SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુવણૅ મહેાત્સવ અંક ઃ ૧૩૫ જગડુશાહ ચરિત્ર—કત્તા શ્રી સર્વાનંદસૂરિજી. સાત સ અને ૩૮૮ èાકપ્રમાણુ આ ચરિત્ર કાવ્ય છે. કર્તા આચાર્ય ને સમય નક્કી આપ્યા નથી પરન્તુ પ ંદરમી શતાબ્દિના ઉત્તર ભાગ અને સેાળમી શતાબ્દિના પૂર્વાર્ધમાં ગ્રંથકાર થયા છે. આ દાનવીર પુરૂષને સોંપૂર્ણ ઇતિહાસ-જીવનપરિચય આમાં આપવામાં આવેલ છે. સ. ૧૩૧૫ માં હિંદુસ્તાનમાં પડેલા ભીષણ દુષ્કાળ વખતે આ દાનવીર અને ધર્મવીર પુરૂષે સમસ્ત ભારતને અનાજ મફત પૂરૂ પાડયુ હતુ. પશુઓને ઘાસ પણ આપ્યું હતું. જગડુંશાહે ગરીબ પશુઓને ઘાસ અને અનાથ માનવીઓને તે અનાજ આપ્યું હતું પરંતુ સીંધના રાજા હમીરજીને, ગુ રેશ્વર લવણુપ્રસાદ અને વીરધવળને, અવન્તિનાથ મદનવર્માને, પારકરના નરપતિ પીઠદેવને, કાશીનરેશ પ્રતાપસિંહને અને દિલ્હીનરેશ માન્રીનને સુદ્ધાં અનાજ આપ્યું હતું. કુલ્લે ૯૯૯૦૦૦ મુ'ડા અનાજ મફત આપ્યુ હતુ. જગડુશાહને દુષ્કાળની ખબર જૈનાચાર્યથી પડી હતી. તેણે અનાજ સંગ્રહી ખૂબ ઉપકાર કર્યા હતા. જગડુશાહની ધર્મભાવના અને દાનશૂરતા તેમજ તે વખતના રાજાઓના માનસૠણુવા માટે આ ગ્રંથ ઘણા ઉપયોગી છે. આ ગ્રંથ શુદ્ધ ભાષાંતર સહિત છપાયા છે. પ્રકાશક મગનલાલ દલપતરામ ખખ્ખર છે. ઇ. સ ૧૮૯૬ માં છપાયા છે. મુકૃતસાગર-કર્તા તિમ`ડનણુ, સેાળમી સદીના પૂર્વાર્ધમાં આ ગ્રંથ અન્યા છે. માંડવગઢના મહામત્રી પેથડકુમારનું સુંદર સંપૂર્ણ જીવન ચરિત્ર આ પુસ્તકમાં છે. ચાક્રમી શતાબ્દિના મહાન શાસનપ્રભાવક આ મંત્રીનું રસિક જીવન ખાસ વાંચવા ચેાગ્ય છે. અને તેની પૂર્વ પરિસ્થિતિ વાંચનારને રડાવે તેવી છે. પછી એ જ ગુરૂકૃપાથી ચઢે છે અને મંત્રીપદ પામે છે. ત્યારપછી જે ધર્મ કાર્ય કરે છે, તેની જે ધશ્રદ્ધા વધે છે તે બધું વાંચવા જેવું છે. તેના પુત્ર ઝણકુમારનું ચિત્ર, માળવાધિપતિ જયસિંહ અને ધર્મ ઘાષસૂરિજીનું જીવનચરિત્ર મધું વાંચવા યાગ્ય છે. પિતા-પુત્રની ધર્મ શ્રદ્ધા, દાનવીરતા, પરોપકારિતા, લેાકેાપકારિતા આપણે વાંચીને જીવનમાં ઉતારવા ચેાગ્ય છે. ચાદમી શતાબ્દિના આ ગૃહસ્થ-સાધુનું ચરિત્ર ઐતિહાસિક દૃષ્ટિએ વાંચવા જેવું છે. શ્રી જૈન આત્માનદ સભાએ તે ગ્રંથ પ્રગટ કરેલ છે. સામસાભાગ્ય કાવ્ય-કર્ના પતિ પ્રતિષ્ઠાસેામ છે. સ. ૧૫૨૪ માં આ કાવ્ય બનાવ્યુ છે. તેમાં ૫ દરમી સદીના તપગચ્છના આચાર્ય સામસુંદરસૂરિનું સુંદર કાવ્યમય ભાષામાં વર્ણન છે. આમાં ત્રીજો સગ કે જેમાં પટ્ટાલિ છે તેમાં ભગવાન મહાવીરદેવ પછીના સામસુંદરસૂરિ સુધીના આચાર્યાંનાં જીવનચરિત્ર છે. એકાવન પટ્ટધરોનાં ટૂકમાં જીવનચરિત્ર આપેલા છે તે વાંચવા ચેાગ્ય છે. શ્રી જ્ઞાન પ્રસારક મંડળ-મુંબઇવાળાએ ભાષાંતર સાથે છપાવેલ છે. For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy