________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ્રશ્નકાર–શા. પંજામ અમથારામ–આજેલ.) પ્રશ્ન ૧–શાંતિસ્નાત્ર સંબંધી જળયાત્રાના વરઘોડામાં ઇદ્રધ્વજ ન હોય તે ચાલી શકે ?
ઉત્તર-ઈંદ્ર ધ્વજ એ જેન વડાનું મુખ્ય ચિહ્ન છે, તે હોવાની જરૂર છે. બાકી જે ગામમાં ઇંદ્રવજ ન હોય ત્યાં ચાલી શકે.
પ્રશ્ન ૨–શાંતિસ્નાત્રમાં નવી વેદિકા અને તેની ચારે બાજુ ચાર નાની વેદિકા કરવાની જરૂર છે ?
ઉત્તર–ખાસ જરૂર તે અષ્ટોત્તરી સ્નાત્રમાં છે. શાંતિસ્નાત્ર તે ત્રણ બાજોઠ ને સિંહાસન પર પ્રભુ પધરાવીને પણ ભણાવી શકાય છે. બાકી નવી વેદિકા કરે તે તેમાં વિરોધ નથી.
પ્રશ્ન ૩–ત્રિશલા માતાએ સિદ્ધાર્થ રાજાને પિતાને ૧૪ સ્વપ્ન આવ્યાની વાત કરી ને તેનું શું ફળ થશે? એમ પૂછ્યું. તેના ઉત્તરમાં સિદ્ધાર્થ રાજાએ નવ મહિના ને બે દિવસે પુત્ર થશે” એમ કહ્યું તે તેમને શું તેવું જ્ઞાન હતું ?
ઉત્તર–એ કથન સૂવગ્રથનની પદ્ધતિનું છે, તેથી એમાં સિદ્ધાર્થ રાજાના મુખમાં તેવા શબ્દો મૂક્યા છે, બાકી તેમને તેવું જ્ઞાન નહોતું.
પ્રશ્ન ૪–કૃષ્ણ વાસુદેવને જીવ નરકમાં છે છતાં લોકોમાં તે પૂજાય છે કેમ ?
ઉત્તર–તેમના ભાઈ પાંચમા દેવલેકમાં દેવ થયેલા બળભદ્ર તેમને મહિમા કર્યો છે તેથી લોકો પૂજે છે, પરંતુ તેના પૂજનમાં વાસ્તવિકતા નથી.
પ્રશ્ન પ–શેતુર ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? ઉત્તર–અભક્ષ્ય જણાય છે. પ્રશ્ન –જામફળ (જમરૂખ) અભક્ષ્યમાં ગણાય ? તેમાં બહુ બીજો હોય છે.
ઉત્તર–બાવીશ અભક્ષ્યમાં કહેલ બહુબીજ તે જેમાં બીજ જ હોય, ગર્ભ જુદો પડે તે ન હોય તે ગણેલ છે; તેથી જમરૂખ વિગેરે ફળો અભચમાં ગણાય નહીં. રીંગણા વિગેરે અભક્ષ્યમાં ગણાય.
પ્રશ્ન છ–જ્ઞાનખાતામાંથી ન્યુ પેપર મંગાવાય ? ઉત્તર--કાનખાતાના દ્રવ્યમાંથી ધાર્મિક પુસ્તક જ મંગાવાય; ન્યુ પેપમાં તા પ્રાયે વિકથા ભરી હોય છે તે ન મંગાવાય.
પક્ષ ૮--સિદ્ધાર્થ રાજને સ્વપનની ફળની ખબર હતી છતાં સ્વપ્નકન કેમ બોલાવ્યાં ?
For Private And Personal Use Only