________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે નtrી.
૧૯૧
આત્મજાગૃતિપૂર્વક આ ચારેનું આરાધન કરવાથી શુભ થાનના જે જે વિરોધી તત્ત્વ છે તેના વિરોધ થાય છે, આ યાન સિવાય અનંત શક્તિવાન શુદ્ધ આત્માને મેળવવાને કોઈ પણ જીવ શક્તિવાન થતા નથી.
જે બુદ્ધિમાન જેવા લકવાડની અપેક્ષા રાખ્યા વિના રાગ, દ્વેષ, પ્રપંચ, જમ, મદ, કામ, ક્રોધ અને લોભાદિથી ડિત પવિત્ર ચારિત્ર આચરે છે અને નિત્ય અનુભવગમ્ય કર્મમળ રહિત આત્માના શુદ્ધ સ્વભાવનું ધ્યાન કરે છે તે કર્મ-શત્રુના સમૂહનો નાશ કરી મુક્તિના સુખને મેળવી શકે છે.
પુન્યથી ઉત્પન્ન થયેલા ભેગે પુન્યને આધીન હોવાથી પરવશ હોવાને લીધે દુઃખરૂપ છે પણ રોગથી ઉત્પન્ન થયેલું જ્ઞાન આત્મસ્વરૂપ હવા સાથે સ્વાધીન હોવાથી તે સુખરૂપ છે.
ક્રોધાદિ એ આમાનું કાર્ય નથી–ઘડાની ઉત્પત્તિમાં માટી ઉપાદાન કારણ છે અને કુંભાર, ચાક, દંડ. દેરી આદિ નિમિત્તે કારણે છે તેમ આત્મામાં ફોધાદિની ઉત્પત્તિ મનાય છે તેમાં ઉપાદાન કારણરૂપ તે કર્મ છે અને ચેતનાઆત્મા નિમિત્ત કારણ છે માટે ફોધાદિ આત્માનું કાર્ય નથી પણ કર્મોનું કાર્ય છે.
ઉપાદાન કારણ–જેમ દંડ, ચક્ર અને કુંભાર આદિ સામગ્રી તૈયાર હોય છતાં ઉપાદાન–મૂળ કારણરૂપ માટી વિના ઘડે ઉત્પન્ન થતું નથી તેમ મન, વચન અને શરીરની ક્રિયારૂપ સામગ્રી તૈયાર હોય છતાં તેના ઉપાદાન કારણ વિના કર્મ ઉત્પન્ન થતા નથી. ઘડો ઉત્પન્ન થવામાં ઉપાદાન કારણ જેમ માટી છે તેમ કર્મનું ઉપાદાને કારણે રાગ કૅપની મલિનતા છેઃ તે હોય તે જ કર્મ ઉત્પન્ન થાય છે.
શુદ્ધ ભાવ કેમ કો?–આત્માને શુદ્ધ ભાવમાં લાવવાની ઈચ્છાવાળા જીએ પ્રથમ પોતાના મનને પાંચ ઇંદ્રિયોના વિષયમાંથી ખેંચી લેવું–પાછું ઉઠાવવું અને તે મનને આત્મામાં નિશ્ચળ કરવા માટે તે કાંઈ પણ અશુભ ચિંતન ન કરે તે તરફ લક્ષ આપ્યા કરવું યા જોયા કરવું. લાંબા વખતના અભ્યાસે મન આત્મામાં લીન થાય છે, સંકલ્પવિક કરતું બંધ થાય છે અને આ બાજુ આત્માને જ્ઞાતા-દષ્ટાપણાને ભાવ પણ મજબૂત થાય છે, મન નિવિકલ્પ બને છે અને આત્મા પિતાના સ્વભાવમાં સ્થિર થાય છે. આ નિર્વિકલ્પ અવસ્થામાં પૂર્વનાં બાંધેલાં સત્તામાં રહેલાં અને ઉદય આવેલાં કર્મોને નાશ થાય છે. આ પ્રમાણે આત્માને શુદ્ધ ભાવ પ્રગટ કરી શકાય છે. ( આલંબનમાં પરિપૂર્ણતા મેળવ્યા થી જ ઉપર મુજબ થઈ શકે છે. )
પરમાર્થ નહિ જાણવા છતાં વિપથી વિરતપણુમાં અપૂર્વ ચમત્કાર–એક મનુષ્ય પરમાના માર્ગને જાણતા નથી છતાં તે વિષયનું
For Private And Personal Use Only