________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ ચાતુર્માસ હતું, તેમાં સાધુએ વિહાર કર ન કપે પણ એવું કારણ ઉપસ્થિત થાય તે વિહાર કરે એમ આહતી ઉક્તિ છે.
'बिहारो नोचितः साधोश्चतुर्माले कदापि हि ।
तथापि कारणे कार्य उक्तिरस्त्याहतीति च ॥' એ શાસ્ત્રાર્થને અવધારી શ્રીસંઘને નિવેદન કરી મહાલાભ જાણું સૂરિ ત્યાંથી ચાલ્યા. માર્ગમાં અનેક જનને શ્રેયપ્રાપ્તિ કરાવી, ગામડાંઓને સુવહુને લાભ વ્યાપારી પિઠે આપી, સૂરિજી દિવ્ય મહોત્સવવડે પાટણ શહેરમાં સં. ૧૯૭૩ના શાશ્વાતંરાત દિવસે હું ગયો આસો શુદિ ૧૩ ને દિને પહોંચ્યા. એટલે ચંદુએ પ્રસન્નાત્મા થઈ પાતશાહને નિવેદન કર્યું કે આપના બાલાવેલા વિજયદેવસૂરિ આવી પહોંચ્યા છે. આ સાંભળી પાતશાહ પિતાના ચિત્તમાં સંતુષ્ટ થઈ ચંદને પિતાની પાસે સૂરિને ધર્મ, ગોષ્ટી અર્થે લાવવા કહ્યું આધિન શુદિ ૧૪ ને દિને મધ્યાન્હ સૂરિ તસબીખાનામાં ગયા એટલે પાતશાહે ઉભા થઈ, ત્રણ પગલાં સામા ચાલી સરિના ચરણકમલને પુણ્યને વંદન કર્યું. સૂરિને તપથી તેજસ્વી જેઈ અતિ વિરમીત થયો. હો ધન્ય છે આવા સાક્ષાત્ તપમૂર્તિને! આવી જ્યોતિવાળ શરીરને સદા ધારી રાખવું કેમ બને? આવું તપ કરી શરીરમાં પુષ્ટિ રાખવી કેમ બને ? પાતશાહે તથા ગુરૂએ બધુ પડે નેહથી સ્વાગતાદિ વાતો પુનઃ પુન: અરસ્પરસ પૂછી અને શ્રી સૂરિ સાથે પાતશાહે સાધુ
ગ્ય ધર્મગણી કરી. રાત્રિભોજનના પરિત્યાગરૂપ સાધુના આહારની વિધિ તેમ જ સાધનો અન્ય સાધ્વાચાર સદ્દગુરૂને પૂછો. શ્રી ગુરૂએ રાત્રિ ભેજનના પરિત્યાગના વિધાનથી થતું ફળ વિગેરે તેને જણાવ્યું. ધર્મની ગોષ્ઠી કરી પાતશાહ પ્રસન્ન થયો અને એને ધર્મ સદા શ્રેયસ્કર છે એમ કહી અદ્દભૂત વચન બોલ્યો કે –
तपा विरुद इत्यस्ति भवतां प्राक्तनस्सदा । सदातत्वं मदुक्तोऽसि 'जहांगीरमहातपाः' । विजयदेवसूरीन्द्रमन्वन्ये सूरयो भुवि ।
तपस्विनोऽपि विद्वांसः क्रियावन्तश्च सर्वदा ॥ આપનું પૂર્વકાળનું “તપા” એ સદાનું બિરૂદ છે, પણ તું સદા “જહાંગીર મહાતપા” છે એમ હું જણાવું છું. જગતમાં અન્ય આચાર્યો, તપસ્વીઓ, વિદ્વાનો અને ક્રિયાવાન છે પણ તે સર્વદા વિજયદેવસૂરિથી હેઠા છે.
તેના પ્રતિવાદીઓ જે ઉસૂત્રભાષી હતા તે સર્વેનું સર્વથા નિરાકરણ કર્યું -તુચ્છકાર્યો. મહાતપા એ શબ્દનું સાર્થકપણું તારામાં જ છે. બીજા કેઈનામાં નથી, આમ પાતશાહે પ્રેમથી કહી સ્વમુખે બિરૂદ આપ્યું અને તે
For Private And Personal Use Only