________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
અંક ૮ મે | મુનિશ્રી - વિજ" નાં કેટલાક એકમ ગા.
ર૯ આવતા હતા. એક વખત એક પ્રતિ ધમાં કે આ ધમ ના કરાર પ્રમાણે મહારાજશ્રીને વંદન કર્યું અને મસ્તક નમાવી નવા વંત્તિ કહ્યું મહારાજશ્રીએ તેમને ધર્મલાભ આપો. ત ગયા પછી મારાજશ્રીએ કહ્યું કે
આવા કોઈ ધાર્મિક માણસ અને મસ્તકથી વંદન કરે છે ત્યારે મારી અપૂર્ણતાનું મને ભાન થાય છે અને તમારા જેવાનાં મસ્તકથી વંદન થવાને હું હજુ પૂરો પાત્ર થયો નથી તેવા વિચારથી મને ગ્લાનિ થાય છે.” મેં કહ્યું કે એ તે જેનોનો આચાર છે કે સાધુ મહારાજને તે પ્રમાણે વંદન કરવું. મહારાજશ્રીએ કહ્યું કે “તે આચાર બરાબર છે પણ વંદન થતા સાધુ મહારાજે તે વખતે વિચારણા કરવી જોઈએ કે તે વંદનને પોતે કેટલે અંશે પાત્ર થયા છે.” તેઓશ્રી ઘણી વાર એમ પણ કહેતા કે શાસ્ત્રમાં તે અમને નિન્જ, શ્રમણ અને ભિક્ષુ કહ્યા છે. મહારાજની ઉપમા તે તમે ભકતોએ આપેલ છે. તે ઉપમાને લાયક બનવાની સાધુની ફરજ છે. શ્રાવકથી દરેક સાધુ ઉચતર કોટિના છે એવું માનવું પણ ભૂલભરેલું છે. તેઓશ્રી ઉત્તરાધ્યયન સૂત્રની ગાથા સંભળાવતા કે –
सन्ति एगेहिं भिक्खुहिं गारन्था संजमुत्तरा ।
गारत्थेहिं ग सवेहिं साहवो संजमुत्तरा ॥ એટલે ભેખ કે વેષની મેટાઈ નથી પણ સાધુતાની લડાઈ છે એવું તેઓ માનતા.
એક બીજો પ્રસંગ યાદ આવે છે. શ્રી કેશરવિજયજી મહારાજને આચાર્ય પદવી આપવાનું ભાવનગરના શ્રીસંઘે નકકી કર્યું તે વખતે કપૂરવિજયજી ભાવનગરમાં ચાતુર્માસ હતા. તેઓશ્રીને પણ કાંઈ પદવી આપવાની ભાવનગરના સંઘને ભાવના હતી, કારણ કે ભાવનગર ઉપર તેમને ઘણો ઉપકાર હતા. મહારાજશ્રીને કાને આ વાત આવતાં તેઓએ કહ્યું કે “પદવી છે તે શાસનની શોભા છે. ખરા પદવીધી શાસનને દીપાવે છે પણ હું શિષ્ય હોય કે ન હોય તો પણ વિહાર કરનાર સાધુ છું. મારા જેવાને પદવી ઉપાધિરૂપ છે. હું પદવી ધારણ કરું એટલે મારે શિષ્યનો સમુદાય જોઈએ; શહેર કે ગામમાં આવવાને રીતસર આમંત્રણ મળવાં જોઈએ. પડઘમ વાજાં અને મોટા સમુદાય સાથે મારી પધરામણી થવી જોઈએ. એ બધી ઉપાધિ મારે ન જોઈએ.’
છતાં નવાઈની વાત તો એ છે કે શ્રી કેશરવિજયજી જેવા ગધ્યાનમાં ગળ વધેલ મહારાજ પણ શી કપૂરવિજયજીને પુરા કેટિના માનતા. આચાર્ય આ વખતે કેશરવિજયજીએ વાપ કરવિજયાના હાથે લીધો હતો. આ
For Private And Personal Use Only