SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ :: શ્રી જૈન ધર્મ પ્રારા. ગત શતાબ્દિનું જીવન ગુજારતા જણાતાં તે જરૂર ટીકાપાત્ર થવા ઉપરાંત દયાપાત્ર થ પડવાના. સમયના પ્રવાહને તેની ખરી પરિસ્થિતિમાં નદ્ધિ ઓળખી લેનાર– તેની અવગણુના કરનાર-નું જીવન શિષ્ટ સમાજની સંસ્કૃતિની નજરે તદ્દન કીટવત્ ગણાવાનું. વિવેકમુદ્ધિથી સમજણુપૂર્વક સમયના પ્રવાહને અનુસરવાથી જ સમાજનું ખરૂં હિત સાધી શકાય તેમ છે અને તેથી દેશકાળના પરિવર્તન તરફ તિરસ્કારથી જોનારને છેવટ અનિચ્છાએ પણ તેને તાબે થવાનેા પ્રંસગ આવી પડે છે. જૂના વિચારના સ્થિતિસુરત અને સ'કુચિત દૃષ્ટિવાળા લેખકા, વક્તા અને ઉપદેશકાને પણ ખામેાચીયાની દુનિયામાંથી બહાર નીકળી પોતાના અંધશ્રદ્ધાળુ અનુયાયીઓને ગાડરીયા પ્રવાહની માફક પોતાના વિચારે તે યથાતથ્ય સ્વીકાર કરાવી લેવા માટે સમયના પ્રવાહતા અને તેણે પૂરા પાડેલ સાધાને જ અનેક પ્રસંગે આશ્રય લેવાની જરૂર પડે છે. વીસમી સદીમાં વન ગુજારતા મનુષ્યને ગત સદીના ભવનમાંથી સારભૂત વસ્તુનું જ મહણ કરી એકવીસમી સદીના જીવન માટે હવે તૈયારી કરવાની રહે છે એટલું જ નહિ પણ તેવા જરૂરી જીવનપલટાની બરાબર તૈયારી કરવામાં નહિ આવે તા આપણા જૈન સમાજ તદ્દન અવતિની ગર્તામાં સરી પડવાને ભય કાઇ પણ રીતે અસ્થાને નથી અને તેથી સમાજની હાલની પરિસ્થિતિ ખરાબર સમજી લે અન્ય કામની કરેાલમાં ઉભા રહેવાની જૈન સમાજની જીજ્ઞાસા જાગૃત રાખવાની જરૂર પૂરેપૂરી જેને સમજાણી હોય તેવા સમાજનાયકા અને ધર્મધુરંધરેાએ વિચારક્રાંતિનું અળ યથાર્થ રીતે પીઠાની લેવાની જરૂર છે. ઉપર।ક્ત વિવેચનમાં સ્પષ્ટ કર્યા મુજબના આ આગળ વધતા પરિવર્તનશીલ જમાનામાં જે સંસ્થા કે વ્યક્તિએ પોતાના ગતજીવનની વિહંગાવલેાકનથી સમીક્ષા કરી, ભવિષ્યનું જીવન સમાજને અનેક રીતે ઉપયેગી થઇ પડે, સમાજની ધાર્મિક તેમજ આર્થિક ઉન્નાંતના અનેકવિધ પ્રયત્ને માટે કારગર થઇ પડે તેવી તૈયારી કરવામાં—તેવી રીતે પેાતાને જીવનવિકાસ સાધવામાં જેટલે દરજ્યે પછાત પડશે તેટલે દરજ્જે તે પોતાની હિન્નભિન્ન સ્થિતિ માટેને માર્ગ ખુલ્લા કરી પોતાના નારાને આમંત્રણ કરતી હેાવાનું લેખાશે. આવી પરિસ્થિતિમાં જૈન સમાજમાં અપૂ અને અજોડ ગણાતી આપણી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની આંતર-વ્યવસ્થાના સંચાલકાને સવિનય વિજ્ઞપ્તિ કરવાની કે તેની ધરખમ આર્થિક સ્થિતિના પ્રમાણમાં તેના કાર્યપ્રદેશને હવે તેણે વધારે વિશાળ અને કાર્યસાધક બનાવવાની જરૂર છે. ધાર્મિક પુસ્તકા પ્રગટ કરી માંધા ભાવથી વેચી ધનસંચય કરવામાં જ મશગુલ રહેવાને ખદલે તેમણે સસ્તા સાહિત્ય પ્રચારક મંડળની માફક પ્રચારની દૃષ્ટિને જ પ્રધા નતા આપવાની જરૂર છે. સમાજની ધાર્મિક, નૈતિક અને આર્થિક ઉન્નતિ માટે અવનવા અનેક ક્ષેત્રામાં પ્રયાસ કરવાની આવશ્યકતા છે. આખી દુનિયા ઉપર ડેાળા સરઢાવતી બેકારીના જમાનામાં આપણા સમાજમાં ધાર્મિક વર્ગનું પ્રમાણુ ઘટતુ ઝાય છે અને મધ્યમ વર્ગનું પ્રમાણુ અસાધારણ રીતે વધતુ જાય છે. અને તે આખે For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy