________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रश्नोत्तर
( પ્રમકાર–સેમચંદ ડી. શાહ-ઝીંઝુવાડાકર. ) પ્રશ્ન – સરસ્વતી દેવીનું વાહન હંસ કે ચૂર ?
ઉત્તર–બંને વાહન હોવા સંભવ છે. કારણ કે તે મયુર્વહિનો ને હંસવાહિની બંને પ્રકારે વર્ણવાયેલ છે.
પ્રશ્ન ૨–પાક્ષિકાદિ પ્રતિકમણમાં મોડો આવનાર બાકી રહેલ પ્રારંભનું ચાર સ્તુતિવાળું દેવવંદન પાછળથી કરી શકે ?
ઉત્તર–કરી શકાય, પણ બનતા સુધી જ આવશ્યક પૂરા થયા પછીના નમોડસ્તુ વર્તમાનાય પછી કહેવાતા નમુથણના જોડાણમાં કરે તે ઠીક છે, જેથી શ્રી અજિતશાંતિ સ્તવન બેલાય તેટલા વખતમાં થઈ જાય.
પ્રશ્ન ૩-જ્ઞાનદ્રવ્ય તરીકે જ્ઞાનપૂજનમાં આવેલ દ્રવ્ય શિક્ષકને પગારમાં અને વિદ્યાથીઓને પારિતોષિક તરીકે આપી શકાય ?
ઉત્તર–શિક્ષકને આપવામાં વાંધો લાગતો નથી પરંતુ જૈન શિક્ષક હોય ને તે લેવા ના પાડે તે ન આપવું. વિદ્યાથીને તો ન જ અપાય.
પ્રશ્ન – દ્રવ્ય વિના ભાવ પ્રગટ થાય ? ન થાય તે મરુદેવી માતાને દવ્યચારિત્ર સિવાય ભાવચારિત્રની પ્રાપ્તિ કેમ થઈ ?
ઉત્તર-દ્રવ્ય વિના ભાવની પ્રાપ્તિ ન થાય એમ એકાંતે સમજવું નહીં. ગૃહસ્થને દ્રવ્યની વિશેષ અપેક્ષા છે. મુનિને દ્રવ્યપૂજા વિના ભાવપૂજા થાય છે તેમ બીજી બાબત માટે પણ સમજવું.
પ્રશ્ન પ–ધર્મના પ્રવર્તક પુરુષ જ હોય કે સ્ત્રી પણ હોય?
ઉત્તર—ધર્મના પ્રવર્તક તરીકે જે તીર્થકરને જ ગણો તો પુરુષ જ ડાય. અનંત કાળે કે સ્ત્રી પણ તીર્થકર હોય પરંતુ તે આશ્ચર્ય ગણાય.
પ્રશ્ન તીર્થકરે જ અરિહંત કહેવાય કે સામાન્ય કેવળી પણ કહેવાય?
ઉત્તર–અરિહંત શબ્દનો અર્થ સામાન્ય કેવળીમાં પણ ઘટે છે પરંતુ શાસ્ત્રમાં અરિહંત શબ્દ તીર્થકર માટે જ વાપરેલ છે, કારણ કે તેને બાર 'વાળ કહ્યા છે તે ગુણો સામાન્ય કેવળીમાં ન હોય.
પ્રશ્ન છ–વાડીલાલ મોતીલાલે આત્માની શક્તિઓ અંતઃકરણમાં રહે છે એમ લખ્યું છે તે બરાબર છે ?
For Private And Personal Use Only