________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનુરાગી મિત્ર સમૃત બહારજ થી પરિવજયંજના કેટલાંક સમરણા
મહારાજશ્રી કર્યાં વિજયજીનાં પિરચયમાં આવવાનું સદભાગ્ય મને કેટલાક વાથી પ્રાપ્ત થયુ હતું. તેઓશ્રીનાં ત્યાગ, વૈરાગ્ય, ધર્મભાવના અને શાંત સ્વભાવથી મારા મન ઉપર સારી અસર થઇ હતી. ધર્મના જે કાંઇ રંગ મને અને મારા કુટુંબના માણસને લાગ્યા હતા તે તેઓશ્રીના પરિચયનુ ફળ હતુ. તેઓશ્રીનાં પરિચયના કેટલાંક સંસ્મરણા મને હજી યાદ આવે છે.
એક વખત મે મહારાજશ્રીને પૂછેલ કે–‘આપ જે તપ, જય અને અખંડ ધ્યાન કરી તેનું કાંઇ પરિણામ આત્મ-સાક્ષાતકારરૂપે આપને ભાસેલ છે ? ’ મહારાજશ્રીએ કહ્યું કે-‘ એવા ખરા સાક્ષાત્કાર જે જીવને થયા હોય તે જીવ તા એક એ ભવમાં જ મુક્તિ પામે છે, એવા સાક્ષાત્કાર કાળમાં થવા મુશ્કેલ છે. મારો જીવ એવી ઉચ્ચ કક્ષાએ ચડ્યાનું મને લાગતું નથી, પણ થોડાંક વર્ષ ઉપર સતત એકાંતમાં રહી જ્ઞાનધ્યાન કરતાં દિવ્ય સ્વરૂપની કાંઇક ઝાંખી થયાના મને આભાસ થતા હતેા. અખંડ જ્ઞાનèાતિના પ્રવાહમાં હું તણાતા હાઉ' એવું મને લાગતુ હતુ તે મારો અનુભવ પારમાર્થિક કે પ્રાતિભાષિક ( subjective ) હતા તે હુ કહી શકતા નથી પણ તે અનુભવની ઊંડી અસર મારા જીવન ઉપર રહેલ છે એટલે ફક્ત તે કાલ્પનિક હેાય એવું ટુ' માનતા નથી.
મે' મહારાજશ્રીને ફરીને પૂછ્યું કે-‘ આપ પછી કંઇ આગળ વધ્યા હતા?' તેઓશ્રીએ જવાબ આપ્યા કે ‘ત્યારપછી એક એ પ્રસંગા એવા બન્યા, જેમાં મે કઇ ક્રોધ કર્યો એટલે કેટલાક વર્ષોથી તેવા અનુભવ મને પાળે થતા ખધ પડ્યો છે. ' મહારાજશ્રી સાથે આ વાત થયાને પંદર વીશ વર્ષ થઇ ગયા છે. ત્યારપછી આત્મદર્શનના પ્રત્યક્ષ અનુભવ કરવામાં મહારાજશ્રી કેટલા આગળ વધ્યા હતા તે મારા જાણવામાં નથી પણ તેએશ્રીના પાછલા જીવનમાં કલાકોના કલાકો સુધી, અખંડ જ્ઞાનઘ્યાનમાં તેઓ તદ્દીન રહેતા હતા અને તેઓશ્રીની મુખમુદ્રા ઉપર જે શાંતિ પ્રસરેલી જોવામાં આવતી હતી તે ઉપરથી આ દિશામાં તેઓશ્રીએ વધારે પ્રગતિ કરેલ હશે એવું માનવાને કારણ મળે છે. એક બોજો પ્રસંગ યાદ આવે છે. મહારાજશ્રી ભાવનગરમાં દાદાસાહેબ વાડીમાં ઋતુમાસ રહ્યા હતા. તેઓશ્રીને વંદન કરવા શ્રાવકે અવારનવાર
For Private And Personal Use Only