશીમાં બેસી રહેવાની ટેવ ન પાડવી જોઈએ. બની શકે તેટલું શરીરને હરતું ફરતું રાખવું જોઈએ. તેમાં ફકત માનસિક પ્રયત્નની જરૂર છે. કેટલાક માણસો પચાસ વર્ષની ઉંમરે પણ જાણે ગાત્રો ગળી ગયા હોય તેમ વાંકા ચાલે છે, ટટાર ચાલતો નથી. આવી રીતે ચાલવાથી શરીરને અને વર્તનને હાનિ પહોંચે છે. આ અટકાવવા માટે માણસને લશ્કરી તાલીમની જરૂર છે. વૃદ્ધ માણસે પિતાના શરીરના દેખાવ માટે પણ સંભાળ રાખવી જોઈએ. ઉમર કરતાં વધારે વૃદ્ધ દેખાવાનું કારણ નથી. વૃદ્ધ માણસે નાના દેખાતાં મંદવાડ માટે પણ કાળજી રાખવી જોઈએ. છેડી શરદી થવાથી પણ દરકાર ન રાખવામાં આવે તો માઠાં પરિણામ આવે છે, કારણ વૃદ્ધ અવસ્થામાં શરીરમાં પુનરૂશકિક પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ઓછું હોય છે, વૃદ્ધાવસ્થામાં તંદુરસ્તીની ખરી કિ વાત સતત સંભાળ છે. વૃદ્ધ માણસે ખોરાક નિયતિ ઓછા પ્રમાણમાં લિંવા જોઈએ. જુવાન માસ જેવી તેની પાચનશક્તિ હોતી નથી. કુદરતનો નિયમ એવો છે કે વધારે પઠન બીનજરૂરી ખાધેલો ખોરાક વિષરૂપે પરિણમે છે. દરેક માણસે ખાસ કરીને વૃદ્ધ માણ ધીમે ધીમે ચાવીને ખાવાની આદત રાખવી જોઈએ, કારણે પાચનનું કામ મારામાંથી જ શરૂ થાય છે. પૂરતું પાણી For Private And Personal Use Only
SR No.533765
Book TitleJain Dharm Prakash 1948 Pustak 064 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1948
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy