SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઃ શ્રી જૈન ધર્મ પ્રકાશ શકે છે? બહારથી સંયમ કદાચ ન લઈ શકી તેથી શું ? અંતરથી તો એનું હૃદય એનાથી વાસિત હતું ને? એણે માર્ગ પણ એ ભાવની પુષ્ટિ કરે તે જ લીધો. એટલે જ સુંદરીનું નામ વિનયધારીમાં પણ રહ્યું અને આત્મસાધનરૂપ કામ પણ સધાયું. રાજવી ભરત તે પ્રભુ શ્રી યુગાદિ જિનેશને કેવળજ્ઞાન મહોત્સવ અને ચતુર્વિધ સંઘની સ્થાપના આદિ કાર્યોમાંથી પરવાર્યા બાદ છ ખંડ સાધનો માટે ચકાદિ રત્ન સહિત નીકળી પડ્યા. આ તરફ સુંદરીએ વિચાર કર્યો કે-વડિલ ભ્રાતાની આજ્ઞા તો સંસારમાં રહેવાની થઈ છે જ્યારે મને તો સંસાર અકારો લાગે છે. તેઓ મારામાં સ્ત્રીરત્નની યોગ્યતા જોઈ મને પટરાણી પદ સમર્પવા માંગે છે જ્યારે મને એ બધા વિષયે ઝેર સમાન ભાસે છે અને સૃષ્ટિમાં મનાતા એ મેટા પદની કેડીની પણ કિંમત નથી ! આમ ઉભયના દષ્ટિબિન્દુઓ નિરાળા છે, એક બીજાથી ઉલ્ટી દિશામાં જનારા છે. તો પછી એવા કયા માર્ગ છે કે જેના સેવનથી કાર્યસિદ્ધિ થાય ને ઉભયમાંથી એકને પણ માઠું ન લાગે ? આજ્ઞાપાલન પણ કરાય ને આત્મકલ્યાણ પણ સધાય ? શુદ્ધ આત્મમંથન પછી એ માટે માર્ગ સૂઝી આવ્યું. તપથી શું અસાધ્ય છે ? यद् दूरम् यद् दूराराध्यं, यत् सुरैरपि दुर्लभम् । तत् सर्वं तपसा साध्यं, तपो हि दूरतिक्रमम् ॥ તપના સેવનથી નીકાચિત કર્મોને પણ નિવારી શકાય છે. મારે પણ એ તપનું જ શરણું લેવું. એક તો મારા દેહનું સૌન્દર્ય નષ્ટ થાય, રૂપ કે જેનાથી પુરૂષ જાતિની ચક્ષુઓ નારીજાતિ તરફ લોભાય છે એ રૂપનો હાસ થાય અને કર્મને નાશ થાય એટલા સારૂ આચાન્સ તપષસ વગરનો આહાર–માત્ર એક વાર લે ને મનને ધર્મમાગે વાળવું એ જ શ્રેયસકર પંથ છે. ભરત ભૂપતિને છ ખંડની સાધનામાં સાઠ હજાર વર્ષ લાંબો કાળ વડી ગયે. એ દરમીયાન એક સુરૂપ રાજપુત્રી સહ પાણિગ્રહણ For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy