SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ :: શ્રી જૈન ધર્મ પ્રકાશ. જ મહાત્માની પેઠે અનુભવે તેમ પત્રની બાબતમાં પણ છે. એની ઉમર જેમ જેમ વધે તેમ તેમ એનું જીવન વધારે સબળ અને તાજું થવું ોએ. અનુભવે, કાર્યદિશાઓ અને ભાવનાએ વધવા અને બદલાવાના યુગની સાથે જ કાઇ પણ પત્ર યોગ્ય રીતે પરિવર્તન સ્વીકારવુ જ તેએ અને તે જ તે વિકસિત ભૂમિકામાં સ્થાન~માન પામી શકે અને ઉપયોગી થઇ શકે. વસંતમાં જૂના પર્ણો જાય છે તે નવીનતે માટે જ માણસ, સસ્થા અને ધએ બધાએ વાસ ંતિક જીવન જીવવું જોઇએ. પત્ર એ તો ઉકત વસ્તુઓનુ પ્રતિનિધિ છે તેથી અને ખરી રીતે એ બધાનું દારનાર છે તેથી એણે તે વિચાર, અભ્યાસ અને નિર્ભયતાપૂર્વક વાસંતિક જીવન સર્વ પ્રથમ ધારણ કરવુ જોએ. મારા વાંચવામાં આવતું નથી એટલે અત્યારની પ્રકારા પત્રની સ્થિતિ વિષે હું અજ્ઞાન છું. સુભવ છે કે એને જન્મગત વાડા પલટા પણ ગયા હોય, છતાં એના વ્યાપક વિકાસને અત્યારે પણ પુષ્કળ અવકાશ છે એ બાબત તે દીવા જેવી છે. જો એમાં શુષ્ક ક્રિયાકાંડી વાતા અને એકતરફી ધર્માંવિધાનેાની ચર્ચા આજે પણ અલ્પાંશે થતી હરો તે આ યુગમાં હવે એણે શ્રી જૈન ધર્મ પ્રકાશ એ નામ બદલી અન્ય જ સાર્થક નામ ધારણ કરવું યોગ્ય છે એન કાઇ પણ તટસ્થ વિચારક કહી રાકરો. હવે એમાં કાષ્ટ કા વિચારપ્રધાન અને ઉદાત્ત લેખની જે માળા વિષે મે સાંભળ્યુ છે તેને બદલે તે આખુ પુત્ર જ તથાવિધ થષ્ટ જવાની આશા હું સે છું. કારણ એ એના સંચાલકે અને સહાયકા પણ ન જાણે એવી રીતે મારા સંકચિત જીવનમાં અને અંધકારમય ભાવનામાં એક કિંમતી કિરણ ફેંકી સાચે જ પ્રકાશક સિદ્ધ થયું છે. અને તેથી જેમ કાઈ પોતાના જૂના સાથી વિષે ઉન્નત ભાવનાએ સેલે તેમ હું એ પત્રના વિકાસ વિષે અને સાથે સાથે એ પત્રની પાષક તથા એ પત્રમાંથી જન્મતી બધી પ્રવૃત્તિ વિષે ઉન્નત આશા સેવું છું. હું સમજું છું ત્યાં સુધી પ્રકાશ એ સભાનું મુખપત્ર છે. મૂળ, અનુવાદ અને સારાત્મક ઢગલામધ પુસ્તકો પ્રગટ કરી એ સભાએ સાહિત્ય પ્રચારમાં વિશિષ્ટ કાળા આપ્યા છે છતાં હવે યુગ બદલાયો છે. એવી નતના સાહિત્ય પ્રચારની સાથે સાથે એણે ગભાર. વિશાળ અને તદ્દન નિશ્પક્ષ એવું જૈન સાહિત્ય સંશોધનનું કામ પણ હાથ ધરવું ભેદએ. પૈસાની ગણતરી અને ખાદ્ય વૈભવના આકર્ષણથી મુક્ત રહી એણે શુદ્ધ સાહિત્યોપાસના શરૂ કરવી જોઈએ. જે સભા એ પ્રવૃત્તિ સ્વીકારે તે એણે વિશિષ્ટ વિદ્વતાને યાક્તિ સંગ્રહ કરવો જ પડશે. એણે પુસ્તકાલયની વ્યાપકતા વધારવી પડશે. સામાન્ય વ ઉપરાંત વિશિષ્ટ વિદ્વાનો લાયક પ્રવૃત્તિ શરૂ થતાં એ એવું ધામ બનશે કે દેશ-પ્રદેશના વિશિષ્ટ વિદ્વાને આવી રહેવા લલચારો. ભાવનગર ખીજ રીતે પણ હુ અનુકૂળ સ્થાન છે, આ વિદ્યાવ્યાસંગમાંથી ઉંડા ચિંતને અને સંઘર્ષો જન્મતાં આપેઆપ પ્રકાશની કાયા પલટારો ને તે સાંપ્રદાયિક છતાં સર્વગ્રાહ્ય માન્ય થવાની દિશામાં પ્રાન કરશે. સુખલાલજી For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy