________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. ::
૧૭૧ અર્થ:– કાને છેડી અને શાસ્ત્રના શુદ્ધ રહસ્યને સમજી વિચારશીલ લકોએ અત્યંત સુમ બુદ્ધિથી શુદ્ધ પ્રવૃત્તિ કરવી જોઈએ.
ખુલાસે –શાસ્ત્રની પરવા નહિ રાખતાં ગતાનુગતિક લકપ્રવાહને જ પ્રમાણભૂત માની લે તે લોકસંજ્ઞા છે. લોકસંજ્ઞા શા માટે છોડવી ? મહાજન કોને કહે છે? અને જીતવ્યવહારને અર્થ શું છે ? એ વાતને સમજાવવા માટે શ્રી યશવિજયજીએ શ્રી જ્ઞાનસારમાં મહત્ત્વપૂર્ણ કે આપેલા છે તે જોવા. વળી કહ્યું છે કે
अविहिकया वरमकयं उस्सुत्तवयणं भणंति सम्वन्नू । અવિધિએ કર્યા કરતાં ન કરવું સારું એમ જે કહે છે તેને સર્વત્તા ઉત્સુત્ર વચન કહે છે.
અર્થાત ક્રિયા બિલકુલ નહિ કરવાની અપેક્ષાએ કઈ ને કાંઈક કરાતી ક્રિયાને શાસ્ત્રમાં ઉત્તમ કહી છે. એની મતલબ એ નથી કે આરંભથી અવિધિમાર્ગમાં જ પ્રવૃત્તિ કરવી; પરંતુ તેનો આશય એ છે કે વિધમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં છતાં પણ જે અસાવધાનીવશ કઈ ભૂલ થઈ જાય તો તે ભૂલથી કરી વિધિમાર્ગને તે બિલકુલ નહિ છોડી દેતાં ભૂલ સુધારવાની કોશીશ કરતાં રહેવી. જે વ્યકિત વિધિનું બહુમાન ન રાખતાં અવિધિ-ક્રિયા કર્યા કરે છે તેની અપેક્ષાએ તો વિધિ પ્રતિ બહુમાન રાખનારા ભલે કાંઈ ન કરી શકતા હોય તે પણ ઉત્તમ છે. મૂળ વિધ્યને ઉપસંહાર કહે છે –
कयमित्थ पसंगण, ठाणाइसु जत्तसंगयाणं तु । हियमेयं चिन्नेयं सदगुट्ठाणतणेण तहा ॥ १७ ॥
અર્થ–પ્રસ્તુત વિષયમાં આટલે પ્રાસંગિક વિચાર બસ છે. સ્થાન આદિ પૂર્વોકત પાંચ ચોગમાં જે પ્રયત્નશીલ હોય તેના ચૈત્યવંદન આદિ અનુદાનને સદનુદાન સમજી લેવું.
હવે સદનુકાનના ભેદો દર્શાવતાં તેને અંતિમ ભેદ અર્થાત્ અસંગાનુકાનમાં અન્તિમ ગ(અનાલમ્બન યોગ)ને સમાવેશ કરે છે
एयं च पीइभत्तागमाणुगं तह असंगयाजुत्तं ।
नेयं चउन्विहं खलु, एसो चरमो हवइ जोगो ॥ १८ ॥
અર્થ -પ્રીતિ, ભકિત, વચન અને અસંગના સંબંધથી આ અનુષ્ઠાન ચાર પ્રકારનું સમજવું ચારમાંથી અસંગાનુકાન જ ચરમ અર્થાત અનાલમ્બન ગ છે.
ખુલાસા–ભાવશુદ્ધિના તારતમ્યવડે એક જે અનુદાનના ચાર ભેદ થઈ જાય છે. તે ઉપર મુજબ છે. તેના લક્ષણ આ પ્રકારે છે–(૧) અન્ય સર્વ કામ છોડી માત્ર તે ક્રિયા અર્થે તીવ્ર પ્રયત્ન કરવામાં આવે તે તે ક્રિયા પ્રીતિ-અનુષ્ઠાન
For Private And Personal Use Only