________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શનશાસ્ત્રનો અભ્યાસી, જ્યારે ઇતિહાસનું અવલોકન કરે છે અને ઇતિહાસ તથા દર્શનનો પરસ્પર સંબંધ વિચારે છે ત્યારે તેની દષ્ટિ એર પ્રકાશ નિહાળે છે. એટલે જ આજે ઈતિહાસના અભ્યાસ તથા ઐતિહાસિક સંશોધન ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે છે. “ આનું મૂળ કયાં ? આમાં કલ્પના કેટલી અને વાસ્તવિકતા કેટલી ? આ કથાનકેમાં કર્યો કે બોલે છે ? ” આવા આવા અનેક પ્રશ્નો આપણા કાન સાથે અથડાય છે. મુનિશ્રી ન્યાયવિજ્યજી, આ લેખમાં જાણે કે જૈન ઇતિહાસરૂપી ભાગીરથીના મૂળ પાસે પહોંચી, પછી ઇતિહાસના કાંઠે કાંઠે ચાલતા, લગભગ વર્તમાન સુધી આવતા જણાય છે. એ લાંબે પ્રવાસ પણ એમણે ટૂંકામાં સંભળાવવા આ લેખમાં પ્રયત્ન કર્યો છે.
જૈન ધર્મનું સાહિત્ય તો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. જગતના કઈ પણ વિષયમાં જૈન સાહિત્યની અપૂર્ણતા કે ત્રુટી નથી. જેસલમેર, પાટણ, ખંભાત, લીંબડી, જામનગર, અમદાવાદ, સુરત અને કચ્છ આદિના અનેક સ્થાનના ભંડારોમાં રહેલું એ સાહિત્ય આજે ય જગતના વિદ્વાનોનું આકર્ષણ કરી રહેલ છે. તેના અપૂર્વ ગ્રંથ, જગતના સાહિત્ય-સાગરમાં અણમૂલ સુંદર મક્તિકનું સ્થાન પામેલ છે.
તત્ત્વજ્ઞાનના અપૂર્વ ખજાનાસમા આગમશાસ્ત્ર, આજે ય જગતના કેઈ પણ તત્ત્વજ્ઞાનના સાહિત્ય સામે ગૌરવપૂર્વક ઉભાં રહી શકે તેમ છે, તેમ જ કર્મણિી , ન્યાયસિદ્ધાંત, કથાનુગ, વ્યાકરણ, સાહિત્ય,
તિમ્, વિજ્ઞાન અને ઉપદેશક સાહિત્યમાં પણ જૈન સાહિત્યનો ખજાને ભરપૂર છે. આવી રીતે ઐતિહાસિક સાહિત્યથી પણ જેન સાહિત્ય સુંદર રીતે અલંકૃત છે. પાશ્ચાત્ય વિદ્વાન પણ મુક્તકઠે એક વાત કબૂલ કરે છે કે
જૈનાચાર્યો એતિહાસિક સાલવાડીઓમાં બરાબર ચેસ છે? અર્થાત્ જેનાચાર્યોએ પોતાના સાહિત્યમાં જ્યાં જ્યાં ઐતિહાસિક ઘટનાઓ રજી કરી છે ત્યાં ત્યાં તે સમય બરાબર જાળવ્યું છે.
For Private And Personal Use Only