________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ
હોય તો તેવું કાંઈ સુજે નહીં માટે કવિ ઋષભદાસ કહે છે કે-હે ભવ્ય પ્રાણીઓ! તને નવરા ન રહેશે. શુભ કાર્ચમાં ગુંથાયેલા રહેજે.
આવી અપૂર્વ હિતશિક્ષા પણ જે ધ્યાન દઈને સાંભળે તેને માટે છે. પરંતુ સુર ઉપદેશ આપે કે શિખામણ દે તે વખત જે હશે અથવા બીજી દુથલી કરે તેને ઉપદેશ લાગે નહીં કે બુદ્ધિ આવે નહિ. ધ્યાનપૂર્વક સાંભળે તેજ બુદ્ધિ આવે.
હવે કર્તા કહે છે કે-જે સંસાર સુધાર હાય-સંસારમાં સુખ મેળવવું હિોય તો સ્ત્રીને દહવવી નહીં. પાંચ પ્રકારે તેને પ્રેમ વધી શકે છે-૧ તેના માપના ગુણ બલવા, ર તેના વખાણ કરવા, ૩ સારા શબ્દ બોલાવવી, ૪ યથાશક્તિ વસ્ત્રાભૂષણાદિ આપવું ને ૫ વારંવાર મળવું. પાંચ પ્રકારે પ્રેમ ઘટે છે. ૧ બહુ વખતે મળવું, ૨ બહુ વખત સુધી સાથે રહેવું, ૩ તેનાથી કોઈ વાત છાની રાખવી, ૪ બહુ અભિમાન રાખવું અને ૫ અપમાન કરવું. પ્રેમ વધારવાના પ્રક્ષરોવડે સુજ્ઞ પુરૂષ પ્રિયા સાથે પ્રેમ વધારી શકે છે, જેથી ધર્મ કર્મને સુખે સુખે નિર્વાહ થાય છે. મુનિરાજની ભક્તિ થાય છે અને પ્રાણાઓ જળવાય છે. કદી કોઈ વખત ઘરની સ્ત્રી અણઘટતું બેસી જાય છે તે વાત ડાહ્યો માણસ પોતેજ જણને બેસી રહે છે, કેઈની પાસે તે વાત કરતો નથી. કદિ સ્ત્રી કાંઈ વાંકમાં આવી હોય તે યુક્તિથી તેનું નિવારણ કરે છે. રીસાણી હોય તે મનાવી લે છે. હાનિ વૃદ્ધિની કે દ્રવ્યાદિકની અથવા કોઇ સાથેના વેર વિરોધની વાત ગુપ્ત રાખે છે, સ્ત્રી પાસે પ્રગટ કરતું નથી.
સ્ત્રીના સામાન્ય વાંકથી તેના પર રીસ ન કરવા અને એક ઉપર બીજી સી ન કરવી. એક ઉપર બીજી સ્ત્રી કરનારની કેવી રિથતિ થાય છે? તે કેવું દુ:ખ રહન કરે છે? તે વિષે કર્તા આગળ કહે છે –
અપૂર્ણ
રત્ન પેકી-શેઠને પસ્તાવો થશે એ દષ્ટાંત જગ જાહેર છે,
છતાં અહીં લખું છું -- એક શેડ પરદેશ ગયા હતા, ત્યાં રસ્તામાં નદી કીનારેથી ચાર રત્ન મળ્યાં, તેને શેઠે ચળકતાં કાચના કટકા રૂપ માન્યા પણ તે રત્ન છે, એવી ખબર શેડને પડી નહીં. પછી રસ્તામાં નાસ્તો કરવા બેઠા, ત્યાં કાગડે ઝાડ ઉપર આવી કાર કા કરી ખુમારવ કરી મૂકી, તેને ઉડાડવા બીજું કાંઈ સાધન શેડ પાસે નહોતું તેથી તે કાચને કટકો (રત્ન) એક ફેંકયો, તેથી ન ઉઠ્યો એટલે બીજે ફેંક, તેથી ન ઉડ્યો ત્યારે ત્રીજો ફેંકયો, એટલે કાગડા ઉડી ગયો. પછી શેડ ત્યાંથી
For Private And Personal Use Only