________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ પણ તીર્થને અર્થ તે શાસ્ત્રોક્ત ક્રિયા કરનાર ચતુર્વિધ બંધ છે. શાસ્ત્રજ્ઞા નહિ માનનાર જનસમુદાયને તીર્થ નહિ પણ હાડકાઓને સંધાત [ ઢગલા ] માત્ર કહ્યો છે. આ દિશામાં એ સ્પષ્ટ છે કે કદી તીર્થની રક્ષાના બહાના નીચે અવિધિનું સ્થાપન કરવામાં આવે તો અંતમાં અવિધિ માત્ર બાકી રહેવાથી શાસ્ત્રવિહિત ક્રિયારૂપ વિધિને સર્વથા લેપ જ થઈ જશે અને એ લોપ જ તીર્થને નાશ છે. તેથી અવિધિના પક્ષપાતીઓના પલ્લામાં તીર્થ-રક્ષારૂપ લાભને બદલે તીર્થનાશરૂપ હાનિ જ શેષ રહે છે, જે લાભના ઈચ્છનારાઓ માટે મૂળ પૂછના નાશ બરાબર છે.
સૂત્રોક્ત ક્રિયાને લેપ અહિતકારી કેવી રીતે થાય છે તે દર્શાવે છે –
सो एस बंकओ चिय, न य सयमयमारियाणमविसेसो। एयं पि भावियव्वं, इह तित्थुच्छेयभीरूहि ॥ १५ ॥
અર્થ:-અવિધિના પક્ષપાતથી થનારા સુત્રોકત વિધિને નાશ વક્ર [ અનિષ્ટ પરિણામ આપનાર ] જ છે. જે સ્વયં મરે છે અને અન્ય જે કોઈ બીજાથી માર્યો ગયો હોય છે તે બેમાં વિશેષતા-અંતર અવશ્ય છે; એ વાત તીર્થના ઉદથી કરનારાએ વિચારવાની જરૂર છે.
ખુલાસ–વિધિમાર્ગ સંબંધી નિરંતર પ્રયત્ન કરતા રહેવાથી કદી કોઈ એક વ્યકિતને પણ શુદ્ધ ધર્મ પ્રાપ્ત થઈ જાય તો તેનાથી ચૌદ રાજલોકમાં અમારી પહ વગડાવ્યા બરાબર ધર્મોન્નતિ થઈ સમજવી. અર્થાત વિધિ પૂર્વક ધર્મક્રિયા કરનાર એક જ વ્યકિત અવિધિપૂર્વક ધર્મ-ક્રિયા કરનારા હજારો જેવાથી ઉત્તમ છે. વળી ધર્મોપદેશક ગુરુઓએ એ વાત કદી પણ ન ભૂલવી જોઈએ કે વિધિનો ઉપદેશ પણ એવાઓને દેવે કે જેઓ તેના શરણથી રસિક બને. અયોગ્ય પાત્રને જ્ઞાન દેવામાં પણ મહાન અનર્થ થાય છે. એથી નીચ આશયવાળા પાત્રને શાસ્ત્ર સંભળાવવામાં ઉપદેશક જ અધિક દોષને પાત્ર છે. એ તે નિયમ છે કે પાપ કરનારની અપેક્ષાએ પાપ કરાવનાર જ અધિક ભાગી થાય છે. અએવ ચોગ્ય પાત્રને શુદ્ધ શાસ્ત્રોપદેશ આપવું અને સ્વયં શુદ્ધ પ્રવૃત્તિ કરવી એ જ તીર્થ રક્ષા છે.
ઉકત ચર્ચા સાંભળી કઈ બહુ બુદ્ધિવાળો મનુષ્ય એમ કહેવા લાગે છે કે આવી બારીક ચર્ચામાં ઊતરવું તે વૃથા છે. જે મોટાઓએ કર્યું હોય તે કરવું. તેની પુષ્ટિ માટે “મહsો ન જતઃ સ gબ્ધ” એ ઉક્તિ પ્રસિદ્ધ છે. આજકાલ બહુધા છતવ્યવહારની જ પ્રવૃત્તિ જોવામાં આવે છે. જ્યાં સુધી તીર્થ રહેશે ત્યાં સુધી જીવ્યવહાર રહેશે તેથી તેનું અનુસરણ કરવું તે તીર્થરક્ષા છે. આ કથનને ઉત્તર ગ્રંથકાર દે છે કે –
मुत्तूण लोगसन्नं उइदण य साहुलमयसम्भावं । सम्म पयट्टियव्वं, युहेणमइनिउणबुद्धीए ॥ १६ ॥
For Private And Personal Use Only