________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મ ] મુનિરાજવી કવિજયજીનું પંચ
૨૯૭ આ વદિ છે ને તનનો વધારા પડતી માંદગીના સમાચાર તારદ્વાર ભાવનગર આવતાં વદિ ૮ સવારે રા. ર. જીવરાજભાઈ ઓધવજી, શેડ દેવચંદભાઈ દામજી, ઓઘડભાઈ કાલિદાસ વિગેરે પાલિતાણે ગયા કુતા, પરંતુ તેમના ત્યાં પહોંચ્યા અગાઉ મહારાજશ્રી તા કાળધર્મ પામી ગયા હતા, જેથી તેમને તેમના દેહના દર્શનને જ લાભ મળ્યો હતો. તે સાથે તેમની અંતિમ ક્રિયામાં ભાગ લઈ શકયા હતા.
વદિ ૮ મે સવારે તેમના સ્વર્ગવાસી થયાના ખબર ભાવનગર ખાતે આવતાં કેટલીક બજારના જેન વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી અને એક ખરડો કરીને પાંચ દેરાસરાએ આંગી કરાવી હતી. માછીની જાળ છોડાવવાને તેમજ જનાવર માટે ઘાસ નાખવાને બદબસ્ત પણ કરવામાં આવ્યા હતા.
વદિ રાત્રે શ્રી સંધના જાહેર મેળાવડો કરવામાં આવ્યો હતો અને તેમાં મહારાજશ્રીના સ્વર્ગવાસ સંબંધી દિલગીરી દર્શાવનાર નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યા હતા.
“ પ્રાતઃસ્મરણીય પૂજ્ય મુનિ મહારાજ શ્રી કરવિજયજી ગઈકાલે આ વદિ ૮ ને રેજ સવારના ૭ કલાકે શ્રી પાલિતાણામાં કાળધર્મ પામવાના સમાચારથી શ્રી ભાવનગરના સંઘને અત્યંત ખેદ થયા છે. તેઓશ્રીની ધર્મપ્રિયતા, ઉચ્ચ ચારિત્રરસિકતા અને ક્રિયાપાત્રતા યાદ કરતાં તેઓશ્રી પ્રત્યે સ્વાભાવિક રીતે આકર્ષણ થાય તેવું તેઓશ્રીનું ચારિત્ર હેઈ આજે મળેલ શ્રી સંઘની સભા તેમના થયેલા અભાવને અંગે અત્યંત ખેદ જાહેર કરે છે અને તેઓશ્રીના આત્માને ચિરશાંતિ ઈચ્છે છે. ”
આ મહાપુરુષના સંબંધમાં ઘણી હકીકત જાહેર જૈન પ્રજાને ઉપયોગી થાય તેવી લખવાની છે તે હવે પછી પ્રગટ કરવામાં આવશે.
હાલ તે પ્રાથમિક આટલી હકીકત સાથે રા. રા. જીવરાજભાઈને તથા ભાઈ મોતીચંદનો તે સંબંધી લેખ પ્રગટ કરી વિરમવામાં આવે છે. અમારો તેમની સાથે ગાઢ ધર્મ સંબંધ હોવાથી ઘણી હકીકત પ્રસંગે પાત પ્રગટ કરશું.
૪૨ વર્ષનું આવું નિર્મળ ચારિત્ર પાળનારા અને પૂર્ણ શુદ્ધિમાં સિદ્ધાRળ સામે દૃષ્ટિ રાખીને પંચત્વ પામનારા મુનિઓ વિરલ હોય છે. એમની
ના સિદ્ધાચળમાં દેહમુક્ત થવાની હતી તે પૂર્ણ થઈ છે. ધન્ય છે તેવા કડ તથા ઉપકારરક્ત મુનિવરને !
કુંવરજી
For Private And Personal Use Only