SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુવર્ણ મહોત્સવ અંક : ૨૭. એટલે જ એ પદની અધિષ્ઠાત્રીમાં–સ્ત્રી જીવનને ઉપગી સર્વ કળાઓમાં દક્ષતાની આવશ્યકતા છે. ભરતની ચક્ષુઓ એ લાયકાત સુંદરીમાં નિહાળી રહી તેથી જ રૂક જાવ” ને હુકમ છૂટ્યો. પણ સુંદરી તે બહેન થાય ને ? એની સાથે તે પાણગ્રહણ હાય ખરાં? વ્યવહારના કાનમાં દેશ-કાળ અને જરા વિસ્તારથી વદીએ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે પરિવર્તન થયા જ કરે છે. ઈતિહાસ દર્પણ અવલોક્તાં પરિવર્તન પરત્વેને એક શંખલાબદ્ધ ઇતિહાસ પ્રાપ્ત કરી શકાય છે. વળી યુગલિક કાળમાં તે સાથે જન્મનાર જેડલાઓ જ ઉમરલાયક થતાં પતિ-પત્ની રૂપે ગૃહસંસાર શરૂ કરતાં. ભરતરાજની આજ્ઞા શિરોધાર્ય કરવા જતાં ચારિત્રકાંક્ષાને હાલ તે દાટી દેવી પડે છે જ્યારે એને અવરોધ કરતાં વડિલના વિનયને ક્ષતિ પહોંચે છે. સુંદરીએ ક માર્ગ સ્વીકૃત કરવો એ એક પ્રશ્ન! વીસમી સદીને યુવાન શું જવાબ આપશે ? વ્યક્તિગત સ્વાતંત્ર્ય ઉપાસક શું કહેવાને? દીક્ષાઘેલા તરફથી કેવી શિક્ષા યાને શિખામણ મળવાની ? વિનય ઉલ્લંઘનની જ ને? આજ્ઞાને ફગાવી દેવાની જ ને? પણ એ કાળ સુવર્ણયુગ હતો. કલિની કુટિલતા ત્યાં નહોતી પ્રવેશી. ૪ પ્રત્યેના બહુમાન તે અણમૂલાં હતાં. એ ખાતર તે બાહુબલિ જેવાએ જીતની બાજી જવા દઈ, સ્વયમેવ હાર કબૂલી લીધી. વિનય એ તે ધર્મના મૂળીઆ સર, નાભિકુલોત્પન્ન સુંદરી એની અવગણના કરી જગત્ સમક્ષ ખોટું દષ્ટાન્ત રજુ કરે ખરી ? એણે આજ્ઞા શિરેવંધ કરી સંસારવાસ સ્વીકૃત કર્યો. આત્મસાધનમાં બાહ્ય દષ્ટિએ જોતાં જરૂર એ પાછળ પડી. ચારિત્રની ઘટિકા હાલ તે આઘી ગઈ. પણ એ વિચારવંતી લલના હતી, ધર્મનું હાર્દ સમજતી હતી. વિનયના પાલનપૂર્વક એ આત્મકલ્યાણ કરી શકતી હતી. તેનું કલેજું ઠેકાણે હતું. જેને લગની ખરેખર લાગી જ છે તેને કઈ ચીજ આડખીલીરૂપ થઈ For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy