________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ
ભાદ્રપ
૧૯૨
૪
સ્મરણ કે ઇચ્છા કરતા નથી. જે અવસરે ૪ મળી આવે તેમાં સતાપ માને છે તે જીવ આ ભવમાં તેમજ પરબવમાં નિરંતર સુખી થાય છે. આનું કારણ એ છે કે વિષયાથી વિરક્ત થવુ એ લાગણીઓમાં જ કોઇ અપૂર્વ ચમત્કાર રહેલે છે કે પરમાર્થ તરફ પ્રવૃત્તિ ન કરવા છતાં વિષયેથી વિરક્તપણાના પરિણામ તેને પરમાના માર્ગ તરફ પ્રવૃત્તિ કરનારના જેવું ભાવી ફળ આપે છે.
એક રાગી મનુષ્ય ભાગ ભેગવતા નથી છતાં કમેવિડે સારી રીતે બધાય છે. બીજો વિરાગી મનુષ્ય પૂર્વના પુન્યાવર્ડ પ્રાપ્ત થયેલા ભાગે ભાગવે છે છતાં કર્મ વડે અંધાતા નથી. આ સ્થળે કર્મંગ ધમાં રાગની મુખ્યતા છે અને ક છેડવામાં વિરાગની મુખ્યતા છે.
શુભાશુભ ક નાશથી મૂળના નારા—કોઇ પણ વૃક્ષનું થડ કાપવાથી જેમ ફરી પતુવા, ડાળાં, પાંખડા ફૂટી નીકળે છે પણ વૃક્ષના મૂળને કાપી નાંખ્યા પછી ડાળાં પાંખડાંએ ફૂટતા નથી તેમ જન્મ-મરણુ આપનાર કર્મોના એક ભાગને હેવાથી વિકારો ફરી વાર પ્રગટ થાય છે પણ તેના મૂળને નાશ કરવાથી ફીને વિકારા પ્રગટ થતા નથી. જન્મ-મરણ આપનાર કર્મ ના એક ભાગ તે શુભ તપશ્ચર્યા, વ્રતા, જપ, અહિંસા, પરોપકારાદિ કરીને અશુભ પર્યાયના નાશ કર્યાં, નાશ કર્યાં એટલે આવતા અશુભ કર્મો અટકાવ્યા કેમકે શુભ કર્મ કરવાનો વખત એટલેા બધા લીધેા કે અશુભ કર્મ કરવાના વખત ન મળ્યા તેથી અશુભ કમ એછા ખાંધ્યા; પણ તે શુભ કર્મને લઇને ઉત્તમ ગતિમાં, ઉત્તમ જાતિમાં, ઉત્તમ ગેાત્રમાં જન્મ ધારણ કરવા પડશે. ત્યાં બધા અનુકૂળ સંચેગા મળશે, મનગમતા પાંચ ઇંદ્રિ ચાના વિષયે ભાગવવાના મળશે તેવા અનુકૂળ સંચેગેામાં રાગ કરવાથી અને પ્રતિકૂળ સચાગામાં દ્વેષ કરવાથી તેમજ પાપ વધે તેવા આચરણા કરવાથી કરી પાછા અશુભ કર્મ ના ડાળાં પાંખડા ઊગી નીકળવાનાં અને તેને અંગે જન્મ-મરણ વારંવાર કરવા પડવાના, માટે શુભાશુભ અને પ્રકારના કર્મીના નાશ કરવ જોઇએ. તે મૂળને નાશ કરવા બરાબર છે, તેથી ફરીને ભવવૃક્ષમાં જન્મ-મરણાદિ ડાળાં પાંખડા ઊગતાં અટકી જાય છે.
મૂળના છેદ કરનાર તેા શુદ્ધ આત્મધ્યાનના માર્ગ જ છે માટે આ નજીકને સીધા સરળ માર્ગ જેના હાથમાં આવ્યે છે અને જેને તે ખરેખર સમાયે. છે તેને પુન્યત્ર ધના લાંબા અને કિલષ્ટ રસ્તે જવાની કાંઇ જરૂર નથી. પેાતા આત્મામાં-અતરંગમાં બિરાજમાન શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવાથી ત
મેાક્ષની પ્રાપ્તિ થઈ શકે તેમ છે.
મુમુક્ષુ મુતિ
For Private And Personal Use Only