________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક ::
૫૧ વેગે માં ખુધી ઉષ્ણ કટિન વૈરાગ દશાને અને અપૂર્વ ત્યાગભાવની સ્થિતિને પહોંચે નહી ત્યાંસુધી તે વર્ગમાં આવતા જૈન ભાઇઓ એક ગૃહસ્થ તરીકેનું જીવન નિર્વિને તેમ જ યશસ્વી રીતે ગુજારી શંક તેને માટે સમાજનાયકેએ શુદ્ધ હૃદયથી–સેવાભાવની વૃત્તિથી તેમજ યથાર્થ સ્વામી( સ્વધ) વાત્સલ્યની બુદ્ધિથી, મોટા પાયા ઉપર પ્રબંધ કરવાની અનિવાર્ય આવશ્યકતા છે અને તેવા પ્રબંધમાં આપણી સંસ્થાએ પિતાને મિિચત્ કાળે તન, મન અને ધનથી આપવા માટે તૈયાર રહેવાની જરૂર છે.
સમાજને ત્યાગી વર્ગને પણ ધનિક બંધુઓની તેમ જ મધ્યમ વર્ગના બંધુએની અનેક પ્રકારની સહાની અપેક્ષા રહેવાની છે અને તે દષ્ટિએ મધ્યમવર્ગ જેટલે સક્રિય અને સબળ બનશે તેટલા પ્રમાણમાં ત્યાગી વર્ગને તેમની સાદા મળતાં તે વર્ગ પણ વધારે ઉન્નત અને ઉજવળ બની શકશે. વિદ્યાલય, આશ્રમ, ગુરુકુળ તરફ સંકુચિત દ્રષ્ટિથી, સંહારક વૃત્તિથી અને આગળ વધીને કહીએ તે ધર્મના મહાના તળે કંઈક બુદ્ધિથી જે જે કુઠાર–પ્રહાર કરવામાં આવે છે તે સમાજ-શરીરના પોતાના જ પગ ઉપર પડે છે. દલીલની ખાતર કબૂલ રાખવામાં આવે કે આવી સંસ્થાઓમાં સુધારણાને અવકાશ છે છતાં તે માટે રચનાત્મક દ્રષ્ટિથી
ગ્ય સુચનાઓ કરવાને બદલે યહૂવા હૂવા ગમે તેવા લખાણ કરવામાં આવે તે તદન સુલકવૃત્તિ જ સૂચવે છે. દીર્ધદૃષ્ટિથી વિચાર કરતાં ભિન્ન ભિન્ન વિચારનો સમન્ય ઘણી રીતે શક્ય અને સુતર છે, અને તે માટે જ પ્રયાસ કરવાની જરૂર છે. કંઇક અંશે આટલા આવશ્યક જણાતા વિષયાંતર પછી પણ કહેવું જોઈએ કે આધુનિક સમયમાં આપણા અગ્રેસર અને સમાજનાયકે પાસેથી સમાજના ઉદ્ધાર માટેનું તે મુશ્કેલીઓથી ભરેલું મહાભારત કામ સમાલોચના માગી રહેલ છે. તે કામની મુશ્કેલીઓમાં ઘટાડો થાય અને તે કામ સુતર અને સુસાધ્ય થાય તે રીતે આપણી સંસ્થાએ પ્રયાસ કરવાની જરૂર છે.
દેશભરમાં ઔદ્યોગિક સંકડામણ વધતી જાય છે અને આપણે જેનસમાજ વ્યાપાર, વણજ અને ધંધા-રોજગારમાં સ્થાનભ્રષ્ટ થતું જાય છે. સમાજનો મોટો ભાગ કેવળ ટાના ધંધા તરફ જ વળતો જાય છે. ઉંચા પગારની સરકારી, દેશી રાજ્યની તેમજ ખાનગી નોકરીઓના દ્વાર આપણે માટે બંધ થતાં જાય છે. કેળવણી ઘણી મોંઘી બનાવી દેવામાં આવેલ છે. વૈદ્યકીય સારવારની કીમત પણ હદપાર વધારી દેવામાં આવેલ છે. જીવનની કહેવાતી જરૂરીયાતો નિરંકુશ રીતે વધી ગયેલી છે. સાદા જીવન અને ઉન્નત વિચારણાનો સિદ્ધાંત ભૂલાઈ ગયો છે. આવા સોગ વચ્ચે મધ્યમવર્ગના ભાઈઓને જીવન-કલરમાં ઘણી સંકડામણ અનુભવવી પડે છે એટલે હવે તેમના ઉદ્ધાર માટે આપણી સંસ્થાએ નવા લેબસમાં બહાર આવવાની જરૂર છે. એકાદ છુટીછવાદ વ્યક્તિ જે કંઈ કરી શકે તેના કરતાં બહોળા પ્રમાણમાં સભ્યોનું સંખ્યાબળ ધરાવતી સંસ્થા ઘણું ઘણું કરી શકે તેમ છે. કેવળ ધનસંચયની દૃષ્ટિને ગૌણ પદ આપી ઉદાર ભાવથી અવનવી યોજનાઓ હાથ ધરવાની
For Private And Personal Use Only