________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
શ્રી જૈન ધર્મ પ્રકાશ. પરબ્રહ્મરૂપ શુદ્ધ આત્માસ્વરૂપની પ્રાપ્તિ માટે અહીં જ પ્રબળ પુરુષાર્થ કરે વાદવિવાદ કરવાથી વસ્તુતત્વની પ્રાપ્તિ થતી નથી.
આત્મસિદ્ધિના બાહ્ય સાધને–ઉત્સાહ, નિશ્ચય. વૈર્ય, સંતોષ, તત્વજ્ઞાન અને એકાંતવાસ-આ બાહ્ય સાધનો આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં ઉપયોગી છે. શુદ્ધ આત્મધ્યાન એ અંતરંગ સાધન છે.
આગમન જ્ઞાનવડે, અનુમાનથી અથવા તર્કવિતર્ક દ્વારા કરેલા વસંતુના નિશ્ચયથી અને તે પછી ધ્યાનના અભ્યાસવડે બુદ્ધિને વિશુદ્ધ અને તિક્ષ્ણ બનાવનાર મનુષ્ય ધ્યાનને અભ્યાસ શરૂ કરી શકે છે. આત્મધ્યાનમાં પૂર્ણ રસ પ્રગટ થવો તે વિદ્રત્તાનું પરમ ફળ છે. જે આવી પ્રખર વિદ્વત્તા મેળવવા છતાં આત્મદયાન તરફ તેની પ્રવૃત્તિ ન જ હોય પણ કેવળ શાસ્ત્રો ભણવા અને બીજાને ઉપદેશ કરે તેટલા માત્રમાં જ તે વિદ્વાન અટકી જાય તે જરૂર સમજવું કે આત્મ ધ્યાન વિના આ શાસ્ત્રોનું જ્ઞાન એ કેવળ સંસાર જ છે –સંસારનું જ કારણ છે.
ચારિત્ર-વ્યવહારચારિત્રાદિ–આચારવિચારનું જાણવું તે જ્ઞાન, તત્ત્વની રુચિ થવી-તત્ત્વ રુચવા તે દર્શન અથવા સમ્યફ અને તપશ્ચર્યા કરવી, તે ધારણ કરવા તે વ્યવહાર ચારિત્ર છે.
નિશ્ચયચારિવાદિ–આત્મા આત્માવડે આત્મા તરફ પ્રવૃત્તિ કરે તે નિશ્ચયચરિત્ર છે. આત્મા આત્માવડે આત્માને જાણે તે નિશ્ચયજ્ઞાન છે અને આત્મા આત્માવડે આત્માને જુવે તે નિશ્ચયદર્શન છે. વ્યવહાર છે તે સાધન છે અને નિશ્ચય છે તે સાધવાયેગ્ય છે-સાધ્ય છે.
વ્યવહારદષ્ટિએ ચારિત્ર એ મોક્ષનું કારણ છે પણ પરમાર્થ દષ્ટિએનિશ્ચયદષ્ટિએ તે શુદ્ધ આત્માનું ધ્યાન કરવું તે જ મેક્ષને માર્ગ છે. વ્યવહાર ચારિત્ર કારણરૂપ છે અને તેમાંથી નિશ્ચયચારિત્રરૂપ કાર્ય ઉત્પન્ન કરવાનું છે. વ્યવહારચારિત્ર તેની યોગ્યતામાં સુધારો કરીને તેને સાધ્ય તરફ લઈ જાય છે.
વ્યવહારને માર્ગ બે પ્રકાર છે: એક મોક્ષને અનુકૂળ છે અને બીજો સંસારને અનુકૂળ છે. મોક્ષને અનુકુળ વ્યવહાર માર્ગ આત્મજાગૃતિપૂર્વ જિનેશ્વરેએ કથન કરેલો ચારિત્ર માર્ગ છે અને સંસારને અનુકૂળ વ્યવડા માર્ગ તે આત્મદષ્ટિ સિવાયની અસખ્ય ચારિત્રની પ્રવૃત્તિ કરવી તે છે.
સમ્યફ ચારિત્રનું આચરણ કરતાં કષાય તથા ઇંદ્રિયને જય થાય છે. કાલે તથા ઇંદ્રિયોના જયથી સ્વાધ્યાયમાં વૃદ્ધિ થાય છે. સ્વાધ્યાય કરવાથી ધ્યાન પ્ર. છે. ધ્યાન છેવટે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
For Private And Personal Use Only